Breaking News

તાંત્રિક કહેતો કે “તમે મારા હાથમાં ઘરેણું મુકો હું 2 સેકન્ડમાં ડબલ કરી દઈશ” લાલચની ભૂખી મહિલા ઘરેણું મુકતા જ થયું એવું કે રોવાનો વારો આવ્યો..!

અત્યારના ડિજિટલ સમયમાં પણ ઘણા બધા લોકો અંધ વિશ્વાસમાં આવી જઈને એવડી મોટી લાલચમાં ફસાઈ જતા હોય છે કે, અંતે તેમની પાસે રહેલી તમામ સંપત્તિ ખોઈ દેવાનો વારો આવી જતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈ અજાણ્યા વ્યક્તિઓ કોઈ પરિવારજનોને અંધશ્રદ્ધાનો ભોગ બનાવીને તેમની પાસે રહેલી તમામ સંપત્તિઓને ઝડપી લેતા હોય છે..

આ ઉપરાંત કેટલાક લુંટારાઓ તાંત્રિકનો વેશ ધારણ કરીને સામાન્ય લોકોને પોતાની વાતોમાં ફોસલાવી તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી આચરી નાખતા હોય તેવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે, અને અત્યારે પણ વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવી જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..

આ મામલો શોધ્યા ગામ પાસે આવેલી હરિકૃષ્ણ સોસાયટીનો છે, આ સોસાયટીમાં લલિત ભાઈ નામનો યુવક તેમના પરિવાર સાથે રહે છે. એક દિવસ બપોરના સમયે જ્યારે તેઓ ઘરે હાજર ન હતા ત્યારે એક અજાણ્યા તાંત્રિક આવ્યા હતા અને ઘરે હાજર રહેલી લલીતભાઈ ની પત્ની શાલીની બેનને જણાવ્યું હતું કે મારી પાસે ઘણા બધા યુગોનો નોલેજ છે..

હું તમારા ઘરેણાને બે જ સેકન્ડની અંદર ડબલ કરી આપું છું, શરૂઆતમાં તો શાલીની આ બધી બાબતો ઉપર ધ્યાન આપ્યું નહીં. પરંતુ આ તાંત્રિક તેની પાસે રહેલી સોનાની ચેનને હાથમાં મૂકી હતી અને ત્યારબાદ મુઠ્ઠી બંધ કરીને જ્યારે મુઠ્ઠી ખોલી ત્યારે આ સોનાની ચેન ડબલ થઈ જવાને કારણે શાલીનીને પણ મનમાં લાલચ જાગી ઉઠી હતી..

અને તેને વિચાર્યું કે, જો તે પોતાનો સોનાનો હાર આ તાંત્રિકના હાથમાં આપી દેશે તો આ તાંત્રિક તેને ડબલ કરી આપશે એમ વિચારીને તેણે આ સોનાનો હાર ડબલ કરવા માટે તાંત્રિક પાસે આવ્યા આપી દીધો હતો, તાંત્રિકે કહ્યું કે, આ સોનાનો હાર તમારે મારા હાથની અંદર મૂકવો પડશે..

હું માત્ર બે સેકન્ડની અંદર જ એક મંત્ર બોલીશ અને ત્યારબાદ તમારો આ સોનાનો હાર ડબલ થઇ જશે, શાલીની આ તાંત્રિકની વાતમાં આવી ગઈ હતી અને તેના કહેવા મુજબ તેણે પોતાની આંખો પણ બંધ કરી દીધી અને સોનાનો હારના હાથમાં મૂકી દીધો હતો. જ્યારે શાલીની આંખો ખોલી ત્યારે તેણે એવું દ્રશ્ય જોયું કે તેને તરત જ પરસેવો છૂટવા લાગ્યો હતો..

કારણ કે તેણે આંખે ખોલી ત્યારે તેની સામે કોઈ તાંત્રિક હાજર હતો નહીં, સોનાનો હાર સાથે લઇને તાંત્રિક ત્યાંથી રફુચક્કર થઈ ગયો અને આ સોનાની હારની ચોરી કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી તેને તરત જ તેના પતિ લલીતભાઈ સુધી પહોંચાડી હતી, લલીતભાઈ પણ પોતાનું કામ ધંધો બાજુ પર મૂકીને તરત જ તેમના ઘરે આવવા માટે નીકળી ગયા હતા..

અને ત્યારબાદ તેઓ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી કે, તાંત્રિકનો વેશધારણ કરીને આવેલા એક ચોર લૂંટારા એ માત્ર બે સેકન્ડની અંદર આ સોનાનું ઘરેણું ડબલ કરી દેવાની લાલચ આપીને તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી છે. અને આ સોનાનો હાર લઈને રફુચક્કર થઈ ગયો છે..

પોલીસે પણ ફરિયાદ નોંધીને સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી છે, ટૂંક સમયની અંદર જ આ ઢોંગી તાંત્રિકને પકડી લેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, હકીકતમાં આ ઘટના બનતાની સાથે જ સમગ્ર સોસાયટીમાં ચર્ચા વિચારણાઓ શરુ થઈ ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *