મહાદેવની કૃપા નો કોઈ પાર જ નથી. ભક્તો જે માંગે મહાદેવ તેમને આશીર્વાદ રૂપે બધું જ આપે છે. ક્યારે કોઈને નારાજ કર્યા નથી. લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક મહાદેવની શિવલિંગની પૂજા કરતા હોય છે. સોમવારે તો મહાદેવના મંદિરમાં ભક્તોની લાગણીઓનો કોઈ પાર જ રહેતો નથી.
સોમવારે પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે એક એવો ધાર્મિક બનાવ બન્યો હતો કે જે જોતા જ શિવભક્તો દર્શને દોડી આવ્યા હતા. તેમજ પૂજા અર્ચના કરવા લાગ્યા હતા. પોરબંદરના ભાવેશ્વર મંદિર માં બપોરના સમયે મંદિરના ગર્ભગૃહ ની સફાઈ કરવામાં આવી રહી હતી. ભક્તો મંદિર ની સફાઈ કરતા હતા ત્યારે….
ત્યાં એકાએક સાપ આવી પડયો હતો. જોત જોતામાં તો સાપ મંદિરમાં રહેલી શિવલિંગ પાસે પહોંચી ગયો અને શિવલિંગની ફરતે વિંટળાઈ ગયો હતો. સાફ-સફાઈ કરવા આવેલા તમામ ભક્તો આ જોઇને ડરી ગયા હતા કે હવે આ સાપને બહાર કેવી રીતે કાઢશું.
સાપ આશરે ચારેક ફૂટ જેટલો લાંબો હતો. મંદિરના પૂજારી અશ્વિનગિરી ગોસ્વામી જણાવ્યું હતું કે આ સાપ સીધો મંદિરમાં ઘુસ્યો અને શિવલિંગ પાસે જઈને શિવલિંગ પર તે વીંટળાઈ ગયો હતો.
આ દ્રશ્ય જોઈને પૂજારી તેમજ ત્યાં રહેલા ભક્તો ડરી ગયા હતા. પરંતુ ત્યારબાદ તેને ભગવાન શિવના આશીર્વાદ તરીકે માનીને સૌ કોઈ આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા. તેમજ આજુબાજુના લોકો પણ સાક્ષાત આશિર્વાદ લેવા દોડી આવ્યા હતા.
ત્યારબાદ દૂરથી જ તેની પૂજા કરી હતી અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજ ઉઠાવી હતી. ત્યારબાદ મંદિરની નજીક રહેતા યુવાનોએ તેને પકડવાની કામગીરી હાથ ધરી હતી. અને તેને સલામત રીતે પકડીને યોગ્ય સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.
મહાદેવના મંદિરમાં સાપ આવીને શિવલિંગ ફરતે વીંટળાઈ જવું એ કોઇ સામાન્ય ઘટના નથી પરંતુ સાક્ષાત મહાદેવ આશીર્વાદ આપવા આવ્યા હશે તેવું માની શકાય છે. સાપ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
તેમજ સાપ સોમવારના દિવસે આવ્યો હોવાથી શિવભક્તો એ સાચા દિલથી પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ અગાઉ એક સાપ મહાદેવના મંદિરમાં ચડી આવ્યો હતો. ત્યારબાદ આરતી કરવાનું આરતીયુ પોતાની પૂછવા વડે ઉઠાવીને સાપે મહાદેવ ની આરતી ઉતારી હોવા ની ઘટના પણ સામે આવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]