Breaking News

સુરતના મોટા હીરા ઉદ્યોગપતિએ પોતાની કંપનીના કર્મચારીને દિવાળી બોનસમાં આપી એવી વસ્તુ કે તમે પણ કહેશો કે વાહ.. સેઠ હોઈ તો આવા..!

દિવાળીનો સમય હવે દરવાજે આવીને ઊભો હોય તેવી રીતે સૌ કોઈ લોકો વેકેશનની ભરપૂર મજા માણી રહ્યા છે. કેટલાક લોકો દિવાળીનો વેકેશનની ખુશીઓ મનાવવા માટે પોતાની વતન ચાલ્યા ગયા છે. તો કેટલાક લોકો ફરવા પણ ચાલ્યા ગયા છે. જ્યારે દિવાળીનું વેકેશન પડવાનું હોય એ પહેલા જ..

જેતે કંપનીમાં નોકરી કરનાર વ્યક્તિને તેમના કંપનીના માલિક તેમજ શેઠ તરફથી દિવાળીના બોનસ રૂપે કંઈક ને કંઈક ઉપહાર મળતા હોય છે. કેટલાક શેઠ પોતાની કંપનીમાં કામ કરનાર કર્મચારીઓને દિવાળી બોનસમાં મીઠાઈઓ તેમજ પગારની કેટલીક રકમ પણ આપે છે. જ્યારે અમુક શેઠ પોતાના કર્મચારીઓને કોઈ મોંઘી ચીજ વસ્તુઓ પણ આપતા હોય છે..

અત્યારે સુરતની એક ખૂબ જ જાણીતી ડાયમંડ કંપની એ પોતાના હજાર કરતાં વધારે કર્મચારીઓને દિવાળીના બોનસ પેટે એવી ચીજ વસ્તુ આપી છે, જે તેમના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. અને સાથે સાથે દેશના પર્યાવરણને પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે સુરતના ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ ધોળકિયાની કંપની..

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ પોતાના હજાર કરતાં વધારે કર્મચારીઓને દિવાળી બોનસમાં સોલાર પેનલ આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ છે ગ્લોબલ વોર્મિંગની સામે રક્ષણ આપવાનો તેમજ વધતી જતી મોંઘવારીમાં તેમના કર્મચારીઓને વીજળી બિલની રાહત મળી રહે તવો છે..

તેઓ દર વર્ષે પોતાની કંપનીના કર્મચારીઓને જુદી-જુદી બોનસ આપે છે. અને કર્મચારીઓ રાજીના રેડ પણ થઈ જતા હોય છે. તેમના ભાઈ સવજીભાઈ ધોળકિયાએ છેલ્લા કેટલાક વર્ષોથી તેમના કંપનીના કર્મચારીઓને બોનસ પેટે ફોરવીલર કાર આપી હતી. જ્યારે આ વર્ષે ગોવિંદભાઈ ધોળકિયાએ તેમના કંપનીના કર્મચારીઓને સોલાર પેનલ આપવાની સાથે જ સમગ્ર દેશમાં તેમની વાહ વાહ થઈ રહી છે..

સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ કાકાનો સ્વભાવ ખૂબ જ સરળ છે. અને તેઓ હંમેશા સમાજના લોકોને લાભદાય બાબતો અને સંદેશો પણ આપતા હોય છે. તેઓએ જ્યારે જાહેરાત કરી ત્યારે આ ઘટનાની નોંધ સમગ્ર વિશ્વ લેવલે લેવામાં આવી છે. તેમના આ બોનસ ઉપહાર આપવાના કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તેમજ દેશના રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ ત્યાં હાજર રહ્યા હતા..

તેઓએ પોતાના સૌરાષ્ટ્રમાં આવેલા ગામ દુધાળામાં પણ સોલાર પેનલો મુકાવી છે. આ સાથે સાથે શહીદ સૈનિકોના પરિવારજનોને પણ ઘરે સોનાર પેનલ મુકાવીને તેઓએ સહાય આપી છે. ગ્લોબલ વોર્મિંગની સામે રક્ષણ આપવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરી મહત્તમ માં મહત્તમ વીજળીને બચાવી જોઈએ..

તેમના ઉદ્દેશ્યને સૌ કોઈ લોકોએ દિલમાં વસાવી લીધો છે. સુરતના આ ઉદ્યોગપતિની દરિયાદિલી અને સેવાકીય વિચારો હંમેશાં સુરતની આગવી ઓળખ આપે છે. હકીકતમાં તેમના નિર્ણયને 100 100 સલામ છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગ ની વાતો તો ઘણા બધા લોકો કરે છે. પરંતુ તેને રક્ષણ આપવા માટે જરૂરી પગલાં ભરવાના આવે ત્યારે સૌ કોઈ લોકો મોઢું બંધ કરીને ક્યાંક સંતાઈ જતા હોય છે..

પરંતુ ગોવિંદ કાકાએ આગળ આવી તેમના કર્મચારીઓને દિવાળી બોનસ પેટે ખૂબ જ સારી અને ઉપયોગી ચીજ વસ્તુઓ આપી છે. જેને લઇ હજાર કરતા વધારે કર્મચારીઓમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે. તો તેમના પરિવારજનો પણ ખૂબ જ ખુશ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *