Breaking News

તાજી જ જન્મેલી બાળકીનું હોસ્પિટલમાંથી અપહરણ, માતાની હાલત ખુબ જ ખરાબ.. વાંચો દીકરીની કરુણ કહાની..!

દીકરી વહાલનો દરિયો છે. બેટી પઢાવો – બેટી બચાવો ના નારાથી સરકાર લોકોમાં દીકરી પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે જયારે એક બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક જ દિવસની તાજી જન્મેલી બાળકીનું કોઈકએ અપહરણ કરી નાખ્યું. આ સમાચાર સાંભળતા જ તમારા મનમાં એક દીકરી પ્રત્યેની દયાભાવના પેદા થઈ જશે. પરતું અપહરણ કરનારે એક મિનીટ પણ દીકરીની માતા વિશે વિચાર્યું નહી હોઈ.

રાજ્યોમાં દરેક પ્રકારના ગુનાનું પ્રમાણ વધતું જાય છે. લોકો જાત જાતના ગુનાઓ કરે છે જે તમે ક્યારેય સાંભળ્યા પણ નહી હોઈ. તેવી જ રીતે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકી સાથે ચોંકાવનારી ઘટના બની છે જે સાંભળતા જ તમારા રુંવાડા બેઠા થઈ જશે.

સોલા સિવિલ હોસ્પિટલમાં એક માતાએ હજુ બાળકીને જન્મ આપ્યો જ હતો ત્યાં PNC વોર્ડમાંથી રાત્રે બાળકીનું અપહરણ કરીને ઘટનાને અંજામ આપી દીધું છે આરોપીએ. આ બનાવ બનતા જ લોકોમાં ખળભળાટ મચી ગયો હતો કારણકે બાળકી હજુ 1 દિવસની જ છે. આ ઘટના બનતા જ પોલીસે કામગીરી હાથ ધરી છે અને ફરિયાદ નોધી નાખી છે.

સોલા પોલીસે રાજ્યના અન્ય પોલીસ થાનામાં પણ બાળકીને અપહરણ કરનારના હાથોથી મુક્ત કરવા અંગે કામગીરી હાથે ધરવા કહી દીધું છે. બીજી બાજુ હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે. માહિતી મુજબ 31 તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં PNB વોર્ડમાં એક બાળકીનો જન્મ થયો હતો.

જન્મ થતા જ એક અજાણ્યો શખ્સ ત્યાં દાખલ થયો હતો અને 2 તારીખે બાળકીને 3 વાગ્યે અપહરણ કરીને લઈ ગયો હતો. સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ થયું છે તેનો પરિવાર સરસ્વતિ રાજેન્દ્ર પાસી મુળ અમેઠીના વતની છે. આ ઘટના બાદ તેમને સોલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે.

હાલમાં પોલીસે સમગ્ર ઘટના જાણીને બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. સોલા હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે. સોલા હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે સવાલો ઉભા થયાં છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *