Breaking News

ટામેટાના ભાવને લઈને સરકારે કરી એવી જાહેરાત કે મહિલાઓએ મફતના ભાવે ખરીદવા પડાપડી બોલાવી દીધી, મહિલાઓ ખાસ જાણી લેજો..!

અત્યારે ટામેટાના ભાવએ સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે, કારણ કે ટામેટાના ભાવ આસમાનની ઊંચાઈઓને અડકી જતા ગૃહિણીઓ માટે ટામેટાની ખરીદી કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે, આટલા મોંઘા ભાવના ટમેટા ખરીદીને ખાતા પહેલા પણ સામાન્ય વર્ગીય લોકો બે ઘડી વિચાર કરવા લાગ્યા છે કે, એટલા મોંઘા ટામેટા ક્યારેય પણ ખાવા જોઈએ નહીં..

કદાચ ટામેટા ખાવામાં ન આવે તો કોઈ માણસનું મૃત્યુ નહીં થાય એટલા માટે એટલી વધારે કિંમતના ટામેટા ન ખાઈને પરિવારનું ગુજરાન ચલાવવામાં અને પૈસાની સાચવણી કરવામાં પણ આપણે મદદ કરવી જોઈએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવ એટલા બધા વધવા લાગ્યા છે કે, હવે તે ભાવો ક્યારે નીચે ગબડી જશે તેનું નક્કી નથી..

અત્યારે સરકારે એટલી મોટી જાહેરાત કરી દીધી છે કે, આ જાહેરાતને સાંભળતાની સાથે જ મહિલાઓએ ટામેટા વેચવણીના સેન્ટર ઉપર પડાપડી બોલાવી દીધી હતી, આ માહિતી સાંભળીને દરેક મહિલાઓ સુધી પહોંચાડી દેવી જોઈએ, ટમેટાના ભાવોને લઈને સરકાર પણ ખૂબ જ ચિંતા છે..

પરંતુ તેઓ ભાવ અને ઘટાડવા માટે પણ અસમર્થ છે, અત્યારે રાજસ્થાનમાં આગામી ચાર મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીની અંદર મોંઘવારીનો માર કોઈ મોટો મુદ્દો ન બની જાય અને સરકારને મત ખેંચવામાં વધારે સારું પડે એટલા માટે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો હતો કે, જુદા-જુદા શહેરોમાં ટમેટા વહેંચણી કરવા માટેના સેન્ટરો બનાવવામાં આવશે..

જે આ માર્કેટ કરતા વધારે સસ્તી કિંમતના એટલે કે, મફતના ભાવે ટમેટાની વહેચણી કરી દેવામાં આવશે આ સમાચાર સાંભળતા જ ઘણા બધા લોકોએ રાહતનો શ્વાસ લઈ લીધો હતો, કેન્દ્ર સરકારે ચૂંટણીઓની તારીખને ધ્યાનમાં રાખીને અત્યારે રાજસ્થાનના જયપુરમાં છ જગ્યા ઉપર જ્યારે કોટામાં પાંચ જગ્યા ઉપર ટમેટાના કાઉન્ટર લગાવી દીધા છે..

અત્યારે માર્કેટની અંદર ટમેટાના ભાવ અંદાજે 150 રૂપિયાના કિલોથી માંડીને 250 રૂપિયાના કિલો સુધીના બોલાઈ રહ્યા છે, પરંતુ આ સરકારી જાહેરાત મુજબ દરેક વ્યક્તિઓને 80 રૂપિયાના કિલો ટામેટા આપી દેવામાં આવશે, જે બિલકુલ મફતનો ભાવ ગણી શકાય છે. કારણ કે, અત્યારે ટમેટાના ભાવે મધ્યમ વર્ગીય લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે..

આ જાહેરાત અંતર્ગત કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે એક વખતમાં કોઈ એક વ્યક્તિ માત્ર બે કિલો જ ટમેટા ખરીદી શકશે, જેથી કરીને અન્ય વ્યક્તિઓ સુધી પણ આ જાહેરાતનો લાભ બનેલો રહે, આ જાણકારી મળતા જ મહિલાઓએ પોતાના વિજ્ઞાન નગર, તલવંડી કેશપુરા, ડીસીએમ રોડ, કુંભારીયા વાપરી, તેમજ ચંબલ ગાર્ડનની પાસે આવેલા સેન્ટર ઉપર પણ પડાપડી બોલાવી દીધી હતી..

કારણ કે, એટલી બધી ઓછી કિંમતના ટામેટા જોઈને મહિલાઓએ ખરીદી કરી લેવાનું મન બનાવી દીધું હતું, કેન્દ્ર સરકારને જયપુર તેમજ કોટાની અંદર રોજના 25 ટન ટમેટા વેચવાનો ટાર્ગેટ બનાવ્યો છે, જે સવારના 10:00 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી વહેંચણી કરવામાં આવશે..

આ ઉપરાંત એક અઠવાડિયાની અંદર માત્ર એક જ કાઉન્ટર લગાવવામાં આવશે. ટમેટાને લઈને આવેલા મોટા સમાચાર સાંભળીને મહિલાઓએ શાકમાર્કેટમાંથી ટમેટા ખરીદવાનું બંધ કરીને સરકારી યોજના મુજબ ટમેટા ખરીદવા માટે સરકારી સેન્ટર ઉપર પડાપડી બોલાવી દીધી હતી..

સમગ્ર દેશની અંદર સૌથી વધુ ટમેટાનું ઉત્પાદન મધ્યપ્રદેશ રાજ્ય કરી રહ્યું છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, બિહાર અને છત્તીસગઢમાં થઈ રહ્યું છે. ચોમાસાની સિઝન હોવાને કારણે ખેતરમાં રહેલો ટમેટાનો ભાગ ઘણા બધા ખેડૂતોને નિષ્ફળ ગયો છે. માર્કેટમાં ડિમાન્ડ ખૂબ જ વધારે છે, જ્યારે સપ્લાય ખૂબ જ ઓછી હોવાને કારણે ટમેટાના ભાવ ખૂબ જ વધી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *