Breaking News

જો તાવ, શરદી કે ઉઘરસ આવતા હોઈ તો પહોચી જજો દવાખાને, તાવના લીધે 10 વર્ષીય બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત..

ચોમાસું આવતા જ જાત જાતના રોગોમાં વધારો થઈ જાય છે. આ ચોમાસે કોરોના તો હતો જ પણ હવે સામાન્ય રોગો જેવાકે તાવ, શરદી, ઉઘરસ તેમજ ડેન્ગ્યું અને મેલેરિયાને ઉપાડો લીધો છે. આ રોગોના કેસોમાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. દરેક રાજ્યોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી મળતી માહિતી મુજબ ડેન્ગ્યું મેલેરિયા એ વેગ પકડયો હોઈ તેવું જણાઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશોમાં કેસો તો એટલી હદે વકરી ગયા છે કે 100 બેડની હોસ્પિટલમાં પણ 300 જણ એડમિટ થયેલા છે. તાવ- ડેન્ગ્યું – મેલેરિયાને લીધે છેલ્લા  અઠવાડિયાથી ૫૦ કરતા વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતના સુરતની વાત કરીએ તો ઓગસ્ટ માસમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ગેસ્ટ્રોના 450થી વધુ કેસ નોંધાયા છે. છતાં તંત્ર હજી ગૌર નિન્દ્રામાં સુતું હોય તેમ રોગચારો કાબુમાં હોવાના દાવા કરી રહ્યું છે.

નજીવા વાયરલ ફીવર ના કારણે ઘણા લોકો દમ તોડી બેઠા છે જેમાં તાજેતરમાં જ અડાજણમાં એક આધેડને અચાનક માથાના દુખાવા અને ઉલટી બાદ મોત થયું હતું, વડોદરાના 10 વર્ષના બાળકે પણ જીવ ગુમાવ્યો હતો, પાંડેસરાના રાહુલભાઈના 10 વર્ષના પુત્રએ પણ તાવ અને ઉલટી બાદ જીવ ગુમાવ્યો હતો..

સુનીલ નીલેષ રાઠોડને બપોરે અચાનક તાવ ચડી ગયો હતો અને ત્યાર બાદ ચક્કર ખાઈને ઢાળી પડ્યો હતો. તેને તાતકાલીક હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અડાજણમાં રેહતા રાકેશભાઈ છેલ્લા 4 વર્ષથી પેરાલીસીસથી પીડાતા હતા. તેઓને પણ માથામાં અસહ્ય દુખાવા બાદ તરત જ ઉલટી થઈ હતી અને ત્યાર બાદ તેનું મોત થયું હતું.

સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાછળના મહિનામાં ડેન્ગ્યુના 30 ઉપર, મેલેરીયાના 150 ઉપર, તાવના 170 ઉપર અને ગેસ્ટ્રોના 90 જેટલા કેસ નોંધાયા છે, સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ધીરે-ધીરે વકરી રહ્યા છે. જ્યારે ઓગષ્ટ મહિનામાં નવી સિવિલમાં 20 ડેન્ગ્યુના, 105 મલેરિયા, 41 તાવ અને 33 ગેસ્ટ્રોના દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાં 15 ડેન્ગ્યુ, 48 મલેરિયા, 135 તાવ અને 57 ગેસ્ટ્રોના દદી સારવાર અર્થે આવ્યા હતા.

જયારે પાલિકા ચોપડે ઓગષ્ટ મહિનામાં મેલેરીયના 107 અને ડેન્ગ્યુના 22 કેસ નોધાયા છે. આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં સપડાતા ઘણા વ્યક્તિઓ સારવાર માટે દવાખાનાઓમાં અને ખાનગી હોસ્પિટલમાં જઈ રહ્યા છે સાથે 3 ના મોત.પણ નિપજ્યા છે છતાં સુરત મનપાનું આરોગ્ય વિભાગ રોગચારો કાબુમાં હોવાના દાવા કરી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] 

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *