લોકો વચ્ચે રહી ને પણ લોકો સાથે રહી ને એકબીજા સાથે હળીમળી કામકાજ કરવાની જગ્યા એ જયારે લોકો પોતાના મગજની નબળી માનસિકતા જયારે લોકો ની સામે જ વર્તાવતા હોય ત્યારે સમાજ માટે જ નુકશાની ની ઘડીઓ ગણાવવાની ચાલુ થઈ જતી હોય છે અને તેના ખુબ જ ચોંકાવનારા પરિણામો સામે આવતા હોય છે અને તેની અસરો ખુબ જ નબળી આવતી હોય છે.
સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આપણી જ વચ્ચે જે ઘટનાઓ બની રહી છે તેની પાછળ ના કારણો ની જો વાત કરવામાં આવે તો મોબાઈલ અને ઈન્ટરનેટ નો એક હદથી વધુ પ્રમાણ માં થતો ઉપયોગ લોકો ની માનસિક વિચારધારાઓ માં ખુબ જ મોટા પ્રમાણ માં અસરો ઉપજાવનારો હોય છે જેના લીધે વ્યક્તિ કોઈપણ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે.
એમાં પણ વિશેષ જો વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ કોઇ પ્રકારની પરસ્પર ઓળખાણ વગર નજીક આવ્યા પછી કોઈપણ વ્યક્તિ પોતે ગમે તે હદ સુધી જઇ શકે અને આવા કિસ્સાઓ તો ઓળખાણથી શરૂ થઇને સતામણી, પોલીસ મથક સુધી પહોંચી જાય તો એ બધું હવેના આ આધુનિક યુગમાં કાય નવું નથી. કારણકે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
હાલમાં જ એક આ પ્રકારની ઘટના સામે આવી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો હાલ ઘટના વાંકાનેરમાં બની પામી છે જેમાં મોબાઈલના સોશિયલ મીડિયા થકી એકબીજાના સંપર્કમાં આવ્યા બાદતુરંત પરિણીતાને અજાણ્યા વિધર્મી યુવકે તમે મને બહુ ગમો છો કહીને પોત પ્રકાશ્યું હતું અને એસિડ એટેકની ગંભીર ધમકી આપતાં ફરિયાદ નોંધાવી હતી.
આ પરિણીતા પોતે ચણીયા ચોલી સહિતની ચીજવસ્તુઓનું ઓનલાઇન માર્કેટમાં ટ્રેડિંગ કરે છે જેથી સોશિયલ મીડિયા નો ઉપયોગ સ્વાભવિક રીતે વધુ પ્રમાણમાં રહેતો જ હોય કારણકે પોતાના ધંધા નું મુખ્ય કામ કાજ જ ઓનલાઈન અને સોશ્યિલ મીડિયા માં રહેતું હોય છે અને તેના થકી જ સંપર્કમાં આવેલા જાવિદ કુરેશી દ્વારા તમે મને ગમો છો એમ કહી એસિડ એટેક કરવાની ધમકી આપતા,
આ સમગ્ર ઘટનાને કારણે ખુબ દુઃખદ રીતે ગભરાયેલી ગયેલી મહિલાએ પોતાના પતિને તમામ તેના સાથે બનેલી ઘટનાની માહિતી જણાવી હતી અને બન્નેએ પોલીસ સ્ટેશન એકસાથે ધસી જઇને મોબાઈલ નંબર જણાવી જાવિદ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના વાંકાનેરમાં જ ઓનલાઈન માધ્યમ થકી ચણીયા ચોલીનો ટ્રેડિંગ કરતા મહિલાને અન્ય વિધર્મી યુવકે ધમકી આપી,
પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ બેફામ વાણી વિલાસ કરી તારી પત્ની તથા બહેનને બહાર આવવા જ દેતો નહિ, નહીંતર એસિડ તૈયાર જ છે, અરીસામાં મોઢું નહિ જોઈ શકે તેવા બુરા હાલ તારા કરીશ તેવી ધમકી આપતા ભટ્ટ પરિવાર ખરેખર ખુબ જ મુશ્કેલી મુકાઈ ગયો હતો અને આ પ્રકારે ખુબ જ ગંભીર ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ શહેરની પોલીસે મેઘનાબેનના પરિવારની સુરક્ષા માટે કઠિન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને મેઘનાબેનની ફરિયાદ પરથી જાવીદ કુરેશી નામના શખ્સ વિરુદ્ધ મોબાઈલ નંબરને આધારે ગુનો નોંધી આગામી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને આ ઘટના પરથી તમામ લોકો એ ખુબ જાગૃત થવાની જરૂર હોય એવું ખાસ જણાઈ રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]