લાલજી પટેલે ચુંટણી પહેલા આંદોલન સક્રિય કરવાના આપ્યા સંકેતો : ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પડઘમો ૨૦૨૨માં સંભળાવાના છે એ પહેલા SPG પ્રમુખ લાલજી પટેલે આપેલા નિવેદનોના પડઘમ કેવાક મજબુત બનીને રહેશે તે સરકાર માટે વિચારવા જેવી બાબત છે. લાલજી પટેલ કહ્યું કે ભૂતકાળમાં કરેલી ભૂલ ફરી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આંદોલન થશે સક્રિય : હાર્દિક પટેલના કોંગ્રેસના જોડાયા બાદ પાટીદાર આંદોલન થમી પડ્યું છે. તેમજ આંદોલનના મહત્વના નેતાઓ જુદી જુદી પાર્ટીઓમાં જોડાઈ ગયા છે જેથી મોટું ગાબડું પડ્યું છે. લાલજી પટેલએ કહ્યું કે આંદોલન જયારે વેગ પકડે છે ત્યારે જ રાજકીય પાર્ટીઓ રાજકીય નીતિ અપનાવીને પાટીદાર નેતાઓને પોતાની તરફ વાળવાની કોશિશ કરતા હોઈ છે. પરતું હવે ભૂતકાળમાં થયેલી ભૂલોને ફરીવાર રીપીટ ન થાય એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.
એકતા સાથે આગળ વધીશું : લાલજી પટેલે કહ્યું કે પાટીદાર અંદોલન વખતે પોલીસ દમનમાં 14 જેટલા પાટીદાર યુવકોના મોત થયા હતા. જે અંગે 26 તારીખે તેમને શ્રધાંજલિ આપવામાં આવશે. પાટીદાર સમાજના પ્રશ્નો અંગે સરકારને રજૂઆત કરીને સૌની એકતા સાથે આગળ વધવામાં આવશે.
કોઈ મોટો ચહેરો આગળ નહી બને : SPG પ્રમુખે વધુ માં જણાવ્યું હતું કે આ વખતે કોઇપણને ચેહરો બનાવ્યા વગર જ અમે આગળ વધશુ તેમજ ઘરે ઘરે જઈને દરેક સમાજના લોકોને રાજકીય પાર્ટીઓની ભૂમિકા અંગેની માહિતી પ્રદાન કરી લોકોને જાગૃત કરીશું. જે પાર્ટી પાટીદારોનો સહયોગ ન કરે તેનો બહિષ્કાર કરીશું. મુખ્યમંત્રીના પદ પર પાટીદાર હોઈ એ અમારું સપનું છે પાતું તેનો નિર્ણય ધારાસભ્યો કરશે તો ઉચિત રહેશે તેવું જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.