Breaking News

સુરત રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતરવા જતા 40 વર્ષના યુવકે સંતુલન ગુમાવ્યું, 30 મીટર સુધી ઘસડાયો અંતે ભગવાનના આ ચમત્કારે બચાવ્યો….!

તમે રેલવે અકસ્માતમાં ઘણા વિડીયો જોયા હશે કે જેમાં ચાલુ થઈને ઉતરવાના કે ચડવાના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઇ જતા હોય છે. તો ઘણા અકસ્માતમાં જે-તે વ્યક્તિનો કચ્ચરઘાણ પણ બોલી જતો હોય છે. થોડા સમય પહેલા મુંબઈના એક રેલવે સ્ટેશન પછી એક અકસ્માત વીડિયો સામે આવ્યો હતો.. ( વિડીયો જુવ માટે લેખને અંત સુધી વાંચો )

જેમાં ચાલુ ટ્રેનમાં એક યુવક ઉતારવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ તેને સંતુલન ગુમાવી બેઠો હતો. અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ના જગ્યા માટે નીચે પડી જતાં તેના પરથી ટ્રેન ચાલી ગઇ હતી. હાલ એ પ્રકારની ઘટના સુરતમાં બનતા બનતા બચી ગઇ છે. સુરત રેલવે સ્ટેશન પર બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ સવાર સવારમાં આવી પહોંચી હતી..

આ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પાંચ મિનિટ જેટલા સમયગાળા દરમિયાન ઉભી રહી હતી. જેથી કરીને દરેક મુસાફરો ટ્રેનમાં ચડી કે ઊતરી શકે પાંચ મિનિટના સમયગાળા બાદ આ ટ્રેન પરિવાર ચાલુ થઈ હતી. એ સમય દરમિયાન અંદાજે ૪૦ વર્ષના એક મુસાફરે ટ્રેનના ડબામાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો..

ટ્રેનને ધીમે ધીમે ગતી વધારી દીધી હતી. છતાં પણ આ યુવકે ચાલુ ટ્રેનમાંથી નીચે ઊતરવાનો સાહસ કર્યું હતું. પરિણામે ટ્રેનની ઝડપ વધારે હોવાને કારણે તે શરીરનું સંતુલન બનાવી શક્યો ન હતો. અને ટ્રેન સાથે તે ઘસડાયો હતો. આ તમામ દ્રશ્યો ટ્રેનના ગાર્ડ પ્રિય સિંહે જોયા હતા..

આ ગાર્ડ ભગવાન સ્વરૂપે પ્રગટ થયો હોઈ તેવું લાગ્યું હતું કારણ કે તેની સુજબુજના કારણે આ યુવકનો જીવ બચ્યો છે. આ દ્રશ્ય જોતાની સાથે જ તેણે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર તાત્કાલિક ધોરણે ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે ટ્રેન ની ગતિ ધીમી થઇ હતી..

છતાં પણ આ મુસાફર 30 મીટર સુધી ટ્રેન સાથે ઘસડાયો હતો. આ બનાવ બનતાની સાથે જ પ્લેટફોર્મ પર રહેલા અન્ય યાત્રીઓ પણ આ યુવકને બચાવવા માટે દોડી રહ્યા હતા. ટ્રેન ગાડી સમય સૂચકતા દાખવીને ઈમરજન્સી બ્રેક લગાવતા યુવકનો જીવ બચ્યો છે. જો ટ્રેન પુર ઝડપે ચાલતી હોત તો કદાચ આ યુવક આજે મૃત્યુ પામ્યો હોત.

આ ઘટના બન્યા બાદ સુરત રેલવે સ્ટેશન પર ગમગીન માહોલ સર્જાઈ ગયો હતો. કારણ કે એક યુવકનો જીવ જતાં જતાં બચી ગયો છે. તેમજ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સોશિયલ મીડિયા પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે. તેમજ અન્ય લોકોને પણ આવી ઘટના ન બને એટલા માટે સાવચેતી જાળવવા કહી રહ્યા છે.

થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના એક રેલવે ફાટક પર પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હકીકતમાં એક યુવક ફાટક બંધ હતું છતાં પણ તે પોતાની બાઇકને ફાટક નીચેથી પસાર કરીને સામેની બાજુ જવા માટે કોશિશ કરી રહ્યો હતો…

એવામાં અચાનક ટ્રેન આવી પડતાં યુવકને ભીસ પડી ગઈ હતી. અને તેણે બાઇકને પાટા વચ્ચે મૂકીને જ કૂદકો લગાવી દીધો હતો. સદનસીબે કૂદકો લગાવી દેતા તે વ્યક્તિ તો જીવતો બચી ગયો હતો પરંતુ તેની બાઈકના કુચા બોલી ગયા હતા. એ સમય પર એક સેકન્ડ નું મોડું થઈ ગયું હોત તો એ યુવકનો જીવ ચાલ્યો ગયો હોત.. હકીકતમાં એક અકસ્માત નો વિડીયો જોઈને સૌ કોઈ લોકો ઘેરા આઘાતમાં મુકાઈ જાય એ પ્રકારનો છે.

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *