Breaking News

સ્વામીનારાયણ સંતે માતાજીનું ખરાબ રીતે કર્યુ વર્ણન, અને લોકોએ ચખાડ્યો મેથી પાક, જાણો સમગ્ર મામલો શું છે..!

માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે ન જોવા લાયક ડાન્સ પીરસાવાનો મુદ્દો હજુ થમ્યો નથી ત્યાં તો સુરતમાંથી ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો સામે આવ્યો છે. સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભ,ત્સમ વર્ણન કરતા વિવાદ સર્જાયો છે. જેનો વિડીઓ તમે નીચે જોઈ શકો છો…

સ્વામીનારાયણ સંતની મહિલા પ્રત્યેનો વર્ણન કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાતા ભક્તોએ તે સંતને આડેહાથ લીધા છે. સુરતમાં એક ધાર્મિક લાગણી દુભાવતો એક સંતનો વીડિયો સામે આવ્યો છે. સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભ,ત્સમ વર્ણન કરતા વિવાદ સળગ્યો છે.

સ્વામીનારાયણ સંતે માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી ભાવિકોની લાગણી દુભાવતા સંત સામે ભક્તોમાં રોષ ફેલાયો હતો.  માતાજીનું અપમાન કરનાર સ્વામીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. માતાને સ્વર્ગની અપ્સરા જેમ ખોટી રીતે ઈતિહાસ રજૂ કરી માતાજીને અપમાનિત કરનાર સંત સુરતનો હોવાની જાણ થતા ભાવિકો ઉમટ્યા હતા.

મંદિરમાં જઈને વિવાદિત સંતને પકડી પાડ્યો હતો. ત્યારે વિવાદિત સંતને મેથીપાક ચખાડતા દ્રશ્યોના CCTV આવ્યા સામે આવ્યા છે. આખરે મંદિરના લોકો ભેગા થતા મામલો શાંત પાડ્યો હતો. સ્વામી દ્વારા માતાજી બદલ અભદ્ર શબ્દો બોલવા મામલે માફી માંગી અને વીડિયો ડિલીટ કર્યો હતો. જોકે, તે પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

CCTV વિડીયોમાં રોષે  ભરાયેલા ભક્તો સંતને સાથે તુતુ મેમે કરી ને માર મારતા પણ જણાઈ છે. આ વીડિયોમાં સ્વામી માતાજીના વર્ણન વિશે વાત કરી રહ્યાં છે. જેમાં ચારણ અને મહારાજ વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ છે. જેમાં ચારણ મહારાજને સ્વર્ગની અપ્સરા જેવી માતાનું વર્ણન કરે છે. નેસડામાં રહેતી એક અપ્સરાનું વીડિયોમાં વર્ણન કરાયુ છે.

વીડિયોમાં સ્વામી કહી રહ્યા છે કે, ‘ચારણે પોતાની કુબુદ્ધિથી અપ્સરાનું વર્ણન કર્યું. નેસડામાં એક અપ્સરા રહે છે. મૃગ જેવી જેની આંખો છે, ભરાવદાર જેની છાતી છે. શ્રૃંગાર રસ, બિભત્સ રસ, કામુકતા, વાસ્નીક વાતો સાંભળી રામ માંડલીક ભાન ભૂલવા લાગ્યો….’

કોઇપણ ધર્મ કે સમુદાયની લાગણી દુભાય તેવું ભાષણ કે પ્રવચન આપવું તે યોગ્ય નથી. તમે કોઇપણ મોટા મોટીવેશનલ લીડર હોવ કે સંત પરતું લોકોની લાગણી દુભાય તો હીરોમાંથી ઝીરો બનતા વાર નથી લાગતું. કોઇપણ સમયે કોઇપણની ગરિમા કેવી રીતે જાળવવી તે સૌ પ્રથમ શીખી લેવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Surties (@surties)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *