Breaking News

સુરતના હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, કારણ આવ્યું સામે

સુરતમાં તાજેતરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, છેલ્લા ચાર દિવસથી સુરતમાં (Surat Fire in Bus) ખાનગી બસોમાં આગ લગાડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં બસમાં આગ લાગ્યા બાદ ગઈ કાલે મોડી રાત્રે સુરત રાજ સેવાળા પર આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની પ્રાઇવેટ કંપનીની બસમાં આગ લાગી હતી,

સુરતમા મંગળવારે મોડી સાંજે  હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં વરાછા હીરાબાગ નજીક એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા ભડથુ થઈ ગઈ હતી, પ્રાથમિક માહિતી અનુસાર આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું,

ત્યાર બાદ આ બસમાં આગ લાગી ગઈ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.  RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા , જે મુજબ બસ નોન AC હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજે બસમાં બેઠેલા મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો ખુલાસો કરતાં બસમાં સેનેટાઈઝરનો જથ્થો વિપુલ માત્રામાં હતો. બનવા કાળે આગ લાગતા સેનેટાઈઝરને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હોવાનો દાવો કયો છે.

જોકે આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પાર્ક કરવી બસમાં આગ લાગતા મોટી જાનહાની ટળી હતી પણ આગની જાણકારી મળતા ફળ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં પર કાબુ મેળવ્યો હતો જોકે બસ આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

સુરતના હજીરામાં રસ્તાની સાઈડમાં પાર્ક કરેલ ખાનગી બસમાં આગ લાગતા બસ બળીને આખી ખાક થઇ ગઈ હતી.આગ લાગતાની સાથે જ હજીરાના આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આ ઘટના જાણ સુરત ફાયર વિભાગને થતાં ફાયર વિભાગનો કાફલો તાબડતોબ  ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વિકરાળ આગને કારણે બસ આખી બળીને ખાક થઇ ગઈ હતી. રાહતના સમાચાર એ છે કે, આ આગ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સામે આવી નથી. ત્રણ દિવસ પહેલાં સુરતનાં વરાછા વિસ્તારમાં કાપોદ્રા ‘જી ટ્રાવેલ્સ’ની બસમાં આગ લાગ્યા બાદ જ પ્રકારની ઘટના બની હતી,

જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે એક યુવતીનું કરુણ મોત થયું હતું હતું તો આ ઘટના જેવી જ ઘટના ગઈકાલે રાત્રે સુરતમાં છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીની લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા બસ સળગવા લાગી હતી બસ થોડાને લઈને,

સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો સ્થાનિક લોકોએ આગની જાણકારી ફાયર વિભાગને આપતા ભાઈ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ હાથ પર કાબૂ મેળવવો લીધો હતો. જોકે ફાયર પહોંચી અને આગ પર કાબૂ મેળવે તે પહેલા ખાનગી લક્ઝરી બસ બળીને ખાખ થઈ જવા પામી હતી.

ખાનગી કંપનીની પાર્ક કરેલી આ બસમાં આગ લાગવાને લઇને કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી પણ જે રીતે આગ લાગી છે તે લઈને હજીરાથી નેશનલ હાઇવે 48 ને જોડતો રોડ થોડા સમય માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે આગ લાગી હતી તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *