સુરતમાં હીરા નો વર્ષોથી ચાલે છે. આ વેપાર સમગ્ર વિશ્વમાં જાણીતું છે. કારણ કે સમગ્ર વિશ્વના મોટા ભાગના હીરાઓ સુરતમાંથી જ પોલીસ થઈને હીરા જાવેરાતમાં જતા હોય છે. હીરાના ધંધામાં મોટાભાગના સંબંધો એકબીજાના વિશ્વાસથી ટકી રહેલા હોય છે. આ ધંધાનો મુખ્ય આધાર દલાલ ઉપર રહેલો હોય છે..
દલાલ મેન્યુફેક્ચરને વેપારી સાથે મીલાવે છે. જેથી કરીને મેન્યુફેક્ચર હીરાને સારો ઘાટ આપીને વ્યવસ્થિત પોલીસ કર્યા બાદ વેપારીને વેચે છે. અને વેપારી ત્યારબાદ સોના ચાંદીના દાગીના બનાવનાર સુધી પહોંચાડે છે. દલાલ એકદમ વિશ્વાસુ માણસ હોય છે. જેથી કરીને વેપારી અને મેન્યુફેક્ચરને વચ્ચે નો વહીવટ એકદમ સરળ બની રહે.
હાલ સુરતના હીરા ઉદ્યોગમાં હીરાનું કામકાજ કરતા બે યુવકોએ દલાલને ઢોર માર માર્યો હોવાની બાબત સામે આવતાં ની સાથે જ સમગ્ર હીરાબજારમાં ચકચાર મચી ગયો છે. સરથાણા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ પુનાભાઈ ગોંડલીયા નામના દલાલ કે જેઓ વર્ષોથી હીરાના વેપારમાં દલાલી કરે છે.
તેઓ ની ઉંમર ૬૦ વર્ષની છે. અને તેઓ મૂળ રાજકોટના વતની છે. હાલ તેઓ સરથાણા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરમ સોસાયટી માં રહે છે. તેઓ છેલ્લાં બે વર્ષથી નિલેશ અને વિપુલ નામના બે વેપારીઓ પાસેથી હીરા લે છે. અને મુંબઈના પપ્પુ જૈન નામના વેપારીને આપે છે..
બંને પાર્ટીઓ વચ્ચે તેઓ વચેટિયા તરીકે નું કામ કરે છે. અને બંને વેપારીઓને વિશ્વાસની ખાતરી આપતા હોય છે. પરંતુ એકવાર હસમુખભાઈ વિપુલ અને નિલેશ નામના વેપારીઓના હીરા પપ્પુ જેનને આપ્યા હતા. એ સમય દરમ્યાન પપ્પુ જૈન હસમુખભાઈને પંદર દિવસની અંદર અંદર હીરાને બદલે ૧૮ લાખ રૂપિયા રોકડા આપવાના હતા..
પરંતુ કોઇ કારણોસર પપ્પુ જેને તેમને આ પૈસા ચૂકવી શક્યો હતો નહીં. એટલા માટે દલાલ હસમુખભાઈ પણ નિલેશ અને વિપુલને આ રકમ પરત આપી શક્યા હતા નહીં. માત્ર આ બાબતને લઈને જ નિલેશ અને વિપુલએ હીરાની દલાલી કરતા મુંબઈને અપહરણ કરીને ઢોર માર માર્યો હતો.
હસમુખભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, વિપુલ અને નિલેશ બંને મને અપહરણ કરીને મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમાં માળે ઓફિસમાં લઈ ગયા હતા.. ત્યાં મારી પહેલા ચારથી પાંચ લોકો હાજર હતા. તેઓ મારી પાસે રૂપિયાની માગણી કરી રહ્યા હતા અને ઢોર માર મારવા લાગ્યા હતા..
તેઓ સાંજે મને મારવાનું ચાલુ કર્યું હતું કે છેક રાત્રિના ત્રણ વાગ્યા સુધી સૌ કોઈ લોકો વારાફરતી મને માર મારતા હતા આ સાથે સાથે તેઓને ઓફિસની અંદર પુરી રાખવામાં આવ્યા હતા. હીરાના વેપારમાં અવારનવાર પૈસાને લઈને થોડી ઘણી માથાકૂટ થતી રહેતી હોય છે. કારણ કે દરેક વ્યક્તિઓ પાસે સમયસર પૈસાનું સેટિંગ થઇ જાય એ બાબત શક્ય નથી..
એટલા માટે વિશ્વાસ ખાતર થોડા દિવસ આમ તેમ ચાલતું હોય છે. પરંતુ વિપુલ અને નિલેશ નામના આ યુવકોએ દલાલ ને ઢોર માર મારીને કાનૂનનો ભંગ કર્યો છે. એટલા માટે પોલીસે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]