Breaking News

શું માથા પર ઓઢવું એ ભારતીય રૂઢીવાદની પરંપરા છે?

આપણા માંથી ઘણા લોકો એવા હશે જેણે મહિલાઓ એ એનું માથું ઢાંકીને મંદિર માં પૂજા કરતી જોઈ હશે. આનું કારણ એ છે કે હિંદુ ધર્મ માં મંદિર જતા સમયે અથવા કોઈ પણ પ્રકાર ની પૂજા-પાઠ કરતા સમયે મહિલાઓ ને માથું ઢાંકવાની સુચના આપવામાં આવે છે. પરંતુ એમ કેમ છે, એની પાછળ એવી કેમ માન્યતા છે ? આખરે શું કારણ છે કે કોઈ પણ પ્રકાર ની પૂજા-પાઠ કરતા સમયે મહિલાઓ ને માથું ઢાંકવું જરૂરી છે. જો તમે પણ આની પાછળ નું લીગલ કારણ જાણતા નથી તો ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે આખરે આવું કેમ કરવામાં આવે છે.

હિંદુ ધર્મ માં એક માન્યતા પ્રાચીન સમય થી પ્રચલિત છે કે આપણે જેનું સમ્માન કરીએ છીએ એની સામે હંમેશા માથું નમાવી ને જવું જોઈએ. કહેવાનો મતલબ છે કે માથું ઢાંકવું એક પ્રકાર ની આદત છે. અમુક આને રૂઢિવાદ બુ પ્રતિક મને છે પરંતુ એવું બિલકુલ નથી, જો કે આ માત્ર સમ્માન આપવની રીત છે. આજ કાળ લોકો મોર્ડન થઇ ગયા છે, જેથી તે આ વાતો પર કંઈ ધ્યાન આપતા નથી.

આના સિવાય એક માન્યતા એ પણ છે કે મંદિર જતા સમયે જો માથું ઢાંકે નહિ તો આપણા વાળ તૂટીને પડે છે, જે હિંદુ ધર્મ માં બિલકુલ સારું નથી લાગતું.એના સંબંધ માં કહેવામાં આવ્યું છે કે જયારે આપણા વાળ તૂટીને નીચે પડે છે ત્યારે તે મરી જાય છે.જેના કારણે આપણી પૂજા નિષ્ફળ થઇ જાય છે. પરંતુ જો આપણે માથું ઢાંકીને મંદિર જઈએ છીએ તો એવું થવાની સંભાવના ઓછી હોય છે અને આપણને આપણી પૂજા-અર્ચના માં પૂરું ફળ મળી શકે છે.

કહેવાય છે કે માથું ઢાંકવા થી ધ્યાન એક્ગ્રિત રહે છે. એનો મતલબ એ થયો કે જો માથું ઢાંકીને દેવી-દેવતા ની પૂજા કરવામાં આવે છે તો ધ્યાન આજુ-બાજુ ભટકતું નથી. એનાથી વ્યક્તિ ઘણી આસાની થી ઈશ્વર ની ભક્તિ માં મન લગાવી શકે છે.કારણ કે શાસ્ત્રો માં કહેવાયું છે કે કે પૂજા માં ધ્યાન પ્રભુ ની બાજુ એકાગ્ર ન રાખે તો પૂજા નો કોઈ ફાયદો થતો નથી. વેદો માં વર્ણિત ઉલ્લેખ ના અનુસાર માથા ના મધ્ય માં એક કેન્દ્રિત ચક્ર જોવા મળે છે.

કહે છે કે માથું ઢાંકીને ઈશ્વર ની આરાધના કરવાથી આ ચક્ર પર જલ્દી પ્રભાવ પડે છે જેનાથી અનેક પ્રકાર ના લાભ પ્રાપ્ત થાય છે. એની સાથે જ એ પણ કહેવામાં આવે છે કે માથું ઢાંકીને પૂજા-પાઠ કરવાથી વ્યક્તિ ની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી નથી. એનાથી વ્યક્તિ ના મન-માથામાં સકારાત્મક બની રહે છે. એવા માં વ્યક્તિ મોટી આસાનીથી ઈશ્વર માં એનું ધ્યાન લગાવી શેકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પગનો આકાર ખોલી નાખે છે પુરુષ અને સ્ત્રીના દરેક રાઝ, આવી રીતે જાણી શકાય કે કોણ કેટલું પાણીમાં છે..!

તમને જાણીને થોડું આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે કે લોકોના વિવિધ પગના આકાર તે …

Leave a Reply

Your email address will not be published.