Breaking News

ST બસ સાથેના અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત..! પરિવારમાં શોકનો માહોલ..!

આજકાલ અકસ્માતના બનાવો એટલા બધી વધી ગયા છે કે રોજ રોજ કેટલાય લોકો અકસ્માતમાં પોતાના સગા સબંધીઓને ખોઈ બેસે છે. અમુક અમુક વાર તો હાઇવે પર સ્પીડની મજા મોતની સજા બની જતી હોઈ છે. ગમખ્વાર અકસ્માત એટલે કે સાંભળીને રુંવાડા બેઠા કરીદે તેવો વધુ એક અકસ્માત ગોંડલ નેશનલ હાઈવે પર સર્જાયો છે..

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાય ગયો છે. જેમાં એક જ પરિવારના 5 જેટલા લોકોનું ઘટના સ્થળે મોત થયાની જાણ થયેલ છે. આ અકસ્માત એસ.ટી.બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના મોત અને 2 લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગોંડલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે કારનુ ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમા આવચી બસ સાથે ટકરાઇ હતી. આ ગમખ્વાર કસ્માતમાં મુળ બગસરાના મોટા મુંજીયાસર ગામના અને આઠ વર્ષથી સુરત સ્થાયી થયેલા પરિવારના પાંચ સભ્યોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ અકસ્માતમાં ફૂલ જેવા બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુચો બોલી ગયો હતો. સુરતના કપોદરા સોસાયટીમાં રહેતા મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયાનો પરિવાર સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતા..

ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફટતા કાર ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જઇ એસટી બસ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેનનું મોત નિપજતા મૃતદેહોને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે ધર્મિલ અને જેનીને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ ઘરના પાંચ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો હતો. નેશનલ હાઇવે ઉપર અકસ્માતની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ધર્મિલ અને જેનીને સારવાર માટે રાજકોટ ખસેડી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હકીકતમાં આ પ્રકારના દર્દનાક અકસ્માતના બનાવોના સમાચાર સાંભળતા જ આપડા શરીરમાં એકાએક સજાગતાની ચમકારો થાય છે કે આ રોડ એક્સીદેન્ટના બને એના માટે દરેક લોકોએ બરાબર ડ્રાઈવિંગ શીખવું જોઈએ. તેમજ વાહનોની દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *