દિવાળી નજીક આવતા જ સિંગતેલના ભાવમાં રાફડો ફાટ્યો, એક જ ઝાટકે ભાવ પહોચ્યો સાતમા આસમાને, જાણો ડબ્બાના તાજા ભાવ..!

સીંગતેલના ભાવમાં વારંવાર ઉતાર ચઢાવ નોંધાતો હોય છે. કોઈક વખત 30 રૂપિયાનો વધારો કરવામાં આવે, તો કોઈક વખત 50 સુધીનો પણ વધારો કરવામાં આવે છે. જ્યારે ઘટાડાના ભાગરૂપે માત્ર ૧૦ કે ૧૫ રૂપિયાનો નજીવો ઘટાડો કરીને લોકોને રાજી કરવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવે છે. દિન પ્રતિદિન જીવન જરૂરિયાતથી વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમ વર્ગીય લોકો રાડો ફાડી ગયા છે..

કારણ કે કમાણી પ્રમાણે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે અને ઓછા પૈસામાં ઘર ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. દૂધના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવે તો તમામ હદોને વટાવી દીધી છે. જ્યારે હવે સિંગતેલના ભાવમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાતા ગૃહિણીઓ પણ લાલ આંખો કરી બેઠી છે.

દિવાળીના તહેવારની સીઝન શરૂ થતા જ ફરસાણ બનાવતી કંપનીઓ ભારે માત્રામાં તેલની ખરીદી કરી રહી છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ હજુ પણ સંગ્રહને વેગ આપી રહ્યા છે. જેના કારણે સિંગતેલના ભાવમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સિંગતેલના હાલના ભાવો 3 હજાર રૂપિયાને પાર થઈ ગયા છે.

અત્યારે સિંગતેલના ડબાના ભાવમાં છેલ્લા 10 દિવસની અંદર અંદર કુલ 150 રૂપિયાથી માંડીને 180 રૂપિયા સુધીનો વધારો જીંકાતા ડબાનો ભાવ 3 હજારને પાર પહોંચી ગયો છે.  ગુજરાતમાં કેટલાક લોકો અત્યારના સમયે જ આખા વર્ષનું સિંગતેલ ખરીદીને મૂકી દેતા હોઈ છે. જેમ જેમ જરૂરીયાત જણાઈ તેમ તેમ વાપરે છે.

અત્યારે સિંગ તેલની ખરીદી ખુબ જ વધી જવાને કારણે એકાએક ડીમાંડ ઉભી થઈ છે જેને લઈ ભાવમાં વધારો થયો છે. બે દિવસ પહેલા જ સિંગતેલના ડબાનો ભાવ 2750 થી લઈને 2850 રૂપિયા સુધી ચાલતો હતો. પરતું વધારો થતા હાલ ભાવ 3 હજારે પહોંચી ગયો છે. આ ભાવ દિવાળીના તહેવારની રજા બાદ ઓછો થશે એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે.

દિવાળી બાદ મંડીઓમાં નવી મગફળીની આવક થશે અને ત્યારબાદ સિંગતેલના ડબાનો ભાવ રૂ.2500ની આસપાસ આવી જશે. આ સાથે સાથે બીજા ખાદ્યતેલના ભાવોમાં પણ ઘટાડો નોંધાઈ તેવી શક્યતા રહેલી છે. જુદા જુદા ખાદ્યતેલના ભાવની વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવ 3000 રૂપિયા નોંધાયા છે.

પામોલિન તેલના ભાવ 1650 રૂપિયા, કપાસિયા તેલના ભાવ 2400 રૂપિયા, સરસવ તેલના ભાવ 2350 રૂપિયા તેમજ સનફલાવર તેલના ભાવ પણ 2350 રૂપિયા નોંધાયા છે. દિવાળીનો સમય આવતા જ થયેલા આ ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય પરિવારને હાલ ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment