Breaking News

“તારું કામ છે” એમ કહીને મેનેજર દેખાવડી યુવતીને કેબીનમાં બોલાવતો અને પછી તો કરવા લાગ્યો એવા કામો કે જાણતા જ લોકો મોઢે હાથ દઈને આંખો ફાડી ગયા..!

અત્યારની મહિલાઓ તો ઘરકામની સાથે સાથે નોકરી પણ કરે છે અને પરિવારને ખુબ જ મદદરૂપ બને છે. પરતું મહિલાઓની સુરક્ષા અંગેના સવાલો દિન પ્રતિ દિન ખુબ જ વધારે પ્રમાણમાં ઉભા થવા લાગ્યા છે. છેલ્લા એક મહિનાની અંદર અંદાજે 50 કરતા વધારે એવા કેસો નોંધાયા છે કે જેમાં મહિલાઓની સુરક્ષા અંગે વિચાર કરવાનો વારો આવે…

પોલીસ ખાતું આ પ્રકારના બનાવોને રોકવા માટે પુરતી મહેનત કરી રહ્યું છે. છતાં પણ આવા અપરાધો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. આ પ્રકારના બનાવવામાં વધુ એક દીકરી ભોગ બની છે. મૂળ ગુજરાતની એક મહિલા પુણેની આઇટી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

આ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો અજય કુમાર સિંહ કે જે પુણેના ખરાડી વિસ્તારમાં રહે છે. તેની નજર આ યુવતી ઉપર પડતાની સાથે જ તેણે આ યુવતી સાથે મિત્રતા બનાવી લીધી હતી. આજકાલ નજીવી વાતોમાં જ ફોસલાવી જઈને ઘણા બધા લોકો મિત્રતા બનાવી લે અને મન મૂકીને એકબીજા પર વિશ્વાસ કરી બેસે છે અને અંતે પછતાવું પણ પડે છે.

આ મેનેજર દરેક વાતોને લઈને આ યુવતી સાથે ખૂબ જ વાતચીત કરતો હતો. તેમજ ધીમે ધીમે તેની નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો.  નાના મોટા કામ માટે તે આ યુવતીને વારંવાર પોતાની કેબીનમાં પણ બોલાવતો હતો. કેબીનમાં બોલાવ્યા બાદ તેની સાથે ન કરવાની હરકતો અને વાતો કરવા લાગ્યો હતો..

એક દિવસ તેણે આ યુવતીને જણાવ્યું હતું કે હું તને પ્રેમ કરું છું. અને સામે જવાબમાં યુવતીએ પણ ઇનકાર કર્યો ન હતો. યુવક અને યુવતી એટલે કે મેનેજર અને એમ્પ્લોય બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. આ પ્રેમ પ્રકરણમાં મેનેજર અજય પહેલાથી જ લગ્ન જીવનમાં જોડાઈ ચૂક્યો હતો..

પરંતુ આ મહિલાના લગ્ન હજુ પણ થયા નહોતા. અજય અવારનવાર આ યુવતી ને જણાવતો હતો કે, તે પોતાની પત્નીને ડિવોર્સ આપી ને આ યુવતી સાથે લગ્ન કરી લેશે. પરંતુ આ વાતોને વારંવાર કહી કહીને તે યુવતી સાથે રંગરેલીયા પણ મનાવવા લાગ્યો હતો. લગ્નની ખોટી લાલચ આપીને તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી..

અને ત્યાર પછી થોડા થોડા સમયે જુદી-જુદી હોટલ અને ગેસ્ટ હાઉસમાં આ યુવતીને લઈ જતો હતો. અને ત્યાં તેની સાથે રાતો વિતાવતો હતો. આ પ્રકારની ઘટના ઘણા સમયથી ચાલતી હતી. યુવતી રોજ ઊઠીને અજયને લગ્ન માટે પૂછતી હતી. અને અજય રોજ આ યુવતીને કોઈને કોઈ બહાનાબાજી બતાવીને તેની સાથે સુઈ લેતો હતો.

તે રોજ આ યુવતીને વાયદાઓ પણ આપતો હતો. પરંતુ એકવાર આ યુવતીએ ઊંચા અવાજે અજયને લગ્નની વાત કરી હતી. એટલા માટે તે ઉશ્કેરાઈ ગયો હતો. અને આ યુવતી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. અંતે અજયનું મન યુવતીમાંથી ભરાઈ આવ્યું હતું. એટલા માટે તેણે તેના મિત્ર મૌલિકની મદદ લઈને આ યુવતીના નામ અંગે ખરાબ ખરાબ વાતો ફેલાવી હતી..

અને આખી કંપનીમાં યુવતીની બદનામી કરી નાખી હતી. આ યુવતી આ બનાવના કારણે એટલો બધો ત્રાસ અનુભવતી હતી કે, અંતે તેને નોકરી પણ મૂકી દેવી પડી હતી. અને પોતાના ઘરે ગુજરાત પાછું આવી જવું પડ્યું હતું. અંતે યુવતીએ પુણેના પોલીસ સ્ટેશનમાં અજય કુમાર સિંહ અને તેના મિત્ર મૌલિકની સામે ફરિયાદ નોંધાવી દેતા..

પોલીસ ખાતું તાત્કાલિત ધોરણે દોડતું થયું હતું. અને ન કરવાના કારનામાંઓ આચરવાના કેસમાં અજય કુમારની અટકાયત કરી છે. જ્યારે અજય કુમારના મિત્ર મૌલિક આચાર્યને ધાકધમકી અને દબાણ આપવાના કેસમાં સાલવી દીધો છે. હાલ આ બાબતે વધારે તપાસ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *