Breaking News

ઠંડીમાં ગામની બહાર ચાની દુકાને ચા પીને મજા લેતા ગામના લોકોને ટ્રકે કચડી નાખતાં, સર્જાયો કાળમુખો અકસ્માત..વાંચો..!!

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો સાથે એવા હોશ ઉડાવતા બનાવો બની રહ્યા છે જે ક્યારેય કોઈએ વિચાર્યા પણ ન હોય. આવા બનાવોમાં હાલમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. આ બનાવ ખાગિયા ખેડા ગામ પાસે બન્યો છે. ખેડા ગામના લોકો દરરોજ સાંજે ગામથી બહાર આંટો મારવા નીકળતા હતા.

તેઓ ગામની બહાર આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે જતા હતા. દરરોજની જેમ ગામના લોકો એક દિવસ પણ ચા પીવા માટે ગયા હતા. હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોવાને કારણે દરેક રાજ્યમાં ખૂબ જ ઠંડી પડી રહી છે અને વાતાવરણમાં ધુમ્મસ જોવા મળે છે પરંતુ રાયબરેલીમાં ધુમસ ખૂબ જ વધુ જોવા મળે છે.

દર વર્ષે આ વિસ્તારમાં વધુ ધુમ્મસ રહેતા ઘણા બધા અકસ્માતો બનતા જોવા મળે છે. ગામના ચાની દુકાને બેઠેલા લોકોને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. જેના કારણે તેઓએ ગરમ ગરમ ચા પીવાનું વિચાર્યું હતું. તેઓ કડકતી ભડકતી ઠંડીમાં ચાની મજા લઇ રહ્યા હતા. આ યુવકોમાં ગામના રવીન્દ્રકુમાર, લલ્લુ, લાલાઈ બદરી હતા.

અને સાથે ઘણા બધા અજાણ્યા યુવકો પણ બેઠા હતા. તે સમયે ધુમ્મસ ખૂબ જ હતું અને એક ઝડપી સ્પીડમાં આવી રહેલા ટ્રકનો અવાજ આવી રહ્યો હતો. દરેક લોકોને લાગ્યું કે રસ્તો છે જેના કારણે ત્યાંથી ઘણા બધા વાહનો પસાર થતા હોય છે. તેનો અવાજ હશે. જેના લીધે ગામના બેઠેલા લોકોએ ધ્યાન આપ્યું નહીં.

અચાનક જ એક ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં બેકાબુ થઈને આવી રહ્યો હતો. ટ્રક ચાલક પોતાનો ટ્રક ખૂબ જ ધુમ્મસ હોવા છતાં ઝડપી ચલાવીને ચલાવી રહ્યો હતો અને તેણે અચાનક જ પોતાના ટ્રકને સામે રસ્તા પર રહેલા ટ્રી ચાની દુકાનમાં ઘુસાડી દીધું હતું. ટ્રક દુકાનમાં ઘૂસતા જ દુકાનમાં બેઠેલા ગામના ત્રણ યુવકો ખૂબ જ ખરાબ રીતે કચડાઈ ગયા હતા.

અને આખી ચા ની દુકાનને કુચે કુચા કરી નાખી અને ટ્રક આગળ જઈને પલટી મારી ગયું હતું. જેના કારણે આસપાસ રહેલા સ્થાનિક લોકો તરત જ દોડવા લાગ્યા હતા અને આ અકસ્માતનો અવાજ સાંભળીને ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકો અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રયાસ કરી રહ્યા હતા.

તે સમયે તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે એમ્બ્યુલન્સને ફોન કરી દેવામાં સ્થાનિક લોકો એમ્બ્યુલન્સને પણ બોલાવી લીધી હતી. ઘટના સ્થળે રહેલા લોકોને બહાર કાઢતા જાણવા મળ્યું કે ગામના જ ત્રણ લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે અને બાકીના વ્યક્તિઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

નજીકની સામુદાયિક આરોગ્ય સુવિધા કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધારે ગંભીર ઈજા થઈ હોવાને કારણે લોકોને જીલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન એક વ્યક્તિએ જીવ ગુમાવી દીધો હતો અને 6 વ્યક્તિઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે તેઓની સારવાર ચાલી રહી છે.

મૃત્યુ પામ્યા તેમાં એક ચાનો માલિક પણ હતો. સાથે ગામના જ લોકોના આવા કરુણ મૃત્યુ થઈ જતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોને તેમના પરિવારના વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા તેઓ ખૂબ જ રડી રહ્યા હતા અને શોકમાં સરી પડ્યા હતા. પોલીસ ટ્રક ચાલકની તપાસ કરી રહી હતી પરંતુ ખૂબ જ ધુમ્મસ રહેતા ટ્રક ચાલક પોતાનો ટ્રક છોડીને ભાગી ગયો હતો.

જેના કારણે પોલીસ ટ્રક ચાલકની તપાસ કરી રહી હતી. અચાનક જ બેકાબુ ટ્રકે ચાની દુકાન તોડીને પલટી મારીને પુલની નીચે ખાડામાં પડી ગયું હતું. જેના કારણે લોકો ટ્રકને પણ બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. આવી ઘટનાઓ બની જતા એકસાથે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *