Breaking News

શૃંગાર આરતી દરમિયાન હનુમાનજીએ આંખો પટપટાવતા ભક્તોએ લાંબી લાઈન લગાવી, વિડીયો જોઈને કરી લો હનુમાનજીના ચમત્કારિક દર્શન…

અત્યારે તમામ લોકોના કષ્ટને દૂર કરનારા હનુમાનજી મહારાજનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઓખલેશ્વર ધામનું હોવાનું સામે આવ્યું છે. જે અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શૃંગાર આરતી દરમિયાન હનુમાનજીની પ્રતિમાએ આંખો પટપટાવી હતી..

આ દ્રશ્યોને જોઈને હનુમાનજીના ભક્તોનું ઘોડાપૂર અહી દર્શન માટે ઉમટી પડ્યું છે. ભક્તોએ દર્શન માટે એટલી બધી લાંબી લાઈનો લગાવી દીધી છે કે જેની ન પૂછો વાત. કારણકે હનુમાનજી પ્રત્યે ભક્તોની લાગણી અને આસ્થા હંમેશા અપરંપાર રહી છે. હનુમાનજીને સાચા દિલથી પ્રાર્થના કરવાથી આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે..

અને જીવન હંમેશા સુખમય રીતે પસાર થાય છે. મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લામાં ઓખલેશ્વર ધામ આવેલું છે. અહીં હનુમાનજીનું વિશ્વ વિખ્યાત મંદિર છે. આ મંદિર ખૂબ જ જૂનું છે. અહીં હનુમાનજીની શૃંગાર આરતી કરવામાં આવી હતી. ત્યારે ભક્તોનું ઘોડાપૂર આરતીમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યું હતું..

સૌ કોઈ લોકો સાચા દિલથી હનુમાનજીને પ્રાર્થના કરતા હતા તો કેટલાક લોકો હનુમાનજીના દર્શન માટે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો પણ ઉતારી રહ્યા હતા અને આ આરતી દરમિયાન એક ચમત્કારિક ઘટના બની હતી. હનુમાનજીની પ્રતિમાએ એકાએક આંખો પટ પટાવી દીધી હતી અને આ દ્રશ્ય એક વ્યક્તિના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ થઈ ગયું હતું..

જેનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્ય સર્જાયું ત્યારે સૌ કોઈ ભક્તો કહી રહ્યા છે કે, આપણી વચ્ચે હનુમાનજી મહારાજની હાજરી સાક્ષાત દેખાઈ આવી છે. આ દ્રશ્ય જોવાનો મોકો કોઈ પણ વ્યક્તિને મળતો નથી. ખૂબ જ ઓછા ભક્તો હોય છે કે જેને ભક્તિ અને આસ્થાથી ખુશ થઈને ભગવાન આશીર્વાદ આપે છે..

આ વાયરલ વિડીયો ને જોઈ સૌ કોઈ ભક્તો દર્શન કરી રહ્યા છે. હનુમાનજી મહારાજની શૃંગાર આરતીમાં જ્યારે આ કુતુહલ ભર્યું દ્રશ્ય સર્જાયું ત્યારે દરેક ભક્તો જય બજરંગ બલીના નારાથી સમગ્ર મંદિરને ગુંજી ઉઠ્યું હતું. ભક્તો કહેવા લાગ્યા હતા કે, અત્યારે પ્રાર્થના કરી સૌ કોઈ લોકોએ ભગવાનને રિઝવાની કોશિશ કરવી જોઈએ અને આપણા જીવનમાં સૌ સારા વહાલા થાય એટલા માટે ભગવાન દરેક વ્યક્તિની મનોકામના પણ પૂર્ણ કરે છે.

આ વાઇરલ વીડિયોની પુષ્ટિ અમે ચોક્કસપણે કરી શકતા નથી. પરંતુ આ વિડિયો ખૂબ જ વાયરલ થવાને કારણે ચર્ચામાં આવ્યો છે અને આ વીડિયોની સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. પરંતુ અમે આ વાયરલ વીડિયોની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતા નથી. જ્યારે હનુમાનજીની પ્રતિમાની આખોની પાપણ એક વખત બંધ થઈ હતી.

એ કુતુહલ મોબાઈલ ફોનમાં કેદ થઈ ગયું છે. આ અગાઉ પણ એક વિસ્તારના મંદિરમાં બાળ સ્વરૂપ કાન્હાજીએ ચમચી વડે દૂધ પીધું હતું. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં એક ભક્ત વાટકીમાંથી એક ચમચી ભરીને દૂધ કાનાજીની સામે ધરે છે. અને આ દૂધ પોતાની નજર સામે જ અદ્રશ્ય થઈ જતું હતું..

એટલું જ નહીં પરંતુ આ મહિલાએ આખી એક વાટકી દૂધ ભગવાનને ધરાવ્યું હતું અને આ તમામ દૂધનો જથ્થો એક પછી એક ચમચી કરીને અદ્રશ્ય થઈ ગયો હતો. આ દ્રશ્ય સર્જાયું ત્યારે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સૌ કોઈ લોકો જય કન્હૈયા લાલ કી ના નાદ પણ લગાવવા માંડ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *