Breaking News

શુટિંગ માટે ઘરેથી નીકેળેલી અભિનેત્રીની લાશના ટુકડા ખાતરના કોથળામાંથી મળી આવતા જ ચારે કોર મચી ગયો હડકંપ, વાંચો..!

કહેવત છે ને કે કાલે શું થશે તેની કોઈ પણ વ્યક્તિને જાણ હોતી નથી..? એટલા માટે દરેક માણસે દરેક દિવસને પોતાનો અંતિમ દિવસ હોય એવી રીતે મોજ મજા થી જીવી લેવો જોઈએ.. હાલ એક અભિનેત્રીની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ મામલો હકીકતમાં બાંગ્લાદેશનો છે..

બાંગ્લાદેશના ઢાકામાં આવેલા ગ્રીન રોડ વિસ્તારમાં એક અભિનેત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. પરિવારમાં બે બાળકોની સાથે સાથે તેના પતિનો પણ સમાવેશ થતો હતો. અભિનેત્રીનું નામ રાયમા શીમુન છે. અભિનેત્રી ત્યાંની ખૂબ જ પ્રચલિત અભિનેત્રી છે. પરંતુ કોઈ કારણસર હાલના અભિનેત્રીનની હત્યા કરી નાખવામાં આવી છે.

રાયમા શીમુન એક દિવસ સવારે શૂટિંગના સેટ પર જવા માટે ઘરેથી નીકળી હતી. ત્યારે તેણે તેના બાળકોને કહ્યું હતું કે, હું જલ્દી જ પાછી આવી જઈશ. પરંતુ સાંજ સુધી માં ઘરે ન આવતાં તેના બાળકો વારંવાર તેને કોલ કરવા લાગ્યા હતા. પરંતુ રાયમાનો મોબાઈલ સ્વીચ ઓફ હતો..

એટલા માટે બાળકોએ વિચાર્યું કે તેમની માતા શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત હશે. મોડી રાત્રે તે પરત આવી જશે. પરંતુ મોડીરાત સુધી ઘરે ન પહોંચતા આ તો મામલો પોલીસ સ્ટેશનની ફરિયાદ સુધી પહોંચ્યો હતો. મોટી અભિનેત્રીના ગાયબ થવાની આ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે કામગીરી શરૂ કરી દીધી હતી..

અને રાયમા શીમુનની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ બીજા દિવસે પોલીસને હઝરત પુલના વિસ્તાર પાસેથી એક ખાતરનો કોથળો મળી આવ્યો હતો. જે ખૂબ જ દુર્ગંધ મારતો હતો. આ કોથળાને ખોલીને જોવાની કોશિશ કરી તો તેની અંદરથી લાશના ટૂકડે ટૂકડા મળ્યા હતા..

આ મામલો સામે આવતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસ દોડતી થઇ હતી. તપાસ કરતાં જણાયું તો આ લાશના ટુકડા અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ગાયબ રાયમા શીમુનના છે. આ બાબતની જાણ પોલીસે નાના ભાઈને પણ કરી હતી. તેમજ શંકા મંદોને પકડી પાડવાની પણ તાજવીજ હાથ ધરી હતી..

રાયમા શીમુનના ભાઈ એ જણાવ્યું હતું કે, રાયમાની હત્યા કરવામાં આવી છે. તેમજ આ હત્યામાં રાયમાનો પતિની સાથે સાથે તેના પતિના અન્ય છ મિત્રો પણ સામેલ છે. એટલા માટે પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી છે. અને હાલ એક પછી એક સૌ કોઈની પૂછતા જ કરવામાં આવી રહી છે..

રાયમાની ગાડી પણ મળી આવી છે. જેમાં પાછળની સીટ ઉપર લોહીના ખૂબ જ ખરાબ ડાઘા મળી આવ્યા છે. રાયમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ પ્રખ્યાત અભિનેત્રી હતી. એટલા માટે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકો રાયમાની સફળતાથી ખુશ ન હતા. આ બાબતને લઈને પણ તેની હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

આ ષડયંત્રમાં રાયમાના પતિની પણ સંડોવણી છે. રાયમાને કુલ ૫૦ કરતા વધારે નાટકોમાં કામ કર્યું છે. જ્યારે ૨૫ કરતા વધારે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તે પોતાનું પણ પ્રોડક્શન હાઉસ ચલાવતી હતી. હકીકતમાં અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોમાં હડકંપ મચી ગયો હતો..

અને વિચારવા પર મજબૂર બની ગયા હતા કે જો આટલી બધી સિક્યુરિટી ધરાવનાર લોકોને પોતાના નિશાને મારી નાખવામાં આવતા હોય છે તો સામાન્ય વ્યક્તિને તો ક્યાં વાત જ જાય..? ખરેખર આ હત્યા બાદ હત્યારાઓને પકડવા માટે પોલીસે બધા જ સુત્રોને ગતિમાન કરી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *