આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગત વર્ષ દરમિયાન બહુ જ મોટા પ્રમાણમાં આપઘાત ના કિસ્સો સામે આવ્યા હતા. આ દરમિયાન ઘણીબધી વખત વ્યક્તિએ ખરેખરમાં જોઈએ તો આપઘાત કર્યો હોતો નથી પરંતુ બીજા દ્વારા તેને હત્યા કરી નાખવામાં આવે છે અને નો આપઘાત કર્યાનું વાત ફેલાવવામાં આવે છે આવા તો અનેક લોકોના મૃત્યુ કરી નાખવામાં આવ્યા છે અને છેવટે આપઘાત કર્યો હોવાનું કહી દેવામાં આવે છે.
આવું જ કંઈક બનાવ બન્યો છે સુરતમાં જ સિંગણપુર વિસ્તારમાં નાના હીરાના દલાલ તેઓ સિંગણપુર વિસ્તારમાં રહેતા હતા તેમનું નામ મુકેશભાઈ મુકેશભાઈ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આ મામલે પોસ્ટમોર્ટમ હીરા દલાલ એવા મુકેશભાઈ ના શરીર ઉપરથી માર મારવાના નિશાનો મળી આવ્યા છે જે નિશાન ને કારણે પરિવારજનો માં અનેક પ્રશ્નો થયા હતા.
સિંગણપુર વિસ્તારમાં રહેતા જ હીરા ના દલાલ મુકેશભાઈ ૫૦ લાખના હીરા પોતાના અંગત કામ માટે વેચી મારવાના આરોપ હેઠળ તેઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પરિવારના જણાવ્યા પ્રમાણે પોલીસે તેમને બહુ જ ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેમને જાતે જ ઝેરી દવા લઈને પોતે જ આપઘાત કર્યા ની વાતો વચ્ચે પરિવાર નું કેહવું છે કે,
તેઓ ની બોડી જ્યારે ઘરે લાવવામાં આવી ત્યારે તેઓના શરીર પર ઘા મારવા ના એટલે કે ઢોર માર .માર્યો હોય તેના ઘણા બધા ધા હતા તેના કારણે તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો હતો આ મામલે હીરા વેપારીઓ વિપુલ એ બે દિવસ અગાઉ મધ્ય પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મુકેશભાઈ હીરા દલાલ તેમણે ૫૦ લાખના હીરા વેચી ને પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા છે.
જેને લઇને પોલીસે મૃતક હીરાના કલાસ મુકેશભાઈ ને તેમના ઘરેથી લઈને આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જોકે આ પૂછપરછમાં પોલીસ દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુકેશને પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો અને ઘરે આવીને હીરાના દલાલે ઝેર પીને આપઘાત કર્યો પરિવારને આક્ષેપ છે કે ઘરે આવીને મુકેશભાઈ એ વેપારીઓ ના દબાણમાં આવીને તેઓ થી રહેવાયું નહીં..
અને તેઓએ આખરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે કે તેમને લાગતું હતું કે તેઓને હવે વારંવાર પોલીસને જવાબ આપવા જવું પડશે અને પોલીસ દ્વારા તેઓની પૂછપરછ કરવામાં આવશે અને તેઓને હજુ ઘણી બધી વખત ઢોરમાર મારવામાં આવશે આ બધા કારણોસર તેઓ આખરે પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર્યું અને કંઈ જ વિચાર્યા વગર દવા પી ને પોતે જીવન ટૂંકાવ્યું હતું જોકે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે તેઓએ દવા પીધી એટલે તરત જ તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તેઓને સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા આખરે મુકેશ ભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા વૃદ્ધ થયા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે તેમના શરીર ઉપર મારમારવાના આવેલા નિશાન મળી આવ્યા હતા પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજુ હોસ્પિટલના પોસ્ટમોર્ટમની રૂમમાંથી પણ પરિવારને અંતિમવિધિમાં માટે છ કલાક બાદ મુકેશભાઇના મૃત્યુ એ આપવામાં આવ્યો હતો જેને લઇને પરિવાર દ્વારા સિંગણપુર પોલીસ મથક બહાર જવામાં આવ્યો હતો કે શા કારણે મૃતદેહને તમે રાખ્યું એટલે બધો મોડું તમને સોંપ્યો હતો તેઓને શંકા હતી કે છ કલાક મોડો આવ્યો ખરેખર તેઓ ને ઢોર માર મારીને ત્યારબાદ તેમનું મૃત્યુ કરવા માગતો નથી.
હાલ આ મામલે પોલીસ દ્વારા હાલ મેધપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરબત વાઢેર અને હીરાના વેપારી વિપુલ સહિત પાંચ જણાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મામલે વધુ ને વધુ કામગીરી આગળ હાથ ઉપર ધરવામાં આવી છે. પરિવારના સભ્યો થકી પણ યોગ્ય ન્યાય ની આશા રાખી પોલીસ તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]