ઘણી બધી વખત હાલતા ને ચાલતા ઝઘડા ના કિસ્સો અને આપણે વડીલો અથવા તો મિત્ર મંડળ માં સાંભળ્યું છે પરંતુ આપણને આટલો ખ્યાલ આવી જવો જોઈએ કે જેમાં આપણો વાંક હોય તેમાં આપણે વધારે ન બોલવું જોઈએ અને માફી માંગીને આપણો ગુનો સ્વીકારી લેવો જોઇએ પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે પોતાનો વાંક હોવા છતાં પણ વધુને વધુ ઝઘડો વધારે અને અલગ-અલગ પ્રકારના પણ કરતા હોય છે.
આવો જ કંઈક કેસ બન્યો હતો ગત દિવસોમાં અમદાવાદની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સમાં ત્યાંના પ્રિન્સિપલ એટલે કે ત્યાંના આચાર્યની સાથે પણ આવું જ કંઈક થયું હતું નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ ના આચાર્ય એવા મુકેશભાઇના સાથે પણ આવો જ કંઈક બનાવ બન્યો હતો આમાં હજુ સુધી તે ખ્યાલ આવતો નથી કે વાંક મુકેશભાઈ એટલે કે નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ નો છે કે,
વાલીઓનો અમદાવાદ સ્કૂલ ઓફ સાયન્સ આ વિવાદમાં સપડાઈ છે આ ઘટનામાં નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ ના આચાર્ય વાલીઓ સાથે ગેરવર્ણક કરતા હોય તેઓ વિડીયો એક વાયરલ થયો હતો આ દરમિયાન ત્યાં એકાદ બે મહિલા પણ તોછડા શબ્દ બોલીને વાલીઓને તો વિસ્તાર માંથી જ પાછા કાઢી રહ્યા હતા અને તેઓને બહાર નીકળી રહ્યા હતા.
સ્કૂલના આચાર્ય એટલે કે મુકેશભાઈ ધુણતા હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ થાય છે હાલાત અને માતાજી આવી ગયા બાદ તેમણે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ ત્યાં હતા તેઓને અપશબ્દો કહ્યા આ પરથી જ ખ્યાલ આવે કે આચાર્ય ને માતાજી આવ્યા તે વસ્તુ અસંભવ છે આમાં વિદ્યાર્થીઓના વાલીઓ નું પણ અપમાન થાય અને માતાજી પરની શ્રદ્ધા પર નું પણ અપમાન કર્યું કહેવાય.
સાથે જ શાળામાં માર્કશીટ લેવા આવેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ પણ કરી હોવાની સાથે જ તેમણે વાલીઓ પાસેથી ફી પેટે રૂ.1.25 લાખ ની માગણી કરી હતી મુકેશભાઈ માથે માતાજી સવાર થઈ ગયા હતા અને તેઓ આ દરમિયાન વાલીઓ સાથે ઝઘડી પડ્યા વીડિયોમાં આચાર્ય મુકેશભાઈ પોતે એવું કહી રહ્યા છે કે હું સિકોતર નો ભુવો એટલે કે તેઓ સિકોતર મા ના ભુવાજી છું.
અને ત્યારબાદ તેઓ બોલતા હતા કે તમારું કંઈ સારું નહીં થાય તમે લોકો તે રેકોર્ડિંગ કરવા માંગો છો તે કરો પરંતુ તે રેકોર્ડિંગ એક પણ જગ્યાએ ચાલશે જ નહીં આવા શબ્દો તેઓ ધુણતા ધુણતા બોલતા એ હદે ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે વિડીયો ઉતારી રહેલા લોકો પર પાણી ભરેલા ગ્લાસ ફેંક્યો અને તેઓએ એવી રીતના એક્ટિંગ કરી કે હું આ માતાજી છું તે બોલીને અને પાણી પાડી દો આમ કહીને તેઓએ પાણીનો ગ્લાસ લગાવી.
અને વિડીયો ઉતારી રહેલા લોકો પર તેઓએ પાણીનો ગ્લાસ ફેંક્યો આ દરમિયાન તેમની સાથે ઉભેલા એક મહિલાએ પણ વાલીઓ સાથે તોછડાઈ ભર્યા શબ્દોથી વાત કરી અને તેને બહાર ચાલ્યા જાવ તેમ કહેતા હતા ત્યારબાદ થોડા દિવસો બાદ મુકેશભાઈ નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેમની સાથે ઘણી બધી વખત અને અસહ્ય ગેરવર્તન કર્યું હતું.
વિદ્યાર્થી અને તેના વાલીઓ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું ત્યાંજ આચાર્ય એવું પણ જણાવ્યું હતું કે હું માતાજીને માનું છું અને તેમાં મારો વિશ્વાસ છે ધરતીના વાલી દ્વારા શાળાના સ્ટાફની મહિલાને પણ મારવામાં આવ્યો હતો આવી માહિતી નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ ના આચાર્ય મુકેશભાઈ જણાવ્યું હતું મુકેશભાઈ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થી દ્વારા વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો તે વિદ્યાર્થી અગાઉ તેઓની સાથે વર્તન ખૂબ જ ખરાબ કર્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]