Breaking News

ST ની મુસાફરી પડી ભારે: આડેધડ ચાલતી બસે બમ્પર કુદાવ્યો અને મહિલાને મણકામાં થયું ગયું ફ્રેકચર, ડ્રાઈવર પર તો તરત જ..!

દેશનાં તમામ રાજ્યોમાં ટ્રાન્સપોર્ટેશન માટે જે તે રાજ્યની સરકારી બસો ચાલુ રહેતી હોય છે અને આ સુવિધાને કારણે સમગ્ર રાજ્યની અંદર તમામ જિલ્લાઓ અને શહેરોને ખૂબ સારી રીતે આવરી લેવામાં આવતા હોય છે જેના કારણે અનેક લોકોને ખૂબ જ સરળતા રહેતી હોય છે એસટી ની મુસાફરી ખરેખર તમામ લોકોએ કોઇના કોઇ કારણોથી કરવી જ પડતી હોય છે.

એમાં પણ ખાસ જ્યારે અમુક વિસ્તારોમાં ખાનગી બસો ચાલતી નથી હોતી એવા અંતરિયાળ વિસ્તારોમાં પણ એસટી બસો ચાલતી હોવાનું ઘણી વખત જોવામાં આવતો હોય છે, આ એસ.ટી.બસને કારણે દિવસની શરૂઆત થતાની સાથે અનેક લોકોના જીવનમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માં ઘણો સુધારો થતો જોવા મળ્યો છે થોડા સમય પહેલાં જ એસટી વોલ્વો ના આંકડા આપણી સામે આવ્યા હતા.

એક સમયે ખોટ કરતી વોલ્વો બસ છેલ્લા કેટલાક સમયથી સારા એવા નફામાં પરિણમી છે આ જ વસ્તુ બતાવે છે કે લોકો એસટી પ્રત્યે વધારે ને વધારે વળી રહ્યા છતાં કે ખાનગી બસોમાં ખૂબ મોટા પ્રમાણમાં ભાડા વસુલાત આવતા હોય છે જેના કારણે જાગૃત પ્રજા જાતે જ એસ.ટી.નો ઉપયોગ કરવાનું પસંદ કરી રહી છે અને એસ.ટી.ને કારણે ઘણા બધા ફાયદાઓ આપણને અને સરકારને પણ થતાં હોય છે.

જેની સૌથી વધુ ખ્યાલ તો જે લોકો દરરોજ એસટી બસ દ્વારા પોતાના ધંધા-રોજગાર માટે બીજા શહેરોમાં જતા હોય તેને ખૂબ સારી રીતે ખ્યાલ આવી ગયો હોય છે કારણ કે તે સ્થળે પહોંચવા માટે તે લોકો જો એસટી સિવાય અન્ય બસ કે સાધન નો ઉપયોગ કરે તો તેમને ખૂબ જ મોંઘું પડી જતું હોય છે પરંતુ કેટલીક વખત આ એસટી બસ ની છબી એ રીતે પણ કરાય છે કે,

તેમના ડ્રાઇવર રોગ યોગ્ય નથી કરતા બધા લોકો આવા નથી હોતા પરંતુ અમુક જ એવા ડ્રાઇવરોની હરકતને કારણે સમગ્ર એસટી તંત્ર ઉપર લાચન લાગી જતું હોય છે હાલમાં એવી જ ઘટના સામે આવી રહી છે જેની સવિસ્તાર જો વાત કરવામાં આવે તો વાસણા રામકૃષ્ણ કોલોનીમાં ૩૭ વર્ષના શીતલબેન સાગરા પોતાના પરિવાર સાથે રહે છે.

અને તેમના ભાઈ ગાંધીનગર સચિવાલયમાં એકાઉન્ટ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છેલ્લા દસેક વર્ષથી નોકરી કરે છે. એક દિવસ સાંજે શીતલબેન તેમના ભાઈ ની સાથે ગાંધીનગર થી એસટી બસમાં છેલ્લી સીટ ઉપર બેઠા હતા એસ.ટી.બસ પાલડી એન.આઈ.ડી ત્રણ રસ્તા થી પસાર થતી હતી ત્યારે બસના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક જ બમ્પ કુદાવ્યો અને શીતલબેન ઉછળતા ની સાથે જ તેમનું માથું બસની ઉપર ની જાળી સાથે જોરદાર અથડાયું.

અને તેઓ સીટ ઉપર પટકાયા, એસટી બસનું આવી બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ ને કારણે જોરદાર રીતે પટકાયેલા શીતલ બેન ને કમરના ભાગે પણ ઇજા થઇ હતી જેના કારણે તેમના બંને પગ સુન્ન થઇ ગયા હતા તેઓ હલનચલન પણ નહોતા કરી શકતા તેમના ભાઈ અને પિતા 108માં એસ.વી.પી માં સારવાર અર્થે લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેમના કમરના ભાગે મણકામાં પણ ફેક્ચર થયું હોવાનો ખ્યાલ આવ્યો શીતલબેન ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાઢી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *