Breaking News

સુરતથી ગામડે આવેલી વહુનો સાસુ સાથે ઝગડો થતા સાસુએ ફિનાઈલ બાટલો આપ્યો અને વહુએ હાથમાં લઈને કર્યું એવું કે પરિવાર થયો દોડતો..!

ઝઘડાઓ તો દરેક ઘરોમાં ચાલે છે. પરંતુ તમામ ઝઘડાઓને ભુલાવી દઈને હંમેશા હસતુ ખીલતું મોઢું રાખી સૌ કોઈ લોકો સાથે જીવન વ્યવહાર કરવો એને જ સાચું જીવન કહેવાય છે. પરંતુ કેટલીક વખત અંદરો અંદર રહેલા ઝઘડા ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને વાત મારા મારી અને મોતને ઘાટ ઉતારી દેવા પર પણ ઉતરી આવે છે..

અત્યારે કંઈક આ પ્રકારનો જ એક બનાવો શિવપુરી પાસેથી સામે આવ્યો છે. અહીં શિવપુરી ગામમાં આકાશભાઈ નામના વ્યક્તિ રહે છે. તેમના પિતા જાદવભાઈ અને તેમની માતા રૂસ્તમબેન શિવપુરી ગામમાં રહીને જીવન ગુજારે છે. જ્યારે આકાશ જેની પત્ની રમીલાની સાથે શહેરમાં રહેતો હતો..

નોકરી ધંધેથી રજા પડતાની સાથે જ તેઓ સમય ગાળવા માટે પોતાની પત્નીને સાથે લઈને શિવપુરી ગામે આવી પહોંચ્યો હતો. જ્યારથી આકાશના લગ્ન થયા છે. ત્યારથી જ આકાશની પત્ની રમીલા અને રૂસ્તમબેન એટલે કે સાસુ અને વહુ વચ્ચે ખૂબ જ વધારે પડતા ઝઘડા થવા લાગ્યા હતા.

એટલા માટે આકાશ તેની પત્નીને લઈને શહેરમાં રહેવા ચાલ્યો ગયો હતો. પરંતુ અત્યારે તેઓ પોતાને વતન રહેવા માટે આવ્યા હતા. આકાશ સુરતની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે તેની પત્ની રમીલા ઘરકામ કરીને પરિવારને મદદરૂપ બનતી હતી. તેઓ સુરતથી પોતાને ગામડે રહેવા માટે આવી ગયા હતા..

જ્યાં કોઈ નાની બાબતને લઈને સાસુ અને વહુ બંને બાખડી પડ્યા હતા. આ ઝઘડો ધીમે ધીમે એટલો બધો આગળ વધી ગયો કે, બંને મારામારી પણ કરવા લાગ્યા હતા. વહુ પણ તેની સાસુને કડવા વેણ વચનો કહેતી હતી. તો સાસુ પણ તેની વહુ ને ખૂબ જ મોટી મોટી ગાળો આપતી હતી..

જ્યારે આ ઝઘડો થયો ત્યારે આકાશભાઈ કે તેમના પિતા બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ધરમાં હાજર હતું નહીં. બંને વ્યક્તિ એકબીજા સાથે ઝઘડો કરતા રહ્યા અને અંતે કંઈક એવું બન્યું છે કે, જેને લઇ અત્યારે સમગ્ર પરિવાર દોડતો થયો છે. આ ઝઘડામાં રૂસ્તમ બહેને તેમની દીકરાની બહુ રમીલાને ફિનાઈલની બોટલ આપી હતી..

અને કહ્યું હતું કે આ ફિનાઈલપીને તું મરી જજે, પરંતુ મારી સામે ક્યારેય પણ ઊંચો અવાજ કરીને બોલતી નહીં. તો રમીલાએ પણ તેની સાસુને કહી દીધું કે, તમારે પણ મને ગાળો આપવાનો કોઈ હક નથી. બંને ખૂબ જ લડાઈ ઝઘડો કરતા હતા. સાસુ રુસ્તમ બહેને આપેલો ફિનાઈલનો બાટલો રમીલાએ હાથમાં પકડી લીધો હતો..

સાસુને થયું કે રમીલા કશું કરશે નહીં, પરંતુ રમીલાએ કંટાળી જઈને આ ફિનાઈલના બાટલાને ખોલીને તેના ઘૂંટડા પીઈ લીધા હતા. અને તે ઘટના સ્થળે જ ઢળી પડી હતી. તો બીજી બાજુ આ તમામ દ્રશ્યો રુસ્તમ બહેને પોતાની આંખોથી નિહાળ્યા હતા. જ્યારે સાંજના સમયે આકાશ અને તેના પિતા બંને ઘરે આવ્યા અને જોયું હતું રમીલા નીચે ઢળી પડેલી હતી..

અને રૂસ્તમ બહેન ત્યાં બાજુમાં બેસીને રડતા હતા. જ્યારે આકાશે પૂછ્યું કે, રમીલા ને શું થયું છે..? ત્યારે રૂસ્તમ બેને જણાવ્યું કે, તેમના વચ્ચે નાનો એવો ઝઘડો થયો હતો અને આ ઝઘડા નો અંત રમીલાએ ફિનાઈલ પીને આણી નાખ્યો છે. શરૂઆતમાં તો રૂસ્તમ બહેન પણ આકાશ અને તેના પિતાને ગોળ ગોળ ગુમાવી રહ્યા હતા..

પરંતુ અંતે ભાંગી પડીને તેઓએ સત્ય જણાવી દીધું હતું. જ્યારે આ ઘટનાની જાણકારી આસપાસના પડોશીઓએ પોલીસને આપી ત્યારે પોલીસ પણ આ ગામડે પહોંચી આવી હતી. અને જરૂરી તપાસો શરૂ કરી હતી. પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, રમીલાએ ફિનાઈલની બોટલ મોઢે લગાવીને ફિનાઈલના ઘૂંટડા પીઈ લીધા હતા..

અને તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ છે. પરંતુ તેના મોઢા પાસે એવા નિશાન મળી આવ્યા હતા. જેને જોતાની સાથે જ પોલીસ સમજી ગઈ હતી કે, રમીલાને મરજી વિરુદ્ધ ફિનાઈલ પીવડાવવામાં આવી છે. તેને રૂસ્તમબહેનની કડક પૂછતાછ શરૂ કરી હતી. જેમાં અંતે રૂસ્તમ બહેન ભાંગી પડી અને તેઓ જણાવી દીધું કે, તેઓનો ઝઘડો થયો હતો..

અને ત્યારબાદ ફીનાઇલની બોટલ પીવા માટે આપી હતી. પરંતુ રમીલાએ આ ફિનાઈલની બોટલ ફેંકી દીધી હતી. અને ન બોલવાના વચનો બોલવા લાગી એટલે રૂસ્તમ બહેનને ગુસ્સો આવ્યો અને તેણે ફિનાઈલની બોટલ પકડી રમીલાને મરજી વિરુદ્ધ પીવડાવી દીધી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું છે..

પોલીસ રમીલાના મૃતદેહ ને કબજે લીધો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ ઉપરાંત રૂસ્તમ બહેન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરત થી ગામડે આવેલો આ પરિવાર અત્યારે વેર વિખેર થઈ ગયો છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પરિવારના સભ્યો પણ ખૂબ જ ચોંકી ગયા હતા..

કારણ કે પરિવારમાં એક સભ્યનું મૃત્યુ થયું છે. તો એક સભ્યએ આરોપી બન્યો છે. બે જણા ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અત્યારે આ પરિવાર ખૂબ જ ભાંગી ગયો છે. હાલ આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આ ઘટનાએ તો આખા કુટુંબની ઈજ્જતને ઉતારી નાખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *