આજના સમયમાં અકસ્માતની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે અકસ્માતના સમાચારો સાંભળતા જ ગભરામણ થવા માંડે છે. આવી પરિસ્થિતિમાં હજી એક આવો ગંભીર અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે. મોરબી જીલ્લાનું કોણકોટ ગામ જે વાંકાનેર તાલુકામાં આવેલું છે. ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે.
અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે વાંકાનેર પાસે ચાલકને ઝોકું આવતા તેણે કાર પરથી પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જેથી કાર કૂવામાં પડી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે.
આ ગંભીર અકસ્માતનો ભોગ બનેલ પરિવાર અમદાવાદનો મૂળ રહેવાસી છે. આ પરિવાર દિવાળીની રજાઓમાં અમદાવાદ થી સોમનાથ ફરવા માટે ગયો હતો. પરંતુ રસ્તામાં જ આ ગંભીર અકસ્માત બનતા આ પરિવારની ખુશીઓ પળવારમાં જ છીનવાઈ ગઈ છે. એક જ પરિવારના ચાર લોકોનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
અમદાવાદ માં રહેનાર પ્રજાપતિ નામના વ્યક્તિ કે જે અકસ્માતનો ભોગ બનેલ લોકોના સ્વજન છે તેમણે ઇકો કાર ચાલક ની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિના નામ આ પ્રમાણે છે.
જેમાં મંજુલાબેન રતિભાઈ પ્રજાપતિ, જેમની ઉંમર ૬૦ વર્ષ છે આ ઉપરાંત મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ, જેમની ઉંમર ૪૩ વર્ષ છે. તેમજ આદિત્ય દિનેશભાઈ પ્રજાપતિ અને ઓમ દિનેશભાઈ પ્રજાપતિ પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે જેમની ઉંમર અનુક્રમે 16 વર્ષ અને સાત વર્ષ હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]