Breaking News

સ્વેટરની સાથે સાથે રેઇનકોર્ટ પણ કાઢી રાખજો, આવતા 3 દિવસમાં આ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થશે.. વાંચો.!

હાલના સમયમાં વારંવાર મોસમ પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ચોમાસુ હવે લગભગ બારેમાસ બની ગયું છે. ચોમાસાની ઋતુમાં વરસાદ આવે છે .પરંતુ શિયાળા અને ઉનાળા જેવી ઋતુમાં પણ ઘણીવાર કમોસમી માવઠા આવી પડે છે. હવામાન વિભાગ એ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં ભરશિયાળે હવામાન ફરી એકવાર પલટો આવી શકે છે.

ગુજરાત રાજ્યમાં બે દિવસ બાદ કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી અને ગુજરાતને ચારેતરફથી ઘેરી અરબ સાગરમાં લો ડિપ્રેશન જેવી પરિસ્થિતિ સર્જાય છે. જેથી ભેજના લીધે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તેમજ દક્ષિણ મહારાષ્ટ્ર અને તેલંગાણાના દરિયાકિનારાના વિસ્તારમાં હવામાન માં ફેરફાર જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી એકવાર હવાનું દબાણ વધતાં ભારતના મોટાભાગના વિસ્તારમાં આવનારા બે દિવસોમાં કમોસમી માવઠાઓ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ વરસાદ પડવાની આગાહી સાંભળીને હવે લોકોને સ્વેટર તેમજ ગરમ કપડાંની સાથે રેઇનકોટ અને છત્રી કાઢવાની પણ ફરજ પડી છે.

હવામાન વિભાગની દ્વારા મળતી જાણકારી અનુસાર આ મહિનાની 17 તારીખે સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ જેવા કે ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડવાની આગાહી છે જ્યારે ૧૮ અને ૧૯ નવેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જેવા કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.

હાલમાં ખેડૂતોનો પોતાના ખેતરોમાં ઉભા કરેલા પાકની લણણી ની લેવાનો સમય ચાલી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી સાંભળીને જગતનો તાત એવો ખેડૂત ચિંતા માં મુકાયો છે. હાલના સમયમાં દરેક ખેડૂત કમોસમી વરસાદ ન પડે તેવી ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો છે.

હાલમાં હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર અરબ સાગર ની મધ્ય માં લો પ્રેસર પરિસ્થિતિ ઉભી થતા ગુજરાતમાં આવનારા બે દિવસો સુધી વરસાદ વરસવાની પુરેપુરી શક્યતા રહેલી છે. આગાહીને અનુલક્ષીને ગુજરાત રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ૧૭ ૧૮ અને ૧૯ નવેમ્બરે ગુજરાત રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે તેમ છે.

આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે પરંતુ મધ્ય ગુજરાત ના કેટલાક વિસ્તારો અને કચ્છ માં કમોસમી વરસાદ પડવાની શક્યતા નહિવત છે. ગુજરાતના ભરૂચ ગાંધીનગર અમદાવાદ સુરત તેમજ ભાવનગર અને ગાંધીનગર જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *