Breaking News

સોસાયટીની ખાડી પાસે કાગડાનું ટોળું ઉડતા જોઈને લોકો ખાડીમાં ઉતરીને જોવા ગયા, ત્યાં કચરાની વચ્ચે મળ્યું એવું કે જોઈને ઉભા રોડે દોટ મુકવી પડી..!

નજીવી બાબતોને લઈને અત્યારે કેટલાક લોકો એટલો બધો ગુસ્સો કરી બેસે છે કે, વાત વાતમાં ગુસ્સાને કારણે તેમનું મગજ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને હવે તો આવા ગુસ્સાને કારણે ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે માત્રામાં વધી રહ્યું છે. અત્યારે વિશાલ નગર સોસાયટીની ખાડી પાસેથી એક ઘટના સામે આવી છે..

ફતેપુર વિસ્તારમાં આવેલી વિશાલ નગર સોસાયટીમાં રહીશો સોસાયટીની બાજુમાંથી પસાર થતી ખાડીને કારણે ખૂબ જ હેરાન પરેશાન હતા. કારણ કે, આ ખાડીમાંથી ગટરનું પાણી પસાર થઈને નીકળે છે. જેને સોસાયટીના લોકો અહીંથી પસાર થવામાં અગવડતા પડે છે. છતાં પણ તેઓને અહીંથી ચાલવું પડે છે.

તેઓએ એક દિવસ સવારના સમયે જોયું કે, આ ખાડી ઉપર એક સાથે ઘણી બધી સંખ્યામાં કાગડાના ટોળા ત્યાં ઉડી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને તેમને ખૂબ જ નવાઈ લાગી હતી, કારણ કે તેઓ આ પ્રકારનું દ્રશ્ય ક્યારેય પણ પહેલા જોયું હતું નહીં કે આટલા બધા કાગડા શા માટે આ ખાડીના પાણી ઉપર ઉડી રહ્યા છે..

જ્યારે એક વ્યક્તિએ નજીક જઈને જોવાની કોશિશ કરી ત્યારે તેઓને એવું દ્રશ્ય જોઈ લીધું કે, દ્રશ્ય જોતાની સાથે જ ઉભા રોડે દોટ મુકવા લાગ્યા હતા. તેને જોઈને અન્ય વ્યક્તિઓમાં પણ ભય બેસી ગયો હતો. જ્યારે આ વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે આ ગાડીના પાણીમાં કચરા પાસે એક અજાણી યુવતીની લાશ મળી આવી છે..

આ લાશને જોતા જ તે હચમચી ઉઠ્યો હતો અને ત્યાંથી ભાગવા લાગ્યો, કોઈપણ વ્યક્તિને મૃત હાલતમાં જોવા એ કોઈ વ્યક્તિ માટે સહેલું હોતું નથી. સૌપ્રથમ જોનાર વ્યક્તિ કલ્પેશ કુમાર અન્ય વ્યક્તિઓને જણાવ્યું કે, આ ગાડીની અંદર અજાણી વ્યક્તિની લાશ છે. જેને લઇ આપણે તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી પહોંચાડી દેવી જોઈએ..

સોસાયટીના આગેવાનોને આ વાતની જાણકારી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ સોસાયટીના પ્રમુખે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ માહિતી પહોંચાડી દેતા જ પોલીસનો કાફલો અહીંયા આવી પહોંચ્યો હતો. આ લાશને આ ખાડીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલ માટે મોકલાવી આપી છે..

ગળાના ભાગે પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે. કોઈ વ્યક્તિએ તેને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધું હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારની આસપાસના ભાગોમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાથી અહીં કોઈ વ્યક્તિ આવીને આ લાશને ફેંકીને જતો રહ્યો હશે તેની જાણકારી મેળવવા માટે ત્યાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પૂછપરછ પણ થઈ રહી છે..

આ યુવતી વિશાલ નગરની પાછળના ભાગે આવેલા પ્રતિ સાગર સોસાયટીમાં રહેતા એક રહીસે ઓળખી બતાવી છે. અને જણાવ્યું કે આ યુવતી તેમની સોસાયટીમાં રહે છે. જ્યારે આ યુવતીના માતા પિતા સુધી વાત પહોંચાડવામાં આવી કે, તેમની દીકરીની લાશ વિશાલ નગરની ખાડી પાસેથી મળી આવી છે..

ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા અને ઘરમાં રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો. તેઓએ જણાવ્યું કે, તેમની દીકરી રાધિકા છેલ્લા બે દિવસથી ઘરેથી ગાયબ હતી. પરિવાર કહ્યું કે, તે અવાર નવાર ઘરેથી કોઈને કહયા વગર ગાયબ થઈ જતી હતી અને થોડા સમય પછી ફરી પાછી ઘરે આવી જતી હતી કે, જ્યારે તેને પૂછયુ કે તે આટલો સમય ક્યાં જાય છે..? અને ક્યાં વિતાવે છે..?

ત્યારે તે જણાવતી કે, તે તેના મિત્રોની સાથે ફરવાની ઈચ્છા ધરાવે છે. અને આ કામગીરી માટે તેને કોઈપણ વ્યક્તિને પરવાનગી લેવાની જરૂર નથી. તેવું સમજીને તે ઘરેથી નીકળી જતી હતી. પરંતુ આ વખતે કંઈક જુદો જ બનાવ બની જતા સૌ કોઈ લોકોના આંખે અંધારા આવી ગયા છે..

આ લાશને અહી ફેંકી દેવામાં આવી હતી. પરંતુ લાશની આસપાસના વિસ્તારમાં વધારે પડતો કચરો હોવાને કારણે કોઈ વ્યક્તિના નજરે ચડી નહીં, પરંતુ જ્યારે બીજા દિવસે આ લાશ ઉપર અસંખ્ય સંખ્યામાં કાગડા ઉડી રહ્યા હતા. તે જોઈને શંકા જતા કેટલાક વ્યક્તિ હોય તપાસ ચલાવી ત્યારે આ યુવતીની લાશ મળી આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *