Breaking News

તાલાલા માર્કેટયાર્ડમાં કેરી વેચાણના શ્રી ગણેશ, પ્રથમ બોક્સ રેકોર્ડબ્રેક ભાવે વેચાયું, કેસર કેરીનો ભાવ જાણીને ડોળા ફાટી જશે..!

હાલ બજારમાં કેરી આવવાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ આ કેરીને ખરીદવા માટે સૌ કોઈ લોકો સમર્થ નથી. કારણ કે પાછળના વર્ષે અનિયમિત વાતાવરણને પગલે મોટાભાગના કેરીના બગીચાઓ માંથી કેરીનો પાક ખરી ગયો હતો…

તેમજ જે આંબા ઉપર વધારે કેરીઓ આવી છે. તેમાં કોઇ ચોક્કસ સડો જોવા મળ્યો છે. જેના કારણે કેરીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછું થયું છે. જ્યારે કેરી ખાવાના શોખીન લોકોની સંખ્યા ખુબ વધારે છે. એટલે કે કેરીની ડિમાન્ડ દિનપ્રતિદિન વધતી જ જાય છે.

તૌક્તે વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આંબા ઉપર જે કેરીનો ફાલ આવેલો હતો. એ તમામ ફાલ ખરી ગયો છે. તેમજ આંબા ઉપર કેરી પીળી પડીને તેની જાતે જ નીચે પડી જતી હોય છે. ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગીર પંથકમાં તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ કેરીનો પાક ખૂબ જ મોડો દેખાયો છે..

એટલા માટે આ વર્ષે કેરીના પાક ના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં કાચી કેરીનું એક બોક્સ ના ભાવ અંદાજે 1500 રૂપિયા 3000 રૂપિયા ને પાર વેચાઈ રહ્યું છે. એટલે કે છૂટક બજારમાં એક કિલો કેરીનો ભાવ 500 રૂપિયા થી 700 રૂપિયા સુધી પણ જોવા મળ્યો છે.

વાતાવરણની અનિયમિતતાને લીધે આ વર્ષે ગીરની કેસર કેરીનો ઉતારો ખુબ જ ઓછો થયો છે જેના કારણે પ્રથમ દિવસે તાલાલા યાર્ડમાં માત્ર 2600 બોકસ જ હરાજી માટે આવ્યા હતા. જે ગયા વર્ષની સરખામણીએ 3 હજાર બોકસ ઓછા આવ્યા હોવાની માહિતી મળી છે. વર્ષો જૂની રીતી મુજબ આજે તાલાલા યાર્ડમા કેરીની હરાજીમાં પ્રથમ કેરીનું બોકસ રૂ.16 હજારમાં વેંચાયુ હતુ.

આ રકમને ગૌશાળામાં અર્પણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હરાજી આગળ વધતા કેસર કેરીના પ્રતિ એક બોકસના ઓછા ભાવ રૂ.500 અને ઊંચા ભાવ રૂ.1500 સુઘી બોલાયા હતા. જેમાં નાના અને મધ્યમ કેરીના ફળના એક બોકસના રૂ. 700 થી 800 જેવો ભાવ સરેરાશ રહ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *