Breaking News

તાવ આવતા 5 વર્ષની દીકરીને દવાની ટીકડી પીવા આપી, પીતા-પીતા બન્યું એવું જે થઈ ગયું મોત, માતા-પિતા ખાસ વાંચે આંખો ફાડતો આ કિસ્સો..!

નાના બાળકોના જન્મ થતાની સાથે જ માતા-પિતા ઉપર વધુ એક જવાબદારી આવી પડી હોય છે. કારણ કે તેઓને નાનપણથી જ સારી સારી બાબતો શીખવી અને તેમના જીવનનું ઘડતર કરવું પડે છે. તેમજ તેમની દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો માતાપિતા તેમના બાળકોને સારસંભાળ રાખવામાં સહેજ પણ ચૂક થઈ જાય તો ક્યારેક એવું થઇ જતું હોય છે..

કે જેના કારણે આખી જિંદગી પર પસ્તાવો થતો હોય છે. માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં મારુતિ નગર વિસ્તારમાં રુસ્તમ પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં બિલાલ અન્સારી પોતાના પરિવારજનો સાથે રહે છે. બીલાલ પોતે સાડીમાં ફોલ્ડિંગ નું કામકાજ કરે છે..

પરિવારમાં તેમને એક પત્ની અને તેમની એક દિકરીનો સમાવેશ થાય છે. તેમની દીકરી મુસ્કાન માત્ર પાંચ વર્ષની છે. તેને એક દિવસ અચાનક જ તાવ આવી ગયો હતો. શરીર ધીમે ધીમે એટલું બધું ગરમ થવા લાગ્યું હતું કે તેને તાત્કાલિક દવાખાને લઈ જવી પડી હતી. એટલા માટે બિલાલ ભાઈ તેમની દીકરી મુસ્કાનને નજીકના દવાખાનામાં લઇ ગયા હતા.

જ્યાં ડોક્ટરે તાવને લઇને જરૂરી દવાઓ આપી હતી. અને માતા-પિતાને જાણ કરી હતી કે, આ દવા યોગ્ય સમયે પીવરાવી દેજો જેથી કરીને મુસ્કાનને આવેલો તાવ ઠીક થઈ જશે. બીજા દિવસે મુસ્કાનની તબિયતમાં ઘણો બધો સુધારો પણ આવી ગયો હતો. દવાખાનેથી ડૉક્ટરે જે ટીકડીઓ આપી હતી દીકરીને જુદા જુદા સમયે માતા-પિતા મુસ્કાનને એક વાટકામાં ઓગાળીને પીવડાવતા હતા..

જેથી કરીને તાવ ઉતરી થઈ જાય પરંતુ એક સમયે મુસ્કાન એ આ ટિકડી ને જાતે જ ગળવાનો પ્રયત્ન કર્યો હતો. મુસ્કાન અવારનવાર ઘરનાં અન્ય સભ્યોને દવાની ટીકડી મોઢામાં મૂકી પાણી પીને ગળતી જોતી હતી. એ જોઈને તેણે પણ દવાની ટીકડી મોઢામાં મૂકી ગળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ટિકડી તેના ગળા પ્રમાણે ખૂબ જ મોટી હોવાથી તેના ગળામાં શ્વાસનળીની અંદર ફસાઈ ગઈ હતી.

જોતજોતામાં તો શ્વાસ નળી બ્લોક થઈ ગઈ અને મુસ્કાનને શ્વાસ રુંધાવા લાગ્યો હતો. અને ધીમે ધીમે ધીમે આંખો બંધ કરી ગયા અને બેભાન થઈ ગઈ હતી. ત્યારે માતા-પિતા જોયું કે મુસ્કાન બેભાન થઈ ગઈ છે. એટલા માટે તેઓ તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાનામાં લઇ ગયા હતા અને ત્યાંથી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા..

પરંતુ સિવિલ હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં તો ઘણો સમય લાગી ગયો હતો. અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મુસ્કાનની તપાસ બાદ જણાવ્યું કે તેમની દીકરીએ મૃત્યુ પામી છે. અને આ મૃત્યુનું કારણ બીજું કોઈ નહીં પરંતુ તેના ગળામાં શ્વાસનળીના ભાગે દવાની ટીકડી અટકી ગઈ છે. જેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. અને તેનું મૃત્યુ પામ્યું છે..

આ બાબતની જાણ જ્યારે લિંબાયત પોલીસને થઈ ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અને બીજી બાજુ મુસ્કાનનું મૃત્યુ થતાં તેના પરિવારજનોને માથે મોટું આફત આવી પડી હતી. કારણ કે પરિવારની વ્હાલસોયી દીકરી એવા કારણસર મૃત્યુ પામી છે કે જેના કારણે પરિવારજનો ને હંમેશા હંમેશા માટે દીકરી મુસ્કાન ની યાદો મગજમાંથી જશે નહીં..

કારણકે સમયે-સમયે માતા-પિતા તેને ટીકડી ઓગાળીને પીવડાવતા હતા. પરંતુ એક સમયે દીકરી એ આ પ્રયત્ન જાતે કરવાનો પ્રયાસ કર્યો અને અંતે તેનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુનો ખુબ જ ચોંકાવનારો બનાવ હતો. એટલા માટે ડોકટરોએ મુસ્કાન ને પોસ્ટમોર્ટમ કરવા માટે પરિવારને જણાવ્યું હતું. પરંતુ પરિવારે પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

એટલા માટે પોલીસે પોસ્ટમોર્ટમ રૂમમાં જ મૃત દેહને પરિવારજનોને સોંપી દીધો છે. જ્યારે નાના બાળકોને તાવ, ઉધરસ કે બીજી કોઈ પણ બીમારી થાય ત્યારે તેઓને સીરપ આપવામાં આવતી હોય છે. જેથી કરીને તેઓને આસાનીથી દવા પીવરાવી શકાય. પરતું આ ઉપરાંત બાળકોને દવાની ટીકડી આપવામાં આવતી હોય તો તેમના માતા-પિતા તેમને ઓગાળીને પીવડાવતા હોય છે.

પરંતુ આ બાળકીએ અજાણતા જાતે જ દવા પીવાનો પ્રયત્ન કર્યો હતો અને અંતે તેને મૃત્યુને ભેટવું પડ્યું છે. આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. તો બીજી બાજુ માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે. હકીકતમાં આ કિસ્સો સામે આવ્યા બાદ સૌ કોઈ માતા-પિતા તેમના બાળકોની દવા અંગે ખાસ ધ્યાન રાખશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *