Breaking News

‘તમારી ગાડીમાં તો પંચર પડ્યું છે’ કહીને વેપારીનું ધ્યાન ભટકાવીને લુંટારા કર્યું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ, ધોળા દિવસે હોશ ઉડી ગયા..!

આપણે કોઈપણ કામ કરતા હોઈએ ત્યારે તેના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે, જો બરાબર ધ્યાનથી કામ કરવામાં ન આવે તો કામની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. કેટલાય લોકોને કામકાજ કરતાની સાથે સાથે વાતચીત કરવાનું તેમજ અન્ય કોઈ કામની અંદર વ્યસ્ત રહેવાનું પણ વધારે પસંદ હોય છે..

પરંતુ આમ કરવાથી કોઈ પણ કામ ચોક્કસાઈથી થતું હોતું નથી, અત્યારે એક વેપારી કામકાજની અંદર વ્યસ્ત હતા અને એ વખતે કોઈ અજાણ્યા વ્યક્તિ આવીને તેમનું ધ્યાન ભટકાવીને જતા રહ્યા હતા અને તેમને ખબર પણ રહી નહીં. આ ઘટના પાછળ જતા એટલી ભયંકર સાબિત થઈ હતી કે, આ વેપારીને ધોળા દિવસે જ અંધારા આવી ગયા હતા..

આ ઘટનાને જાણીને દરેક લોકોએ ચેતવું જોઈએ અને જે પણ કામ કરીએ છીએ તેની અંદર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે, આવનારા દિવસોમાં દિન પ્રતિદિન સમય અઘરો સાબિત થવા જઈ રહ્યો છે. અત્યારે વિષ્ણુ પાર્કમાં રહેતા કાંતાભાઈ નામના વેપારી તેમના એક ક્લાઈન્ટ પાસેથી પેમેન્ટ લેવા માટે તેમની કાર લઈને ગયા હતા..

તેઓ ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા હતા, એટલા માટે તેઓને પેમેન્ટ લેવા માટે ઘણી બધી વાર ક્લાઈન્ટ પાસે જવું પડતું હતું. તેઓ તેમની ફોરવીલર કાર લઈને સવારે વિષ્ણુપાર્કએથી નીકળી અંદાજે સાત કિલોમીટર દૂર આવેલા ઓફિસે પેમેન્ટ લેવા માટે ગયા હતા અને ત્યાંથી રોકડું પેમેન્ટ લઈને તેઓ તેમના ઘરે પરત આવતા હતા..

એ વખતે રસ્તા ઉપર તેઓ પાન મસાલો ખાવા માટે ઊભા રહ્યા હતા અને પાન મસાલો ખાઈને જ્યારે તેઓ પોતાની કારની અંદર બેઠા ત્યારે અચાનક જ બે અજાણ્યા યુવકો આવ્યા હતા અને તેઓએ કાંતા ભાઈને જણાવ્યું કે તમારી ગાડીમાં તો પંચર પડી ગયું છે, તમારે આ પંચરને સરખું કરાવવું જોઈએ નહીં તો તમારા ટાયરને પણ નુકસાન થઈ શકે છે..

જ્યારે કાન્તાભાઈ આજાણ્યા વ્યક્તિઓની વાત સાંભળી ત્યારે તેઓ કારમાંથી નીચે ઉતરીને કયા ટાયરમાં પંચર પડ્યું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. તેઓ નીચે ઉતારી અને જોયું તો તેમના ચારમાંથી એક પણ ટાયરની અંદર પંચર હતું નહીં, તેવો ઊંડા વિચારમાં મુકાઈ ગયા કે આ બંને અજાણ્યા યુવકો શા માટે તેને પંચરની વાત કહીને કારમાંથી નીચે ઉતરાવ્યો હશે..

કારણકે તેમની કારની અંદર તો બધા ટાયરમાં વ્યવસ્થિત હવા ભરાયેલી છે, તેઓએ આ બંને અજાણ્યા વ્યક્તિઓની વાતને નકારી કાઢીને સમજવા લાગ્યા કે આ બંને યુવકો તેની સાથે મજાક મસ્તી કરીને જતા રહ્યા છે તેમ સમજી તેવું પોતાની કારમાં બેસીને તેમના ઘરે આવવા માટે નીકળી ગયા હતા..

જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને પાછળની સીટ ઉપરથી 9 લાખ રૂપિયાના પેમેન્ટ ભરેલો થેલો બહાર કાઢવાની કોશિશ કરતા હતા, ત્યારે તેઓએ જોયું તો આ થયેલો પાછળની સીટમાંથી ગાયબ થઈ ગયો હતો. આ થેલાની અંદર 9 લાખ રૂપિયા હતા અને આ થેલો ક્યાં ગાયબ થયો હશે તે તે વિચારવા લાગ્યા હતા..

તેમના તો હોશ ઉડી ગયા હતા કારણ કે, આવડું મોટું પેમેન્ટ માત્ર એક જ ઝાટકે તેમના હાથમાંથી જતું રહેતા તેમની માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા, જ્યારે તેઓએ ઊંડો વિચાર કર્યો ત્યારે તેમને જણાવ્યું કે, ગાડીમાં પંચર પડ્યું છે. તેવી વાતો કહેવા આવેલા બે અજાણ્યા યુવકોએ તેમનું ધ્યાન ભટકાવી દીધું અને જ્યારે પંચર ચેક કરવા માટે કાંતાભાઈ તેમની કારમાંથી નીચે ઉતર્યા ત્યારે..

આ બંને અજાણ્યા યુવકોએ આ થેલાને લૂંટી ને ત્યાંથી ચાલતી પકડી લીધી હશે, આ વાતની જાણકારી જ્યારે કાન્તા ભાઈના પરિવારના દરેક સભ્યો સુધી પહોંચી ત્યારે દરેક લોકો કાનતા ભાઈને સલાહ શિખામણ આપવા લાગ્યા હતા કે, તમારે ક્યારેય પણ આવી ભૂલ કરવી જોઈએ નહીં જો કોઈ પણ કામકાજ આપણે કરીએ છીએ..

તો હંમેશા તેની અંદર પુરતું ધ્યાન આપવું જોઈએ અને જ્યારે એ કામ પૂરું થઈ જાય ત્યારબાદ જ બીજું કામ હાથમાં લેવું જોઈએ, અત્યારે કાંતા ભાઈએ પેમેન્ટ લેવા ગયા તેની સાથે સાથે પાન મસાલો ખાવા માટે પોતાની કાર થોભાવી હતી અને ત્યારબાદ તેઓ આ અજાણ્યા વ્યક્તિઓની વાતમાં આવી જઈને તેમનું ધ્યાન ભટકી ગયું..

અને આ અજાણ્યા યુવકો પૈસા ભરેલો થેલો લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ ચૂક્યા હતા. ઘટના આટલી બધી ગંભીર હતી કે, કાન્તાભાઈ તેમના મોટા દીકરાને સાથે લઈને તેમના ઘરની નજીકની પોલીસ ચોકી એ ફરિયાદ નોંધાવા માટે પહોંચી ગયા હતા કે, તેમની સાથે નવ લાખ રૂપિયા ની છેતરપિંડી થઈ છે..

અને બે અજાણી યુવકો તેમનું ધ્યાન ભટકાવીને 9 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને રફુ ચક્કર થઈ ગયા છે, પોલીસે ફરિયાદ નોંધ હતી અને જ્યારે સીસીટીવી કેમેરાની તપાસ મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ બંને અજાણ્યા યુવકો કાંતાભાઈ તેમના ક્લાઈન્ટ પાસેથી પેમેન્ટ લેવા માટે ગયા હતા..

ત્યાંથી તેમની પાછળ પાછળ આવી રહ્યા હતા અને મોકો જોતાની સાથે જ તેઓએ કાન્તા ભાઈનું ધ્યાન ભટકાવી દીધું હતું અને આ પૈસા ભરેલો થેલો લઈને ત્યાંથી ટફુ ચક્કર થઈ ગયા હતા, આ બંને યુવકો બાઇક લઈને આવ્યા હતા તેઓએ મોઢા ઉપર હેલ્મેટ પહેર્યો હોવાને કારણે તેમનું મોઢું વ્યવસ્થિત ઓળખી શકાય એવું નથી…

જ્યારે તેમની બાઈકની નંબર પ્લેટની તપાસ કરવામાં આવી ત્યારે જ ખબર પડી કે, આ બાઈક અંદાજે ચાર વર્ષ પહેલાં જ ચોરી થઈ ચૂકી હતી જેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશન એ નોંધાવવામાં આવી હતી ચોરી કરેલી બાઈક લઈને જ આ ચોર લુંટારાઓ ચોરી કરવા માટે આવી પહોંચ્યા હતા..

જેથી કરીને તપાસ દરમિયાન તેમની કોઈ પણ માહિતી મળી શકે નહીં. આ બાઈક શહેરમાં કઈ તરફ આગળ વધી રહી છે, તેની પોલીસ દરેક સીસીટીવી કેમેરાની મદદથી તપાસ મેળવી રહી છે. આ ચોર લુટારાઓ ચોરી કરતાની માત્ર અડધી કલાકની અંદર જ શહેર મૂકીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા..

તેઓએ હાઇવેનો રસ્તો પકડી લીધા બાદ તેઓ આગળ કઈ દિશા તરફ આગળ વધ્યા હશે, તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. કાંતાભાઈ તેમજ તેમના પરિવારજનોને તો અત્યારે ખૂબ જ દુઃખનો માહોલ આવી ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *