Breaking News

“તમે લગ્ન નહિ કરાવી દો તો હું ભાગી જઈશ” એમ કહીને રૂપાળી દીકરી માં-બાપને દાબમાં રાખતી, એક વખત થયું એવું કે માં-બાપને આવ્યો ઝેરના ટીકડા ખાવાનો વારો..!

દિન પ્રતિ દિન સમાજના અન્ય લોકોને શિખામણ આપે તેમજ મોટાભાગના લોકોને ચોંકાવી દે તેવા કિસ્સા બનવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. અત્યારે એક એવી જ માથા પક્દાવતી ઘટના બની ગઈ છે કે, જેના ઉપરથી દરેક વ્યક્તિએ શીખ લેવાની ફરજ આવી પડી છે. આ મામલો લીજાપુર વિસ્તારના શંખેશ્વર એપાર્ટમેન્ટનો છે..

આ એપાર્ટમેન્ટમાં સાતમા માળે પરિમલભાઈ તેમની પત્ની આશાબેનને તેમના દીકરાને દીકરી સાથે રહે છે. તેમની દીકરીએ ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરીને હવે કોલેજના અભ્યાસમાં પ્રવેશ કર્યો હતો. તેમની આ લાડકી દીકરી મયુરી છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે ખૂબ જ યોગ્ય વર્તન કરવા લાગી હતી.

શરૂઆતમાં તો પરિમલભાઈ વિચાર્યું કે, તેમની દીકરી કોલેજના અભ્યાસમાં આવી છે. એટલા માટે તેના વર્તનમાં ફેરફાર દેખાયો છે. પરંતુ જ્યારે હકીકતની જાણકારી મળે ત્યારે પરિમલભાઈ અને આશાબેનના તો હોશ છૂટી ગયા હતા. તેમના એક સંબંધીએ પરિમલભાઈને આવીને જણાવ્યું કે, તેમની દીકરી મયુરી તેના જ કોલેજના કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં પડી ગઈ છે..

અને તેઓ વારંવાર એકબીજાને મળવા માટે જતા હોય છે. પરીમલભાઈના કોઈ સગા સંબંધીઓ મયુરીને તેના પ્રેમી સાથે ખુલ્લેઆમ ફરતા ફરતા જોઈ લીધી હશે, એટલા માટે તેઓએ આવીને પરિમલભાઈને આ વાતની જાણકારી આપી હતી. જ્યારે પરિમલભાઈ તેમને દીકરીને આ ઘટના જણાવી ત્યારે તેને શરૂઆતમાં તો આ ઘટનાને નકારી કાઢી હતી..

પરંતુ ત્યારબાદ અચાનક જ આટલો બધો આત્મવિશ્વાસ આવી ગયો હતો કે, તેણે તેના પિતાને જણાવી દીધું કે તે તેના પ્રેમી અખિલ સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે. જો આ પ્રેમ લગ્નમાં કોઈ પણ વ્યક્તિ આડશ બનીને ઉભો રહેશે, તો તેની સાથે તમામ સંબંધો તોડી પાડવામાં આવશે. પરંતુ તેમનું આ પ્રેમ સંબંધ ક્યારેય પણ અટકશે નહીં.

પરિમલ ભાઈ તો જોતાને જોતા જ રહી ગયા કે, તેમની દીકરી આ ઉંમરમાં એવું તો શું બોલવા લાગી છે. તેમના કાનમાં એકએક સુનકાર મચી ગયો હતો, તેણે તરત જ તેની દીકરીને પ્રેમથી સમજાવાની કોશિશ કરી અને કહ્યું કે હજુ તું આ બધી બાબતમાં બિલકુલ નાની છે. અત્યારે ભણવામાં ધ્યાન આપવાનું હોય એના બદલે તે ન કરવાની હરકતો કરી નાખી છે..

ત્યારે મયુરીએ તેના પિતાને જણાવ્યું કે, તમે લગ્ન નહીં કરાવી દો તો હું ભાગી જઈશ.. બિચારા માં બાપ પોતાની દીકરી કોઈ અવળું પગલું ન ભરી લે એટલા માટે તેની સાથે પ્રેમથી વર્તન કરતા હતા. તો સામે તેમની દીકરી પોતાના માતા પિતાને દબાણમાં લાવવાની કોશિશ કરવા લાગી હતી. છેલ્લા બે મહિનાથી તેમના ઘરમાં આ બાબતમાં ઝઘડાઓ ચાલતા હતા..

અને એક વખત મયુરી તેના ઘરેથી રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના અને પોતાના પહેરવાના કપડાં લઈને તેના પ્રેમી અખીલ સાથે ભાગી ગઈ હતી. આ ઉપરાંત તેને વિડીયો બનાવ્યો અને આ વિડીયો એણે પોતાના ફેમેલી ના ગ્રુપ તેમજ અન્ય ગ્રુપમાં પણ શેર કર્યો હતો. આ વિડીયો માટે બોલતી હતી કે, તેના માતા પિતા તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી હતી..

કોઈક વખત તો ભૂખ્યા અને તરસ્યા જ સુઈ જવું પડતું હતું. ક્યારેય તેના પરિવારજનોએ તેને જમવાનું પણ પૂછ્યું નથી, મા બાપની આ હેરાનગતિને કારણે હવે તે માતા પિતાથી જુદી થઈ તેના પ્રેમી અખિલ સાથે રહેવા માંગે છે. એટલા માટે તેને ઘર મૂકી દીધું છે. જ્યારે આ વિડીયો ફરતો ફરતો પરિમલભાઈ અને આશાબેને જોયો ત્યારે તેમના પણ ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા..

કે તેઓએ તેમની દીકરીના ઉછેરમાં કોઈપણ ચીજ વસ્તુઓની કમી રાખી નથી, છતાં પણ તેમની દીકરીએ પ્રેમ લગ્ન માટે ભાગી જઈને આ વિડીયો બનાવી મા બાપની ઇજ્જત કાઢી નાખી છે. હવે તેઓને શું કરવું તે વિચારવા લાગ્યા હતા. પરિમલભાઈ તાત્કાલિક તેમના મોટાભાઈને ફોન કરીને પોતાના ઘરે બોલાવી લીધા..

પરિમલભાઈ અને આશાબેન તેમના મોટાભાઈ ને કહેવા લાગ્યા કે હવે આ દીકરીએ અમારી તમામ આબરૂ લૂંટી લીધી છે અને હવે અમારે ઝેરના ટીકડા ખાવાનો વારો આવ્યો છે. તમે અમારા નાના દીકરાને સાચવી લેજો એમ કહી આપઘાત કરવા માટે મા બાપ જોતા હતા. પરંતુ પરિવારના અન્ય સભ્યો ત્યાં હાજર થયા અને બંને તેમને સમજાવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *