Breaking News

‘તારે આ મહિલાને વશમાં કરવાની છે’ કહીને તાંત્રિકને ધમકાવ્યો, તાંત્રિકે નાં પાડતા યુવકોએ કર્યું એવું કે, આવી ગયા ધોળા દિવસે અંધારા…!

એક બાજુ દેશ ડિજિટલ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. તો એક બાજુ કંઈકને કંઈક અંતરિયાળ ગામોમાંથી એવા બનાવો સામે આવ્યો છે કે જેને સાંભળીને વિશ્વાસ પણ થતો નથી. ભૂત પ્રેતની કહાનીઓમાં જોડાઈ જઈને કેટલાક લોકો તાંત્રિકની વાતોમાં આવી જતા હોય છે. અને જુદી-જુદી વિધિ કરવાના બહાને તાંત્રિક તેમની પાસેથી પૈસા પડાવીને જતા રહે છે.

અને તેમને ખબર પણ પડતી નથી. આવી ઘણી બધી ઘટના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. છેલ્લા બે અઠવાડિયાથી તો આવી ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે. અત્યારે એક આ પ્રકારનો જ મામલો સામે આવ્યો છે. ગોપાલગંજ વિસ્તારના મોહમ્મદપુર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડુમરીયા ગામમાં બે થી ત્રણ લોકોએ શિવજી શાહના દીકરા વિરેન્દ્રકુમારને એક મહિલાને વશમાં કરવાનું કહ્યું હતું..

વિરેન્દ્રકુમાર છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિધિઓ કરે છે. અને ભૂત પ્રેત કાઢવાનું કામકાજ કરતો હતો. ડુમરીયા ગામના જ બે યુવકોએ વિરેન્દ્રકુમારની પાસે આવીને કહ્યું કે, તારે એક મહિલાને વશમાં કરવાની છે. આ સાંભળતાની સાથે જ વીરેન્દ્ર કુમારે તેને આવા કાળા કારનામા કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી..

તેને કહ્યું કે, હું કોઈને વશમાં કરવાનું કામકાજ કરતો નથી. હું માત્ર ભૂત પ્રેતને ભગાડું છું. બસ આ સાંભળતાની સાથે જ માથાભારે બે યુવકો તેના ઉપર તૂટી પડ્યા હતા. તેઓ ખૂબ જ ગુસ્સે ભરાયા અને કહેવા લાગ્યા કે, અમે તને મોઢે માંગ્યા પૈસા આપીશું. પણ તારે આ મહિલાને વશમાં કરવાની છે..

અને ત્યારબાદ અમે જેવી રીતનું કહીશું એ રીતે જ મહિલા કામકાજ કરવી જોઈએ. પરંતુ તાંત્રિકે આમ કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી. તેણે કહ્યું કે, તેની પાસે ઘણા લોકો ખૂબ જ દૂર દૂરથી સારવાર કરાવવા માટે આવે છે. આ ઉપરાંત તેની સારવાર ખૂબ જ ફેમસ પણ થઈ ગઈ છે..

તે આવા કાળા કામોમાં ક્યારે ફસાશે નહીં. પરંતુ આ બંને યુવક આ તાંત્રિકની વાત માન્યા નહીં અને તેને જોડતી મારવા લાગ્યા હતા. તેને એટલો બધો ઢોર માર્યો કે, તેની હાલત ખૂબ જ લથળી ગઈ હતી અને તેને સરદારની હોસ્પિટલમાં સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હાલ તેને સારવાર ચાલી રહી છે..

જ્યારે મારામારીની ઘટના હોસ્પિટલ સુધી પહોંચી ત્યારે હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણકારી આપી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને શું થયું છે, તેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિરેન્દ્રકુમારને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ બંને યુવકો જબરજસ્તીથી તેને કોઈ મહિલાને વશમાં કરવાનું કહેતા હતા..

પરંતુ તેણે આ કામ કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દેતા તેના ઉપર તે લાકડી અને કુહાડી લઈને તૂટી પડ્યા હતા. જો તેને આસપાસના વ્યક્તિઓએ બચાવ્યો ન હોત તો આજે તેનો જીવ ચાલ્યો ગયો હોત અને એટલો બધો મારવામાં આવ્યો હતો કે, તેને સહન કરવો પણ ખૂબ જ મુશ્કેલ છે..

પોલીસે તાત્કાલિક આ ઘટનાનો ગુનો નોંધ્યો છે. અને આ બંને આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. લોકોની પૂછપરછ કરીને આ બંને વ્યક્તિ ક્યાંના છે, તેમના નામ શું છે.? અને તેઓ કયા વિસ્તારમાં રહે છે.? તેની પણ પૂછપરછ મેળવવામાં આવી રહી છે. જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે એકાએક સૌ કોઈ લોકો હચમચી ઉઠતા હોય છે. અત્યારે ગોપાલગંજ વિસ્તારના સૌ કોઈ લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *