Breaking News

તળાવમાં તરતા દેખાયા 2000ની નોટો ના બંડલ, અંદાજે કરોડો રૂપિયાના બંડલ મળી આવ્યા, જાણો શું છે હકીકત..!

લોકડાઉન પછી મોટાભાગના જિલ્લાઓમાં મંદીનો માહોલ દેખાય આવ્યો છે. એવામાં સામાન્ય લોકો માટે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જતું હોય છે. એવામાં જો અચાનક જ પાણીમાં તરતા 2000 રૂપિયાની નોટોના બંડલ દેખાઈ આવે તો કોઈ લોકોના મન લલચાઇ જાય છે..

અને તેને લેવા માટે સૌ કોઈ લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ રાજસ્થાનના અજમેરમાં આનાસાગર તળાવ આવેલું છે. ત્યાં 2000ની નોટો ના બંડલ કરતાં જોવા મળ્યા હતા. મામલો સામે આવતા જ આસપાસના લોકોએ આ દ્રશ્ય જોયા બાદ સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

આ દ્રશ્ય જે કોઈ લોકો એ જોયું હશે તે સૌ કોઇના મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યો હશે કે આવી ઘનઘોર મંદિમાં 2000 રૂપિયા ની નોટોના બંડલ આવી રીતે કોણ ફેંકીને જતું રહ્યું હશે..? શું આ પૈસા અસલી છે કે નકલી..? વગેરે ઘણા બધા સવાલોની ચર્ચા ત્યાં ઉભેલા લોકો કરી રહ્યા હતા. એવામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી..

અને તરવૈયાઓની મદદથી આનાસાગર તળાવ માંથી કુલ 54 બંડલ કાઢવામાં આવ્યા હતા. દરેક મંડલ 2000 રૂપિયાની નોટોનું હતું. અંદાજે કુલ એક કરોડ ઉપર રકમના આ બંડલ પાણીથી એકદમ પલળી ગયા હતા. તમામ નોટો પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નામ લખેલું છે. તેમજ 2000 ની નોટ એકદમ અસલી હોય એ પ્રકારની જ લાગી રહી છે.

આ તમામ નોટ ના બંડલ પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યા હતા. આ મામલો રાજસ્થાનના પુષ્કર રોડ પાસે આવેલી પબલિક સ્કૂલ પાસેના આના સાગર તળાવનો છે. શરૂઆતમાં ત્રણ થેલી મળી આવી હતી. જે પાણીમાં તરતી હતી તેની અંદર બે હજાર રૂપિયાની નોટોની બંડલ હોવાની માહિતી મળી હતી..

પોલીસે આના સાગર તળાવ માંથી આ તમામ પૈસાને બહાર કાઢ્યા છે. ત્યારબાદ તેમને જપ્ત કર્યા છે. આ નોટ અસલી છે કે નકલી તેનો કોઇ ખ્યાલ મળ્યો નથી. પરંતુ નોટો પર રિઝર્વ બેંકનું નામ લખેલું છે. આ તમામ નોટો પાણીમાં હોવાને કારણે ભીની થઈ ગઈ છે. રિઝર્વ બેંક તેમજ બીજી બધી બેંકો પાસેથી પણ આ માહિતીની જાણકારી લેવામાં આવશે..

અને તપાસ કરવામાં આવશે આ નોટો આનાસાગર તળાવમાં કયા વ્યક્તિએ ફેંકી દીધી છે. તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ આ તમામ નોટો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *