Breaking News

શું દિવાળી બગાડશે કમોસમી વરસાદ..!? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, પવન સાથે તોફાનો ફાટી નીકળશે – ખાસ વાંચો..!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળા દરમિયાન પણ કમોસમી વરસાદની તથા વાવાઝોડાની આગાહી કરી છે. તેમના અનુસાર પવનવાહક નક્ષત્રના યોગના કારણે વાવાઝોડાની શક્યતા વધી છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે. જેની અસર નવેમ્બર મહિના ઉપરાંત ડિસેમ્બર દરમિયાન પણ જોવા મળશે. રાજ્યમાં આજે કમોસમી વરસાદની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તેવામાં ખેડૂતોની સ્થિતિ શિયાળા દરમિયાન પણ ખુબ જ કફોડી થશે.

ગુજરાતમાં હાલ મેઘરાજાએ ઓફીશીયલ વિદાય તો લઇ લીધી છે પરંતુ તેવામાં પવનની દિશા ઉત્તર તરફથી પશ્ચિમ તરફ થઇ જતા શિયાળાનું ધીરે ધીરે આગમન થઇ રહ્યું છે. ઠંડીનો સામાન્ય ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા પણ મળે છે.

બપોરે આકરા તાપ સાથે ભારે બફારો પણ જોવા મળે છે. અને સાંજે નાના મોટા વરસાદી ઝાપટા સાથે હવામાન ઠંડુ બની જાય છે. જો કે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં પાંચ દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજથી મધ્યમ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ-ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ વાતાવરણ 36 ડિગ્રીની આસપાસ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિયાળો આવતા જ કેટલાક નક્ષત્રોમાં ફેરફાર થયો છે. તેથી હવે આવનારા મહિનાઓ માં એટલે કે નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં શિયાળાની સાથે સાથે જ કેટલાક કમોસમી વરસાદ પણ થશે અને કેટલાક ચક્રવાત પણ ફંટાઈ આવશે.

શિયાળો શરુ થતા જ ઠંડીની સાથે સાથે વાવાઝોડાનું જોર શા માટે રેહશે? તો અંબાલાલ પટેલે જણાવ્યું છે સવારમાં ગુલાબી ઠંડી પડી રહી છે. કરોળિયા જાળા બનાવવા માંડ્યા છે એટલે શીયાળાના પડઘમ હવે શરુ થઈ ગયા છે. હવે ધીરે ધીરે ઠાર પડશે અને શીયાળામાં હિમ જામશે.

ઉલેખનીય છે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં પવન અને વાત નક્ષત્રના યોગો હોવાથી વાવાઝોડા ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. 20 અને 21 તારીખે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામશે અને રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારમાં વરસાદી માહોલ જામશે.

ત્યાર બાદ વારંવાર દરિયામાં પવન ચક્રવાત જન્મશે અને જો દિશા યોગ્ય પકડશે તો જે તે રાજ્યોમાં ત્રાટકશે પણ. આ સાથે જ અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે..

16 નવેમ્બર પછી દરિયામાં જન્મેલા ચક્રવાતો જોર પકડશે અને 1 ડીસેમ્બર સુધી તોફાન વાવાઝોડાનો માહોલ રેહશે તેમજ 8 ડીસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધી જશે. 16 નવેમ્બર પછીના વાવાઝોડા બંગાળ ની ખાડી અને અરબ સાગરમાં હળવા પ્રેશરના લીધેથી બનશે. જેની વધારે અસર પશ્ચિમ અને દક્ષીણના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે.

નવેમ્બર મહિનામાં જે ચક્રવાતો અરબ સાગરમાં ઉદ્ભવશે તેની અસર ગુજરાત તરફ વધારે રેહતી હોઈ છે પરતું ઘણી બધી વાર આ ચક્રવાતો ઓમાન તરફ કે પાકિસ્તાન તરફ ફંટાઈ જતા હોઈ છે તેથી આ વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્યને રેહતો નથી. આમ શિયાળામાં પણ કમોસમી વરસાદ નો માર સહન કરવો પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *