રોજબરોજ ઘણા ઘણા લોકોના મૃત્યુ રાજ્યમાં બનતા અકસ્માતના કારણે થતા હોય છે. હાઈવે પર બેફામ ગતિએ ચલાવવામાં આવતી ગાડી ક્યારે અકસ્માતને નોતરું આપે છે. અકસ્માતમાં કોઈ એક વ્યક્તિના જીવને જોખમ રહેતું નથી. પરંતુ અકસ્માત જે વાહન સાથે બન્યો હોય તે વાહનમાં સવાર વ્યક્તિઓને પણ જીવનું જોખમ રહેલું હોય છે..
અત્યારે કાળામૂખો અકસ્માત મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ખદલપુર ગામની સીમમાં બન્યો છે. અકસ્માત વહેલી સવારે બન્યો હોવાથી અકસ્માતમાં ઘાયલ લોકોની મદદ પણ કોઈ વ્યક્તિ આવ્યું હતું નહીં. દક્ષિણ ગુજરાતનો રહેવાસીઓએ પરિવાર શ્રીનાથજીના દર્શન કરવા માટે નાથ દ્વારા ખાતે જઇ રહ્યો હતો.
આ પરિવાર અટીકા કાર લઈને જતો હતો. અટીકાની અંદર એક પતિ-પત્નીની સાથે સાથે તેના બાળકો અને કુલ ભેગા મળીને 6 લોકો સવાર હતા. આ તમામ લોકો હસતા ખેલતા શ્રીનાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તેઓને સહેજ પણ અંદાજ ન હતો કે તેની સાથે ખૂબ જ દુકાન બનાવ બનવા જઈ રહ્યો છે. આકસ્માતમાં ખુંટ પરિવાર સવાર હતો. જેમાં કાર દિનેશભાઈ ખુંટ કાર ચલાવતા હતા..
ત્યારે તેમના પત્ની શોભાબેન ખુંટ આગળની સીટ પર બેઠા હતા. જ્યારે પાછળના ભાગમાં અન્ય 6 લોકો બેઠા હતા. તેઓ જ્યારે મહેસાણા ખેરાલુ તાલુકાના ખેદલપુર ગામની સીમ પાસે પહોંચ્યા ત્યારે વહેલી સવારના 4:00 આસપાસ એક ડમ્પર સામેથી પૂરઝડપે આવી રહ્યો હતો. ડમ્પર ચાલકે ખરેખર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું..
જેના કારણે ડમ્ફર સીધું અટીકા કાર સાથે જઈને અથડાયું હતું. પરિણામે અટીકા કારના કુચેકુચા બોલી ગયા હતા. અને પડીકું વળી ગયુ હતું. આ કારની અંદર સવાર ખુંટ પરિવારના દંપતી દિનેશભાઈ અને શોભનાબેન ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. અને ઘટના સ્થળે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા..
આ અકસ્માત સવારના 4:00 આસપાસ બનતા પણ તેમને બચાવવા માટે આવ્યા હતા નહીં. હાઇવે પર પસાર થતાં વાહનો એ પોતાના વાહનો ઉભા રાખીને અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક ધોરણે એક હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ બાબતને લઈને પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. પોલીશ આ અકસ્માતને લઈને જરૂરી તપાસ ચલાવી રહી છે.
કારના આટલા બધા કુચે કુચા બોલી ગયા હતા કે તેની અંદરથી ઘાયલ લોકોને બહાર કાઢવા પણ મુશ્કેલ હતા. એટલા માટે તેઓને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ખુંટ પરિવારના અન્ય પરિવારજનોને હજુ જાણ કરવામાં આવી નથી. ખુંટ પરીવાર ભગવાનનું લેવા માટે ભગવાનના ધામમાં જતા હતા. એ જ પરિવારને અકસ્માતમાં મોત મળ્યું છે. અકસ્માતનું દ્રશ્ય જોઇને ભલભલા લોકો ના હોશ ઉડી ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]