Breaking News

તાઉ-તે અને ગુલાબ બાદ હવે “શાહીન” વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા તૈયાર, આ તારીખે ત્રાટકશે ગુજરાત પર.?

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખુબ બહાયાનક તબાહી ફેલાવી હતી. લોકોની જમીન, મકાન અને પશુઓ પણ તણાઈ ગયા હતા. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. ખુબ જ નુકસાની સહન કરવી પડી હતી.

ત્યાર બાદ હવે ગુલાબ વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા પહોહી ગયું છે. ગુલાબ વાવાઝોડાને પગલે ગુજરાતભરમાં આગામી 3 થી 5 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તેમજ દક્ષીણ ગુજરાતમાં તો એટલો મુષકધાર વરસાદ વરસવાનો શરુ થઈ ગયો છે કે જેના લીધે તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે.

તાઉ-તે અને ગુલાબ બાદ હવે ત્રીજું વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તેવા દુખદ સમાચાર ગુજરાતના હવામાન વિભાગના સચિવ મનોરમા મોહંતીએ આપ્યા હતા. તેઓએ જણાવ્યું છે કે ઓડીશા અને આંધ્ર પ્રદેશમાંથી પ્રવેશેલા ગુલાબ વાવાઝોડાની ઈફેક્ટ અરબી સમુદ્રમાં થતા અરબ સાગરમાં ગુજરાત નજીક એક નવું ડીપ પ્રેશર સર્જાયું છે.

જે હવે વાવાઝોડાનું સ્થાન ગ્રહણ કરશે. અ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તેવી પૂરે પરી સંભાવના છે.  રાજ્યના 20 જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કારણ કે રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આજ સવારથી જ સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, અને અમદાવાદમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. હાલમાં તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ‘ગુલાબ’ નામનું વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું.

પરંતુ ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ થયો છે. સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં 5 ઇંચ તો ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ સટાસટી વરસી ચુક્યો છે. તો ભરૂચમાં 7 ઇંચ વરસાદથી ચારે કોર પાણી જ પાણી થયું છે.

ક્યારે ટકરાશે આ વાવાઝોડું : વાવાઝોડું શાહીન 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ગુલાબ વાવાઝોડાના પગલે કયા જીલ્લાઓમાં કેટલો વરસાદ : સુરતમાં સાંબેલાધાર વરસાદથી તાપી નદીનું જળસ્તર વધ્યું. તેમજ ઉકાઈડેમ ના ઉપર વાસમાં ભારે વરસાદ થતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં આજે 2 લાખ કયુસેક પાણી છોડ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે થઈ છે. જો હજી પાણી છોડવામાં આવશે તો શહેરમાં પાણી ઘુસવા લાગશે.

સુરતમાં નાવડીના ઓવારા સુધી પાણી આવી જતા લોકો પાણીનો નજારો જોવા ઉમટી પડ્યાં હતાં. સુરત શહેર સહિત જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ગત 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ 8.72 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પલસાણામાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.

ચોર્યાસીમાં ચાર ઈંચ, કામરેજમાં 3.56 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બારડોલીમાં 2.72 ઈંચ, મહુવામાં 2.73 ઈંચ, માંડવીમાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના માંગરોળમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈડેમમાં આવકમાં આવતું બધું પાણી છોડી દેવામાં આવે છે જેથી કરીને ડેમમાં પાણીનું સ્તર લેવલ સહે જળવાયેલું રહે.

રાજકોટમાં પર જેવી સ્થતિ : રાજકોટના ગોંડલમાં રાતભર વરસેલા ભારે વરસાદથી લોકોએ હાલાંકી વેઠવાનો વારો આવ્યો છે. ગત રાતે 12 વાગ્યા બાદ વીજળીના ગગડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દોઢ કલાકમાં ચારેક ઈંચ વરસાદ વરસતા રસ્તા પણ પાણી ભરાયા હતાં. મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા હતાં.

રાજકોટ શહેરમાં ગોંડલ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગરોડ, મવડી વિસ્તારમાં, સામાકાંઠા વિસ્તાર, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શાપર, વેરાવળ, મટોડા સહિતના વિસાતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. શાપર-વેરાવળ,મેટોડા સહિત GIDC વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. આ ઉપરાંત આટકોટ, જસદણ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો.

ભાવનગરમાં અતિભારે વરસાદ : ભાવનગર તેમજ બોટાદ જીલ્લાના ગઢડા, રાણપુર, વલભીપુર તેમજ ઉમરાળા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ભાવનગરના તળાજા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત રાતે પણ તળાજા પંથકાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારે પણ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો.

ભરૂચમાં ચારે કોર પાણી જ પાણી :  ભરૂચમાં રાતભર વરસેલા ભારે વરસાદને લઈને રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભરૂચ એસ.ટી ડેપો પાસે આવેલી ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતાં. રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *