Breaking News

તાંત્રિકે કહ્યું કે, ઘરમાંથી ભૂતપ્રેત નહી હટાવો તો ટપો ટપ મરવા લાગશો અને થોડા સમયમાં જ માં-બાપનું મોત થતા દીકરાએ વિધિ કરાવી અને પછી જે થયું…!

તાંત્રિક વિધિઓના નામે ઘણા બધા લોકો ખોટે ખોટી વાતોમાં ફસાવીને મફતના રૂપિયે ચરી ખાવાના ઘણા કિસ્સા પહેલા બની ચુક્યા છે જેમાં વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. વધુ એક નકલી તાંત્રિકનો કાંડ સામે આવી જતા સૌ કોઈ લોકોએ ચેતીને રેહવું જોઈએ. તાંત્રિક ભુવાએ એક શિક્ષિત વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લેવાનો મામલો સામે આવ્યો છે.

ધનબાદ પાસેના કાપી તાલુકામાં જોલીઠા વિસ્તારમાં આવેલા સંગમ સોસાયટીમાં અખિલેશભાઈ રહે છે. તેઓ એક જ્વેલરી શોરૂમના બ્રાન્ચ મેનેજર છે. પરિવારમાં તેનાં માતા-પિતા અને તેમની પત્ની તેમજ તેમના પુત્રનો પણ સમાવેશ થાય છે. કોરોનાના સમય દરમિયાન તેમના પિતાનું મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી તરત જ તેમની માતાનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું હતું…

સાવ થોડા સમયના અંતરમાં જ પરિવારના બે સભ્યો ગુમાવી દેવાના કારણે અખીલેશભાઈનો પરિવાર ખૂબ જ આઘાતમાં હતો. એવા સમય દરમિયાન અખિલેશભાઈ પિતાના ફોન ઉપર એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો હતો. અજાણ્યો યુવક પોતે મોટો મહારાજ છે તેમ ઓળખ આપી હતી. તેઓ આગળ જણાવ્યું હતું કે..

અખીલેશભાઈના માતા-પિતાનું મૃત્યું કોરોનાના કારણે નહીં પરંતુ તેઓના ઘરમાં ખૂબ જૂના ભૂત-પ્રેત અને મેલી વિદ્યાઓ રહેલી છે. જેના કારણે તેમના માતા-પિતાનો જીવ ગયો છે. તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે જ્યારે તેમના પિતા જીવિત હતા એ વખતે પણ આ મહારાજે તેઓને ઘરમાંથી ભૂત પ્રેતોને બહાર કાઢવા માટે વિધિ કરવા જણાવ્યું હતું.

પરંતુ તેમના પિતાજીએ આ વાતને નકારી કાઢી હતી. એટલા માટે અખિલેશભાઈના માતા અને પિતા બંને નું મૃત્યુ થયું છે. આ મહારાજે અખિલેશભાઈને જણાવ્યું કે, જો હજી પણ આ વિધિ કરવામાં નહીં આવે તો હજી પણ પરિવારના અન્ય કોઇ સભ્યનું મૃત્યુ થઇ શકે તેમ છે. આ સાંભળતાની સાથે જ ભણેલા ગણેલા અખિલેશભાઈને મનમાં કંઈક જુદી જ શંકા ઉત્પન્ન થઈ હતી..

થોડા સમય પહેલાં તેમના પરિવારના બે સભ્યોની મૃત્યુ થયું હતું. અને અચાનક જ આ પ્રકારની વાતો સાંભળીને તેઓને પણ ડર લાગી ગયો હતો. થોડા સમય પછી આ તાંત્રિક મહારાજનો ફોન આવ્યો કે જો હજી પણ વિધિ કરવામાં વાર લગાડવામાં આવશે તો થોડા જ સમયમાં તેમના પુત્રનું પણ મૃત્યુ થશે..

જો તમારે ઘરમાં ઊભી થતી દરેક પરિસ્થિતિઓનો તોડ મેળવો હોય તો તમે તાત્કાલિક ધોરણે આ વિધિ કરાવી લો. અખિલેશભાઈ ખૂબ ડરી ગયા હતા. અને તેઓ ઈચ્છતા હતા કે, હવે કોઈ પણ પરિવારના સભ્યનું મૃત્યુ થવું ન જોઈએ એટલા માટે તેઓ મહારાજની વાતમાં આવીને વિધિ કરવા માટે તૈયાર થઈ ગયા હતા.

આ મહારાજ પોતાની સાથે એક ગીરીઆડમનાથ મહારાજને સાથે લાવ્યા હતા. આ બંને તાંત્રિકો અખીલેશ ભાઈના ઘરે ગયા હતા અને તેઓએ જુદી-જુદી વિધિના બહાને અખિલેશભાઈ પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અને ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે દાગીનાની પણ વિધિ કરવી પડશે..

એટલા માટે અખિલેશભાઈ પરિવારે કુલ સાત લાખ રૂપિયાની કિંમતના દાગીના એક પેટીમાં મૂકી દીધા હતા. અને તેને ધૂપ કરવા માટે કહ્યું હતું. તેમજ ભુવાએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે આ પેટી કોઈને પૂછ્યા વગર ખોલવામાં આવશે તો દાગીના ભસ્મ થઈ જશે અને તમામ દોલતને તમારે ગુમાવવી પડશે..

તેમજ વિધિ કરવાનો કોઈ પણ અર્થ નહીં રહે. એટલા માટે મને પૂછ્યા વગર આ પેટી ક્યારે પણ ખોલતા નહીં. આ બાબતોને સાંભળીને પરિવારજનોએ આ પેટી ખોલવાનો ક્યારેય પણ સાહસ કર્યો ન હતો. પરંતુ ઘણા સમય બાદ પણ મહારાજ નો કોઇ પણ પ્રકાર નો કોન્ટેક ન થતા પરિવારના સભ્યોને કંઈક જુદી શંકા ગઈ હતી..

એટલા માટે તેઓએ પેટી ખોલી નાખી હતી. અને અંતે જોયું તો પેટીમાંથી તમામ દાગીના અને રોકડ રૂપિયા ગાયબ હતા. એટલા માટે તાત્કાલિક ધોરણે અખિલેશભાઈ ટાઉન પોલીસ પાસે દોડી આવ્યા હતા અને બંને તાંત્રિક સામે વિધિના બહાને લાખો રૂપિયા પડાવી લેવાની વાત રજૂ કરી હતી…

આ વાત સાંભળતાની સાથે પોલીસ કાર્યરત થઇ ગઇ હતી. અને તમામ માહિતીને આધારે તાંત્રિકે આટલા ગુનાઓને રજુ કરી આ બંને તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. હાલ આ પ્રકારની તાંત્રિક અને વિધિઓથી દુર રહીને બચાવેલા પૈસાને સાચવવા જોઈએ. આજના સમયમાં ક્યારે કોણ ઠગીને ચાલ્યું જાય છે. તેનું નક્કી નથી હોતું એટલા માટે દરેક પગલે સચેત રેહવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *