Breaking News

સુરતમાં લુંટારાઓ બેફામ બન્યા, દુકાનમાં 3 લોકોએ શટર પાડીને બંધૂકની અણીએ કરી મોટી લુંટ, CCTV વિડીયો થયો વાયરલ..!

સુરતમાં રાજકોટ ની જેમ જ લૂંટારાઓ બેફામ બન્યા છે. તેઓને કાયદા અને ન્યાયતંત્ર નો કોઈ પણ પ્રકારનો ડર ન રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ જાહેર જગ્યાએ ખુલ્લેઆમ કોઈપણ નો ડર રાખ્યા વગર લૂંટ ચલાવી લેતા હોય છે. શહેરના પુણાગામ વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં લૂંટની ઘટના સામે આવી છે.

સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં શિવાજી નગર માં શીતલ મોબાઈલ નામની એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિક રાહુલ ભાઈ બધેલે જણાવ્યું હતું કે, રાત્રે તેઓ દુકાન પર હતા ત્યારે ત્રણ અજાણ્યા લોકો મહારાષ્ટ્રના નંબર પ્લેટ વાળી ગાડી લઈને તેઓ ની દુકાન પર આવ્યા હતા.. તેઓએ મારી દુકાનની બહાર ગાડી પાર્ક કરીને દુકાન બંધ શટર ઊંચું કરીને દુકાનમાં ઘૂસી ગયા હતા..

આ ત્રણ યુવક માંથી એક યુવકના હાથ માં સ્ટીલ નો પાઈપ હતો. જ્યારે બીજા બે યુવકોના હાથમાં દેશી બંદૂક હતી. આ બંદૂક જોઇને રાહુલભાઈ ખૂબ જ ડરી ગયા હતા. રાહુલભાઈ ની બાજુમાં તેમના મિત્ર અજયભાઈ પટેલ પણ બેઠા હતા. આ લૂંટારાઓએ અજયભાઈ પટેલને બંદૂકની અણી  દેખાડીને મારી નાખવાની ધમકી આપી હતી..

અને કહ્યું હતું કે તુમ્હારે પાસ કિતના પૈસા હૈ સબ હમે દે દો… દુકાન ના કેસ કાઉન્ટરમાં 30000 રૂપિયા પડ્યા હતા તેને લૂંટી ને દુકાનનું શટર ઊંચું કરીને તેઓ ભાગી ગયા હતા.. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો છે. આ લૂંટારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા..

દુકાનના માલિક રાહુલભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરા પર મળેલા ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો જોઈને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઇ જશો કે આ લૂંટારાઓને કોઈપણ પ્રકારનો ડર રહ્યો જ નથી આખરે આ લૂંટારૂઓને ડામવા માટે સરકાર કયા પગલાં લેશે તેના પર સૌ કોઇની નજર રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *