Breaking News

સુરતમાં જાહેર રસ્તા પર દોડતી બાઈકમાં અચાનક જ લાગી આગ, મચીગઈ મોટી અફરાતફરી.. જુવો વિડીયો..!

આગના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. કોઈને કોઈ કારણોસર નાની અમથી ચિંગારીમાંથી ખૂબ મોટી વિકરાળ આગ ફાટી નીકળવાના બનાવો છેલ્લા એક મહિના ખૂબ મોટી માત્રામાં સામે આવ્યા છે. આજે સવારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાંથી આગ લાગવાના બનાવો સામે આવ્યા છે…

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો મહેશ તુકારામ રાયકાવાડ પાલ અડાજણ વિસ્તારમાં નોકરી કરે છે. તે સવાર-સવારમાં ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યો હતો. પરંતુ સાઇલેન્સર ઉપર એક કાપડ પડ્યું હતું. તે અધવચ્ચે પહોંચ્યો એ સમય દરમ્યાન સાઈલેન્સર પર પડેલા કાપડ ગરમ થઇ જવાને કારણે બાઈક ઉપર આગ લાગી નીકળી હતી..

બાઇક પર જઇ આગ લાગી કે તરત જ તેણે બૂમાબૂમ કરીને બાઇક પરથી નીચે ઉતરી ગયો હતો. એટલા માટે તેનો જીવ બચી ગયો છે. મહેશને બાઇક પરથી નીચે ઉતારવામાં પાંચથી દસ સેકન્ડ મોડું થઈ ગયું હોત તો આજે કંઈક જુદા જ સમાચાર સામે આવ્યા હોત. કારણ કે મહેશ નીચે ઉતરતાની સાથે જ બાઈકમાં એકા એક ખૂબ મોટો ભડકો થયો હતો..

ચાલુ બાઇકે મહેશ નીચે ઉતરી ગયો હતો અને સૌ લોકોએ આ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માટી અને રેતી નજીકના વિસ્તારમાંથી મળી ન હતી જેના પગલે આ આગ સરળતાથી કાબૂમાં આવી નહીં. એટલા માટે અંતે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી લેવાની ફરજ પડી હતી..

તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો દોડી આવ્યા હતા અને બાઈક પર લાગેલી આગને ગણતરીની મિનિટોમાં જ કાબૂમાં લઈ લીધી હતી. આ બાઈક ની તપાસ કરતાં જણાયું છે કે, બાઈકમાં ઈન્સ્યોરન્સ રીન્યુ કરવામાં આવ્યો ન હતો. એટલે કે આ બાઈક નો કોઈપણ પ્રકારનો વીમો ન હોવાથી બાઈક ટોટલ લોસમાં ચાલી ગઈ છે.

ફાયર વિભાગે પણ જણાવ્યું હતું કે, બાઇકમાં લાગેલી આગને કાબૂમાં લીધા બાદ બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. તેમાં માત્ર લોખંડના સ્પેરપાર્ટ જ દેખાઈ રહ્યા હતા. બાકી તમામ વસ્તુઓ નષ્ટ થઈ ગઈ હતી. આ બાઈક આશરે 600 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે..

તેમજ આ આગમાં પ્રાથમિક કારણ તરીકે સાઇલેન્સર પડેલું કાપડ ગરમ થવાને કારણે આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. રસ્તા પર દોડતી બાઇકમાં આગ લાગવાને કારણે આસપાસના લોકો ત્યાં ઊભાંને ઊભાં રહીને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ આગળ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર બાઇકને બળીને ખાખ કરી નાખી હતી..

ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચે ત્યાં તો બાઈકના તમામ સ્પેરપાર્ટઓ બળી ગયા હતા. હાલ બાઈક ના માલિક ને ગાડી બળી જવાથી નુકસાનીનો સામનો કરવો પડશે. અગાઉ પણ સુરતમાં એક ટેમ્પો અને એક સ્કુલવાનમાં આગ લાગી હતી. એ પહેલાના સમયમાં પણ એક ટ્યુશન ક્લાસીસમાં તેમજ એક લાયબ્રેરીમાં અને એક ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવી ચૂક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *