Breaking News

સોમનાથ–દ્વારકા દર્શન કરીને પરત ફરતી વખતે ડ્રાઈવરને જોકું આવી જતા થયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત.. વાંચો..!

અકસ્માતના બનાવો દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે. રસ્તા ઉપર ઝડપની મજા મોતની સજા સાબિત થાય છે. હાલ એક એવો જ ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. વાસદ-બગોદરા હાઈવે સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવો બની ગયો છે. જેના કારણે લોકો પૂર ઝડપે દિવસ-રાત આવતા જતા હોય છે…

મંગળવારે આ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૂળ સુરતમાં રહેતા ધર્મનારાયણ ભટ્ટ કે જેમની ઉંમર ૧૭ વર્ષની છે. તેમના પતિ નિર્મલાદેવી કે જેમની ઉંમર ૬૮ વર્ષની છે. તેમજ તેમના જમાઈ અને તેમની દીકરી અને એક નાનકડા પૌત્ર સાથે તેઓ સોમનાથ અને દ્વારકા ધામ પર દર્શન માટે ગયા હતા…

દર્શન કર્યા બાદ તેઓ સુરત ઘરે પરત ફરી રહ્યા હતા. એ સમયે વાસદ-બગોદરા હાઈવે ઉપર એક ગંભીર અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો. હાઈવે ઉપર સુક્દ પાટિયા નજીક આઇ માતા હોટલ આવેલી છે. જ્યાં એક આઈસર ચાલકે પોતાનું આઇસર ત્યાં ઊભું રાખ્યું હતું.  તેવામાં કારચાલક ને અચાનક જ જોકું આવી જતા કારનુ બેલેન્સ ગુમાવી દીધું હતું…

અને કાર આઇસર ના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. વાસદ બગોદરા હાઈવે ઉપર હજારો વાહન અવર-જવર કરે છે રોડ રસ્તા સારા હોવાના કારણે વાહનચાલકો પૂર ઝડપે હાઇવે પરથી પસાર થતા હોય છે. જેના કારણે છેલ્લા એક અઠવાડિયામાં હાઇવે ઉપર અકસ્માતના કારણે 8 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે.

ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે નડેલા અકસ્માતમાં ધર્મનારાયણ ભટ્ટ અને તેમજ તેમની પત્ની નિર્મલાદેવી ભટ્ટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમનો જમાઈ અનંત મહેશ્વરી અને તેમની દીકરી સુનંદા મહેશ્વરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમજ તેમના ડ્રાઇવર અને તેમનો પૌત્રને પણ સામાન્ય ઈજાઓનો સામનો કર્યા બાદ તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

આ બાબતે આંકલાવ પોલીસ મથકમાં આઇસર ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આગળની તપાસ હાથ ધરી છે.  આ પરિવારે ક્યારેય પણ નહીં વિચાર્યું હોય કે તેઓની સાથે ગંભીર અકસ્માત બનવાનો છે. તેઓ ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે તેઓને ગંભીર અકસ્માત નડતા બે લોકોના ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે.. આ સમાચાર સાંભળતા ની સાથે જ પરિવારના અન્ય લોકોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *