Breaking News

તમારું લાઈટબીલ ભરવાનું બાકી છે એવો મેસેજ આવ્યો, મેસેજ ખોલતા જ થયું એવું કે પરિવારની જમાપુંજી સાફ થઈ ગઈ..! ચેતજો..

અત્યારના સમયમાં અમુક લોકોને મહેનત કરીને પૈસા કમાવા ગમતા નથી, તેઓ હંમેશા બીજા વ્યક્તિને સાથે છેતરપિંડી કરીને તેમની પાસેથી અઢળક રૂપિયા પડાવી લઈ રફુચક્કર થઈ જીવન જીવતા હોય છે, આવા ઘણા બધા કાળા કારનામા કરનારા લોકોને તંત્રએ પકડી પાડ્યા હતા અને બરાબરનો મેથીપાક ચખાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ પણ થતી હોય છે..

છતાં પણ રોજબરોજના સમયમાં એવી ઘણી બધી ફરિયાદો સરકારી ચોપડે નોંધાય છે, જેમાં કોઈને કોઈ સામાન્ય વ્યક્તિ ખૂબ જ મોટી છેતરપીંડીનો ભોગ બની જતો હોય છે અને હવે એના સમયની અંદર તો લોકો ડિજિટલ રીતે છેતરપિંડી કરીને સામાન્ય વ્યક્તિની સમગ્ર જીવન દરમિયાન ની ભેગી કરેલી એક જ ઝાટકે ખાલી કરી નાખતા હોય છે..

જુદી-જુદી રીતે ફ્રોડ ખૂબ જ વધવા લાગ્યા છે, જેને લઈને સરકારે તેમજ સાયબર ક્રાઇમના અધિકારીઓએ ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે, જેનું પાલન કરીને દરેક નાગરિકોએ ડગલેને પગલે જેથી જવું જોઈએ હાલ એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેના વિશે જાણીને દરેક લોકોના કાળજા ધમધમી ઊઠ્યા છે..

કદાચ આવતીકાલે તમે પણ આ ફ્રોડનો શિકાર બની શકો છો, જો તમે આ ઘટના વિશે જાણકાર હશો અને સરકારી અધિકારીઓએ જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરશો તો ક્યારેય પણ કોઈ ફ્રોડનો શિકાર બનવું પડશે નહીં. અત્યારે અમિતભાઈ નામના યુવક કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે..

તેઓ સવારના સમયે પોતાના વ્યવસાય જવા માટે નીકળી જતા હતા અને ઘરની તમામ જવાબદારીઓ અમિતભાઈના ખભા ઉપર હતી કારણ કે, તેમના વડીલ માતા-પિતા વતને રહેતા અને જ્યારે અમિતભાઈ તેમની પત્નીની સાથે શહેરમાં જ રહીને વ્યવસાય ચલાવતા હતા, ઘરના તમામ ખર્ચાની દેખરેખ પણ અમિતભાઈ રાખતા હતા..

તેઓ ઓનલાઇન એપ્લિકેશનની મદદથી તેમના ઘરનું લાઈટ બિલ ગેસ બિલ સહિતની ઘણી બધી ચીજ વસ્તુઓના બિલ ભરી આપતા હતા, એ દરમિયાન તેમનું લાઈટ બિલ સક્સેસફૂલી ભરાઈ ગયું છે. તેવા મેસેજ પણ આવતા હોય છે, પરંતુ તેઓએ પાંચ દિવસ પહેલા જે લાઇટ બિલ ની રકમ ભરી દીધી હતી..

તેનો મેસેજ પાંચ દિવસ પછી આવ્યો હતો કે હજુ પણ તમારું લાઈટ બિલ સક્સેસફૂલી ભરાયું નથી, એટલા માટે તમારે ફરી વખત લાઈટ બિલ ભરવું પડશે નહીં તો તમારા ઘરની વીજળી કાપી નાખવામાં આવશે, આ મેસેજ વાંચીને અમિતભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા કે, તેઓએ માત્ર પાંચ દિવસ પહેલા જ લાઈટ બિલની રકમ ભરી છે..

છતાં પણ શા માટે આ રકમ ભરવાના તેવો કહી રહ્યા છે, આ મેસેજની સાથે સાથે નીચે એક મોબાઈલ નંબર પણ લખ્યો હતો. જો કોઈ પ્રશ્ન હોય તો આ મોબાઈલ નંબર પર ફોન કરવા માટે જણાવ્યું હતું, જ્યારે અમિતભાઈએ મોબાઈલ નંબર પણ ફોન કરીને માહિતી પૂછી હતી. ત્યારે આ નંબર પર વાત કરતી મહિલાએ જણાવ્યું હતું કે, તમારા ઘરનું લાઈટ બિલ ભરવાનું બાકી છે..

તમે પાંચ દિવસ પહેલા ભર્યું હશે, પરંતુ કોઈને કોઈ સર્વરની ખામીને કારણે આ બિલ ની રકમ તેમના સુધી પહોંચી નથી જો તમારા ખાતામાંથી બિલ ની રકમ કપાઈ ચૂકી હશે, તો સાત દિવસની અંદર તમારા ખાતાની અંદર પરત આવી જશે પરંતુ અત્યારે તમે તાત્કાલિક ધોરણે આ લિંકની મદદથી નવું રકમનું બિલ ભરી દેવું જોશે નહીં તો આવતીકાલે તમારા ઘરની વીજળી કાપી નાખવામાં આવશે..

અમિતભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા એટલા માટે તેઓએ આ લિંક ઉપર ક્લિક કરીને ફરી વખત બિલ ભરવા માટે જઈ રહ્યા હતા, તેઓએ બિલ ભરવા માટે તેમની ક્રેડિટ કાર્ડની માહિતીઓનો ઉપયોગ કર્યો હતો, આ લિંક ખોલતાની સાથે જ તેમના ક્રેડિટ કાર્ડ સહિત બેંકના કુલ ₹1,50,000 તેમના ખાતામાંથી ડેબિટ થઈ ગયા હતા..

માત્ર એક લિંક ઉપર હડકતાની સાથે જ તેમને 1,50,000 ની ખૂબ જ મોટી છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવી ગયો હતો. આ ઘટનાને લઈને તરત જ અમિતભાઈ નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારથી આ કેસને સાયબર ક્રાઇમમાં ધકેલવામાં આવ્યો હતો. સૌપ્રથમ તો અમિતભાઈના તમામ બેન્ક એકાઉન્ટને પણ બંધ કરાવવામાં આવ્યા અને કોઈપણ પ્રકારના ટ્રાન્જેક્શન નહીં થાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી હતી..

અને ત્યારબાદ આ રૂપિયા તેમના ખાતામાંથી કટ થઈને કયા ખાતાની અંદર જઈ રહ્યા છે તેમજ તેઓએ લિંક ઉપર ક્લિક કરતા ની સાથે એવું દ્રશ્ય દેખાયું હતું અને તેઓએ શું ઓટીપી આપ્યો છે કે નહીં..? વગેરેની માહિતી પોલીસ મેળવી રહી છે, પરંતુ માત્ર એક લાઈટ બિલ ભરવાના મેસેજની લીંક ખોલતા ની સાથે જ તેમને એક લાખ પચાસ હજારની જમાપુંજી ગુમાવી દેવાનો વારો આવ્યો હતો..

જ્યારે આ ઘટના વિશે અમિતભાઈ તેમની પત્નીને જણાવી ત્યારે તેમની પત્ની પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ હતી કારણ કે, આ મંદિરના સમયની અંદર રૂપિયાની કમાણી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને એમાં પણ જો કોઈ વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તો દુઃખની આવી ઘડી ક્યારે પણ સહન થતી નથી..

એને પગલે છેતરપિંડી કરનારા લોકો ખૂબ જ વધી ગયા છે, એટલા માટે દરેક બાબતોમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે ક્યારેય છેતરપિંડીનો ભોગ બનીએ નહીં અને સુખ શાંતિથી જીવન જીવી શકીએ. આ ઘટનાએ ચારેકોર ચકચાર મચાવી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *