રાજસ્થાનના ટોક જિલ્લામાં પીપલું તાલુકામાં પ્રિયંકા ચૌધરી નામની મહિલા રહે છે. તેના લગભગ 14 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેણે સરકારી શાળા દ્વારા પોતાનું ભણતર પૂરું કર્યું હતું. પરંતુ તે ખૂબ જ અમીરી વાળી જિંદગી જીવવા માગતી હતી. જેને કારણે તેને રાજસ્થાન પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.
જે હાલમાં ટોન્ક વિસ્તારમાં પોતાની ફરજ બચાવી રહ્યા છે પ્રિયંકાએ લગ્ન થયા બાદ LLB ના કોર્સ કર્યા હતા. પ્રિયંકા થોડા વર્ષો પહેલા મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બની હતી. પરંતુ પ્રિયંકા ના શોખ ખૂબ જ ઊંચા હતા.પોતાના પતિની હેડ કોન્સ્ટેબલની નોકરી અને પોતાની LLB ની નોકરી દ્વારા તે પોતાના દરેક શોખ પૂરા કરી શકતી ન હતી.
જેથી તેના મનમાં કંઈક અલગ અલગ જ કરવાના વિચારો ચાલતા હતા. તે કંઈક અલગ કરવાના વિચારે પિપલું તાલુકા થી રાજસ્થાન ની રાજધાની જયપુર આવી પહોંચી હતી. જ્યાં તેમણે એક વેપારીને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. તેણે પોતાના દરેક મોંઘાશો ખૂબ પૂરા કરવા માટે જયપુર ના એક વેપારી સાથે સંબંધો બનાવ્યા હતા.
પ્રિયંકા વેપારી ની મદદથી પોતાના દરેક શોખો પૂરા કરતી હતી તેમજ તેણે એક ફેશન શોમાં પણ ભાગ લીધો હતો પરંતુ તેમાં તે નિષ્ફળ રહી હતી. આ ઉપરાંત પ્રિયંકાને મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બનાવવામાં પણ વેપારી ઘાસીલાલ એ ખૂબ જ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.વર્ષ 2019 માં પ્રિયંકા ને તેની ઉપલબ્ધિ પણ મળી હતી.
પરંતુ પ્રિયંકા તે વેપારી ને પોતાના અંગત વિડિયો દ્વારા બ્લેકમેઇલ કરતી હતી. તેથી વેપારીએ જયપુર પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તરત જ તમામ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક કપાસ દ્વારા પોલીસ અધિકારી એએસઆઈ જયસિંહ જણાવ્યું કે પ્રિયંકા ખૂબ જ હાઈ પ્રોફાઈલ જિંદગી જીવતી હતી.
તેની પાસે ૩૨ લાખ રૂપિયા ની એક કાર છે .જે કાર તેનો પતિ ઘણી વાર લઈને જતો હતો. આ ઉપરાંત પ્રિયંકાએ વેપારીના રૂપિયા થી લીગલ એડવાઈઝર બનીને લોન લીધી હતી. આ ઉપરાંત ઘર ખરીદવા માટે તેણે હાઉસિંગ ફાઇનાન્સ પરથી લોન લીધી હતી. ઉપરાંત પોલીસે પ્રિયંકાના ઘરેથી ત્રણ AC, લેપટોપ તેમજ LED ટીવી જપ્ત કર્યું હતું કે જે તેણે વેપારી પાસેથી રૂપિયા પડાવીને ખરીદ્યા હતા.
પોલીસ દ્વારા પ્રિયંકા અને વેપારી વચ્ચે થયેલી રૂપિયાની લેતી દેતી વિશે પણ જાણકારી મેળવી છે. જેમાં તેણે બેન્કમાંથી ડીલીટ કરવામાં આવેલી રૂપિયા તમામ લેતી દેતી નીમાહિતી પણ મેળવી છે. પોલીસ દ્વારા તે જાણવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એવું તું શું કારણ હતું કે વેપારી પ્રિયંકાને આટલા બધા રૂપિયા આપી રહ્યો હતો.
વેપારીએ જણાવ્યું કે ધીરે ધીરે પ્રિયંકા ની ડિમાન્ડ વધતી જતી હતી. સૌપ્રથમ તેણે વેપારી પાસેથી ૬૫ લાખ રૂપિયા માંગીને એક ઘર ખરીદ્યું હતું. જેમાં AC, પડદા ,સોફા , ટીવી તેમજ ઘરના એડવાન્સ બુકિંગ માટે 50 લાખ રૂપિયા માંગ્યા હતા. આ ઉપરાંત તેણે 9 લાખ રૂપિયાની કાર ખરીદી હતી.
વેપારી પાસેથી આટલા રૂપિયા પડાવ્યા બાદ પણ પ્રિયંકા શાંત રહી ન હતી. તેણે કાર અને ઘરના હપ્તા માટે પણ વેપારી પાસેથી જ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત વેપારીએ પોલીસને જણાવ્યું છે કે તેણે પ્રિયંકા ના બંને બાળકોની 5 લાખ જેટલી શાળાની ફી જમા કરાવી હતી. તેમજ 12 લાખ રૂપિયાની પોસ્ટ ઓફિસમાં એફડી બનાવવી હતી.
આ ઉપરાંત પ્રિયંકાએ તેની પાસે ઘરેણાની પણ ડિમાન્ડ કરી હતી. જેથી વેપારીએ 30 લાખ રૂપિયાના ઘરેણા બનાવ્યા હતા. તેમજ આ ઉપરાંત પણ ઘણીવાર રૂપિયા માંગ્યા હતા. પોલીસે વેપારીના આ તમામ વાતચીતને ધ્યાનમાં રાખતા પ્રિયંકાની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]