Breaking News

તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં મોટો વધારો ઝિંકાયો, ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓની આંખો થઈ લાલ..!

હાલ વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગના લોકોનું જીવવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બનાવી દીધું છે. કારણ કે રોજ તથા ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય લોકોની કમર ભાંગી ગઇ છે. એક બાજુ રોજગારીની તકો તેમજ મંદિની લહેરો પરિવારને પરેશાનીમાં મૂકી રહી છે.. તો બીજી બાજુ ભાવ વધારો પણ ટેન્શનમાં વધારો કરી રહ્યો છે.

છેલ્લા થોડા દિવસથી સીંગતેલ કપાસિયા તેલની સાથે સાથે સનફ્લાવર તેલમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલના ભાવો શેરબજારની જેમ રોજ ઉપર-નીચે થઈ રહ્યા છે. થોડા થોડા દિવસે વધારો નોંધાતાની સાથે જ ગૃહિણીઓની આંખો ફાટી નીકળી જાય છે.

જ્યારે રોજના વધારાની સામે ઘટાડો માત્ર નજીવો નોંધાઇ છે. સિંગતેલના ભાવ મગફળીના ભાવ પર આધારિત હોય છે. મગફળીના ભાવમાં દર વર્ષે થોડો થોડો વધારો થાય છે.. પરંતુ સિંગતેલના ભાવ થોડા થોડા નહીં પરંતુ એક સામટા વધવાથી ગૃહિણીઓના બજેટ ભાંગી પડે છે. છેલ્લા એક મહિનાની અંદર સિંગતેલના ભાવ અંદાજે પાંચ થી છ વખત વધ્યા છે.

જેમાં એક સાથે જ વધારો કરવામાં આવે છે. છેલ્લા બે દિવસની અંદર સિંગતેલના ભાવમાં અંદાજે 50  રૂપિયાનો વધારો થયો છે. તેમજ હજુ પણ આવનારા 2 અઠવાડિયાની અંદર અંદર સિંગતેલના ભાવોમાં અંદાજે 50 થી 100 રૂપિયાનો વધારો નોંધાઈ તેવી શક્યતાઓ રહેલી છે. આ સમાચાર સામે આવતા જ ગૃહિણીઓની આંખ લાલઘૂમ થઈ રહી છે.

કારણ કે રોજબરોજ વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન દોહલું બનાવી દીધું છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ખૂબ જ ઓછી માત્રામાં થયું છે. તેમજ બજારમાં સીંગતેલની માંગ ખુબ મોટા પ્રમાણમાં છે. અને સિંગનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે.. એટલા માટે આ માંગને સંતોષી શકાય તેમ નથી.

તેમજ મોટા મોટા વેપારીઓએ સીંગતેલની સંગ્રહખોરી પણ કરીને રાખેલી છે. એટલા માટે સિંગતેલના ભાવ ભડકે બળી રહયા છે. આ ભાવ ત્રણ હજાર રૂપિયાની અપાર થઈ જશે. ત્યારબાદ તેમાં થોડો ઘણો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે.. પરંતુ હાલ સિંગતેલના ભાવ અત્યાર સુધીની તમામ સપાટી અને કુદાવી ગયા છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધવાને કારણે મધ્યમ વર્ગીય લોકો સનફ્લાવર અને પામોલિન તેલ ખાવા માટે મજબૂર બન્યા હતા. પરંતુ હાલ તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે.જ્યારે ખાદ્યતેલના ભાવમાં એક સામટો 50 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એટલા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સીએનજી અને એલપીજી ગેસ બાદ ખાદ્ય તેલના ભાવ પણ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *