Breaking News

સુરતના બંટી-બબલીએ 18 લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો, લોકોને બકરા બનાવવાની રીત જાણીને હચમચી જશો..!

આજકાલના ઘોર કળિયુગમાં લૂંટફાટ અને છેતરપિંડીના બનાવો ખૂબ જ બનવા લાગ્યા છે. કારણકે રોજગારીની તકો ધીમે-ધીમે ઓછી થાય છે જ્યારે મોંઘવારી વધી જતા અમુક લોકો તનતોડ મહેનત કરીને પૈસા કમાવા ને બદલે અન્ય લોકોને પોતાના શબ્દોની માયાજાળમાં ફસાવી ને છેતરપિંડી કરવાના કારનામાં કરવા લાગ્યા છે..

હાલ સુરતમાં પોલીસને મળેલી બાતમી અનુસાર એક પતિ પત્ની ને પકડી પાડ્યા છે કે જેણે કુલ ૧૮ લોકોની પાસેથી કુલ એક કરોડ કરતાં વધારે રૂપિયાની છેતરપિંડી કરી છે. આ પતિ પત્ની નું નામ બંટી-બબલી હોવાનું જાણવા મળી છે. બંટી અને બબલી બંને સુરતમાં ઇનોવેટીવ વેલ્થ મેનેજમેન્ટ એન્ડ ફંડ નામની એક સ્કીમ ચલાવતા હતા..

આ સ્કીમ અંતર્ગત તેઓ એક પછી એક લોકોને પોતાની જાળમાં ફસાવીને આ સ્કીમમાં રોકાણ કરવાની માહીતી આપતા હતા ને જણાવતા હતા કે તેઓ જેટલા રૂપિયા આ સ્કીમમાં રોકાણ કરશે તેના ૨.૫ ટકા નફો દર મહિને તમને મળી જશે. અવનવી લોભામણી સ્કીમોનો આપીને તેઓ દરેક વ્યક્તિને બકરા બનાવવાની કોશિશ કરતા હતા..

આ સ્કીમમાં સરથાણા વિસ્તારના એક યુવકે કુલ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ તેને જ્યારે ખબર પડી કે આ સ્કીમ છેતરપિંડી કરવા માટે બનાવેલી હતી. અને તે લોકોના વિશ્વાસઘાત કરવાનું કામ કરે છે. ત્યારે તે તાત્કાલિક ધોરણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બંટી બબલી એટલે કે જય નાગર અને પિંકી નાગર નામના પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો.

પોલીસે આ બંને ઠગીયાઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને પતિ-પત્નીની શોધખોળો કરતા પોલીસને જાણવા મળી હતી કે, તેઓ જે ભાડાના મકાનમાં રહેતા હતા. એ ખાલી કરીને તેઓ જતા રહ્યા છે. પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે જણાયું કે બંટી બબલી નો દીકરો પોશ વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ માં અભ્યાસ કરે છે..

આ દીકરાનું રીઝલ્ટ લેવા માટે હંમેશા માતા-પિતાને જ સ્કૂલમાં આવવું પડે છે. એટલા માટે પોલીસે આ સ્કૂલ ની ફરતે પોતાના કર્મચારીઓની મદદ થી નજર રાખવામાં આવતી હતી. જેવો જયેશ નાગર અને પિંકી નાગર માર્કશીટ લેવા માટે આ શાળાની અંદર આવ્યા કે તેઓને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા..

પૂછતાછ કરતાં જાણવા મળી કે તેઓ મકાન ખાલી કરીને તેમજ પોતાના મોબાઈલ નંબરને બંધ કરાવીને અમદાવાદમાં રહેવા માટે જતા હતા પરંતુ પોલીસે તેને પકડી પાડયા છે. જયેશ નાગર ફાઇનાન્સ બેંક માં મેનેજર તરીકે કામ કરતો હતો. પરંતુ પૈસાની લાલચમાં તેણે ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ નામની સ્કીમ બનાવી હતી.

જેમાં લોકોને રોકાણ કરાવીને છેતરપિંડી કરતો હતો આવા લોકોની કાળી કરતૂતો માં વસાવા પહેલા આ બાબત જાણી લેવી જરૂરી છે કે કોઈપણ વ્યક્તિ સીધી સીધી રીતે પૈસા ને વધારીને આપી દેતો નથી. એટલા માટે કોઈપણ લોભામણી સ્કીમઓમા ધ્યાન ન આપવું જોઈએ. તનતોડ મહેનત કર્યા સિવાય પૈસો મળતો નથી અને જો મળતો હોય તો એ પૈસા મહેનતના નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *