છેલ્લા બે મહિનામાં કુલ 7 જેટલા બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે. અને વધુ એક કિસ્સો હતીડા તાલુકાના પુનલી ગામમાંથી નોંધાયો છે. સતત આ પ્રકારના કેસો નોંધાતા લોકો રોષે ભરાયા છે કે જો કોઈ મા-બાપ પોતાના બાળકોને સાચવી શકે તેમ ના હોય તો તેઓને શા માટે જન્મ આપતા હશે..?
કોઈપણ પ્રકારના ગેર સંબંધોના કારણે જન્મેલા બાળકોને પોતાના માતા-પિતાની ભૂલો શા માટે ભોગવવી પડે છે. આ પ્રકારના બનાવો બનતા લોકોમાં ખુબ જ રોષ ફાટી નીકળે છે. અને સરકારને સામે માગ કરી રહ્યા છે કે, આ બાળકના માતા પિતાઓને તાત્કાલિક ધોરણે ઝડપીને તેઓને કડકમાં કડક સજા આપવામાં આવે..
જેથી કરીને અન્ય કોઈ માતા-પિતાઓ પોતાના નાના બાળકોને ત્યજી દેવાન વિચાર પણ ન કરે. હતીડા તાલુકાના પુનલી ગામમાં ઘનુભાઈની વાડીમાં સવાર સવારમાં એક અજાણી સ્ત્રી આવી પહોંચી હતી. ઘનુભાઈની વાડીમાં એક બાળકીને મૂકીને કોઈ જોવે નહીં એવી રીતે ફટાફટ ત્યાંથી ભાગી ગઈ હતી..
આ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને વાડીના માલિક ઘનુભાઈ તેમજ અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને જોયું તો એક નવજાત બાળકી સાવ ખુલ્લી હાલતમાં વાડી માંથી મળી આવી હતી. આસપાસના લોકોને પૂછવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું કે હકીકતમાં એક સ્ત્રી ખૂબ જ ઝડપથી આ વાડીમાં આવી હતી.
અને આ બાળકીને અહીંયા મુકીને ચાલી ગઈ હતી. બાળકીની હાલત ધીમે ધીમે ગંભીર થતી હતી. એટલા માટે ગામના લોકોએ 108ને બોલાવી ને આ બાબતની જાણ કરી હતી. આ ફરિયાદ મળતા 108 તાત્કાલિક ધોરણે આ ગામે પહોંચી હતી. અને બાકી ને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગઈ હતી..
તો બીજી બાજુ ઘનુભાઈએ સાથે જ પોલીસને આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ શરુ કરવામાં આવે અને આ બાળકીના માતા-પિતાને ગોતીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ બાળકીને શા માટે ત્યજી દેવામાં આવી હશે..? એના કારણો પાછળ શું ઘટનાઓ જોડાયેલી છે..? તે જાણવા માટે ગામના લોકો આતુર છે.
જયારે જયારે બાળકોને રખડતી હાલતમાં મરવા પડ્યાની સ્થિતિમાં માં-બાપ છોડી મુકે છે ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગે છે કે તેઓએ તેમનો પોતાનઓ વિચાર કરવો જોઈએ કે કદાચ તેમના માં-બાપે એમને છોડી મુક્યા હોત તો આજે શું થાત..! એ વિચાર કરીને બાળકોની સાચવણી કરવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]