કહેવાય છે કે સુદર્શન ચક્ર એક એવું અચૂક અસ્ત્ર હતું કે તેને છોડ્યા પછી તે લક્ષની પાછળ જતું અને તે પોતાનું કાર્ય પૂર્ણ થાય પછી ફરી પોતાના સ્થાન પર આવી જાતું. આ ચક્રને ભગવાન વિષ્ણુની આંગળી પર ફરતું દર્શાવામાં આવ્યું છે, સૌથી પહેલા આ ચક્ર તેનની પાસે જ હતું. ફક દેવતાઓની પાસેજ આવા ચક્ર હતા, અને ચક્ર ફક્ત એ વ્યક્તિઓ પાસે જ હતું જેને દેવતાઓ નિયુક્ત કરતા.
પૂરાણો અનુસાર વિભિન્ન દેવતાઓ પાસે પોત પોતાના ચક્રો હતા. દરેક ચક્રની પોતાની અલગ અલગ ક્ષમતા હતી, અને દરેકના ચક્રોના નામ પણ હતા. મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું, આ સુદર્શન ચક્ર ક્યાંથી આવેલુ અને ચક્રના જન્મ દાતા કોણ હતા.
ક્યાં દેવતા પાસે કેવું ચક્ર… : ચક્રને નાનું પરંતુ સૌથી અચૂક અસ્ત્ર માનવામાં આવતું હતું, દરેક દેવી-દેવતાઓ ની પાસે પોત પોતાના અલગ અલગ ચક્ર હતા. તે દરેકના અલગ લગ નામ પણ હતા. શિવજીના ચક્રનું નામ ભવરેંદુ, વિષ્ણુજીના ચક્રનું નામ કાન્તા, અને દેવી ના ચક્ર મૃત્યુ મંજરીના નામથી ઓળખાતા હતા. સુદર્શન ચક્રનું નામ ભગવાન કૃષ્ણના નામ સાથે અભિન્ન રૂપથી જોડાયેલું છે.
કેવી હતી સુદર્શન ચક્રની શક્તિ… : સુદર્શન ચક્ર, બ્રહ્માસ્ત્રણી સમાન અચૂક હતું, પરંતુ તે બ્રહ્માસ્ત્રની જેમ વિધ્વંસકના હતું પરંતુ તેનો પ્રયોગ ખુબજ જરૂરિયાત હોય ત્યારે જ કરવામાં આવતો. કારણ કે એકવાર છોડ્યા પછી તે દુશ્મ્મનો નાશ કર્યા પછી જ પાછું વળતું.
આ આયુધની ખાસિયત હતી કે તેને હાથમાં ફેરવીને ઝડપથી હાથમાં ફેવી હવાના પ્રવાહ સાથે મળીને ખુબજ વેગ થી અગ્નિ પ્રજ્વ્વલિત કરીને તે દુશ્મનને ભસ્મ કરી નાખતું. તે ખુબજ સુંદર, તીવ્રગામી, તરત સંચાલિત થતું એક ખતરનાક અસ્ત્ર હતું.
પરમાણું બોમ સમાન સુદર્શન ચક્રના વિજ્ઞાનને પણ ખુબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું, અને એનું કારણ એ હતું કે આ ચક્ર વિશે દેવતાઓ સિવાઈ ના જાણી લે નહીતર અયોગ્ય અથવા ગેર જિમ્મેદાર લોકો દ્વારા તેનો દુરુપયોગ થઇ શકતો હતો.
કેવું હતું સુદર્શન ચક્ર, તેની બનાવટ અને રંગ-રૂપ… : તે ચાંદીની શલાકાઓથી બનેલું હતું, તેણી ઉપર અને નીચેની બાજુ લોહ શુલ લાગેલી હતી, તેની સાથેજ તેમાં ખુબજ વિશેલા ઝેર હતા જેણે દ્વિમુખી પૈની છરીઓ માં રાખવામાં આવતા. અને આ છારીઓનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. તેના નામથી જ વિપક્ષી સેનાઓમાં મોતનો ડર છવાયેલો રહેતો હતો.
કોણે બનાવ્યું હતું આ સુદર્શન ચક્ર… : એ જેટલું રહસ્યમય છે એટલું જ રહસ્યમય તેનું નિર્માણ અને સંચાલન પણ છે, પ્રાચીન અને પ્રમાણિક શાસ્ત્રો અનુસાર તેનું નિર્માણ ભગવાન શંકરે કર્યું હતું. નિર્માણ પછી ભગવાન શિવજીએ તેને વિષ્ણુ ને આપી દીધું હતું. જરૂરિયાત પડવા પર ભગવાન વિષ્ણુએ આ ચક્ર દેવી પાર્વતીને આપ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ પાસે તે દેવીની કૃપા થી આવ્યું હતું. એક એવી માન્યતા પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણે આ ચક્ર પરશુરામજી એ આપ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]