Breaking News

ટ્રેનમાં સુતેલી મહિલા સાથે થયા એવા કારનામા કે અચાનક બેઠી થઈને બુમ-બરાડા પાડવા લાગી, આસપાસના મુસાફરો તો ઊંઘમાં જ દોટ મૂકી દીધી..!

જાહેર જગ્યાએ મુસાફરી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે જાહેર જગ્યા ઉપર દેશના ઘણા બધા નાગરિકો રોજબરોજ મુસાફરી કરે છે, જે જગ્યા પર ભીડ વધારે ઉઠે છે તે જગ્યા પરથી માઠા બનાવો બનવાના કિસ્સા પણ ખૂબ જ વધારે માત્રામાં સામે આવતા હોય છે. રેલવે અને સરકારી બસ વિભાગમાં અવારનવાર એવી ઘટનાઓ સર્જાતી હોય છે..

અને અત્યારે વધુ એક ઘટના રાજસ્થાનના સીકરથી સામે આવી છે. અહીં એક મહિલા ટ્રેનમાં મુસાફરી કરતી હતી. ત્યારે તેની સાથે ખુબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે. આ મહિલાનું નામ સુનિતા હોવાનું સામે આવ્યું છે. સુનીતા પોતાના પિયર મા-બાપને મળવા માટે ગઈ હતી. મંડાવા ગામમાં તે પોતાના માતા પિતાને મળીને પોતાના ઘરે સીકર ફરી પાછી આવી રહી હતી..

ત્યારે તેણે પોતાના પિયરથી ફતેપુર સ્ટેશન સુધી એક બસ પકડી હતી. અને ત્યારબાદ ફતેપુર સ્ટેશનથી તે સીકર જવા માટે ટ્રેનમાં બેસી ગઈ હતી. રાત્રિના સમયે આ ટ્રેનમાં તેની સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ હતી. તે જ્યારે ટ્રેનની સીટ ઉપર સૂતી હતી. ત્યારે અચાનક જ અડધી રાત્રે જોર જોરથી તે બેઠી થઈને જેસા ચીસાચીસ કરવા લાગી હતી..

ટ્રેનના ડબામાં રહેલા અન્ય વ્યક્તિઓ પણ વિચારમાં મુકાઈ ગયા કે, આ મહિલાને એવું તો શું થયું છે કે, તે જોર જોરથી બૂમાબૂમ કરી રહી છે. તેના આ બૂમ બરડા સાંભળીને આસપાસના અન્ય મુસાફરો પણ જાગી ગયા હતા. તેઓએ મહિલાની મદદ કરવાનું વિચાર્યું એને પૂછવા લાગ્યા કે, સુનીતાબેન તમને શું થયું છે.? અને તમે શા માટે બુમ બરાડા કરી રહ્યા છો.?

ત્યારે તેને જણાવ્યું કે, તેઓ જ્યારે શાંતિથી સૂતા હતા. ત્યારે તેમના માથા પાસે કંઈક ખડભડાટ અનુભવાયો એટલા માટે તેઓએ આંખ ખોલીને જોયું તો તેમની પાસે રહેલું પર્સ ઉઠાવીને કોઈ વ્યક્તિ આગળની તરફ દોડતો દોડતો જતો હતો. આ જોતા જ તેવો એ ચીસા ચીસ કરી દીધી હતી. તેઓએ વિચાર્યું કે ટ્રેનમાંથી કોઈ વ્યક્તિ આ વ્યક્તિને પકડી લે અને તેમનો કીમતી સામાન બચી જાય તો સારું..

કારણ કે આ વર્ષની અંદર પાંચ તોલાના સોનાનું મંગળસૂત્ર હતું. આ સાથે સાથે 17000 રૂપિયા રોકડા પણ હતા. આ ઉપરાંત બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ મોબાઇલ ફોન પણ હાજર હતો. એટલા માટે તેઓ બુમો પાડતા હતા. જ્યારે મુસાફરોએ સુનીતાબેનના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ ઊંઘ પડતી મૂકીને આ પર્સ ઉઠાવી જનાર વ્યક્તિની પાછળ દોટ મૂકી હતી..

અડધી રાત્રે ટ્રેનના ડબ્બામાં ભારે હલ્લો મચી ગયો હતો. આ મુસાફર ટ્રેનના ડબ્બામાં હાજર હતો. પરંતુ મહિલા તેનો ચહેરો જોઈ શકી નહીં એટલા માટે આ મુસાફર કોણ હતો અને તે કઈ સીટ ઉપર બેસી ગયો છે..? તેની જાણકારી મળી નહીં. એક પછી એક દરેક વ્યક્તિની તલાસી લેવામાં આવી હતી. જેમાં આ ચોર પકડાઈ ગયો હતો.

અને તેની પાસે રહેલું પર્સ મહિલાને મુસાફરોએ પરત અપાવ્યું હતું. આ પકડેલા આરોપીનું નામ સોનુ મંગલ હોવાનું સામે આવ્યું છે. સોનું છેલ્લા કેટલાક સમયથી ટ્રેન અને બસ જેવી જાહેર મુસાફરોની જગ્યા ઉપર ચોરી લૂંટફાટ ચલાવતો હતો. જ્યારે મુસાફરો સૂઈ જાય છે. અને ત્યારે તેઓ તેમની પાસે રહેલા કીમતી ચીજ વસ્તુને પોતાની પાસે બહારના ભાગે જ રાખે છે. ત્યારે તેને આસાનીથી ચોરી કરવામાં સારું પડે છે એટલા માટે તે આવી ચોરીઓ કરતો હતો તેવું પણ તેણે જણાવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *