Breaking News

સુરતમાં મસાજ સ્પાની આડમાં ધમધમતુ હતુ કુટણ ખાનું, 6 થાઈ યુવતી સાથે ગ્રાહકોની પણ ધરપકડ.. વાંચો..!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કુટણખાના ચલાવતા માલિકો તેમજ તેની અંદર કામ કરતા વિદેશી નાગરિકો નો પર્દાફાશ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ સતત કાર્યરત છે. ગુજરાતમાં મોટાભાગના કુટણખાનાઓ ખૂબ અંદરના વિસ્તારોમાં ચાલતા હોય છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ કુટણખાના ને ધરતી ચીરીને આસમાનને ફાડીને ગોતી નાખતા હોય છે…

અને ગંદા કામ કરનાર લોકોની ધરપકડ કરી લેતા હોય છે. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કુટણખાનું ઝડપી પાડયું છે. સુરતમાં છેલ્લા છ મહિનામાં ઘણા કુટણખાના ઓને ક્રાઈમ બ્રાન્ચે તાળા દેવડાવી દીધા છે. ત્યારે વધુ એક કુટણખાનું સુરતના વેસુ વિસ્તારમાંથી મળી આવ્યું હતું..

પોલીસને આ બાબતની જાણ થતાં તેઓ તરત જ કુટણખાના ઉપર રેડ પાડી હતી અને કુટણખાનાનો પર્દાફાશ કરી નાખ્યો હતો. હકીકતમાં કુટણખાનું વેસુ વિસ્તારમાં સોમેશ્વર સર્કલ પાસે આવેલા એક બિલ્ડિંગમાં ચાલતું હતું. કુટણખાનું નામ આર.વન સ્પા મસાજ હતું બહાર તો મસાજના બોર્ડ લાગેલા હતા…

પરંતુ અંદર તો ખૂબ મોટો ગોરખ ધંધો ચાલતો હતો. આ કુટણખાના ની જાણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મળતાં તેઓએ આ સેન્ટરમાં દરોડા પાડયા હતા. અને દરોડા પાડતા જ જોયું કે આની અંદર છ થાઈલેન્ડની યુવતીઓ એક મેનેજર અને કેટલાક ગ્રાહકો પણ મોજૂદ હતા. મળેલી બાતમી મુજબ ત્યાં મોટા પાયે કૂટણખાનું ચાલતું હતું…

સ્પા સેન્ટરમાં કામ કરતી થાઈલેન્ડની યુવતીઓ ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવી હતી. અહીંયા તેઓ સ્પા સેન્ટર ના કોન્ટેક્ટ માં આવીને દેહનો વેપાર કરતી હતી સ્પા સેન્ટર પાડેલા દરોડા દરમિયાન પોલીસને મોબાઇલ ફોન, રોકડા રૂપિયા, ગંદા કામ કરવા માટે વપરાતા સાધનો એમ બધું કુલ મિલાવીને દોઢ લાખ રૂપિયા કરતાં વધારે નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતના વેસુ વિસ્તારમાં અન્ય કેટલાય કુટણખાના ઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ અગાઉ પણ સુરતના રાહુલ રાજ મોલ માં ચાલતા કૂટણખાના ને પોલીસે દરોડા પાડીને બંધ કરાવ્યા હતા. છતાં પણ ગોરખધંધા કરનાર લોકોની હિંમત નહોતી થતી નથી. અને આ ગંદા કામ કરીને યુવાનોને અવળા માર્ગે ચડાવી દે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પિતા ને દીકરીના પવિત્ર સબંધ ને શરમાવે એવો કિસ્સો, હવસને હેવાનિયતની હદ વટાવતા પિતાએ કર્યું એવું કામ કે…!

આપણી આસપાસ ના લોકો દરેક એકબીજા સાથે કોઈના કોઈ રીતે જોડાયેલા જ હોય છે અને …

Leave a Reply

Your email address will not be published.