Breaking News

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મંદિરોમાં ઉમટી પડતું હોય છે, ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ લાંબી લાઈન પણ લગાવી દે છે. શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઉપવાસ પણ કરે છે, જ્યારે ધાર્મિક આસ્થાનું શ્રાવણ મહિનાની અંદર કંઈક આવું જ મહત્વ હોય છે..

પરંતુ અત્યારે શ્રાવણ મહિનાની અંદર દાન ઉઘરાવવા માટે આવેલા બે સાધુઓની સત્ય હકીકત જાણીને દરેક લોકો ચોકી ઉઠ્યા છે. શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા વ્યક્તિઓ જુદા જુદા મંદિરોમાં દાન ધર્માદો લખાવે છે, આ ઉપરાંત પોતાની બહેનો દીકરીઓને પણ જમાડીને પુણ્ય કમાતા હોય છે..

આ સાથે સાથે અન્ય સેવાકીય કામોની શરૂઆત પણ શ્રાવણ મહિનાથી જ શરૂ થઈ જતી હોય છે, એવામાં રજોપુર ગામની અંદર બે સાધુઓ શ્રાવણ મહિનાની જોડી લઈને આવી પહોંચી હતા, ગામમાંથી ઘણા બધા લોકોએ દાન ધર્માદો કર્યો હતો, આ દાન ગામની બહાર આવેલી જમીન ઉપર મંદિર બનાવવાના નામે એકઠું કરવામાં આવ્યું હતું..

ગામના લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપવાનું શરૂ પણ કરી નાખ્યું હતું, આ ગામના છેવાડેના મકાનમાં રહેતી શાંતા નામની મહિલા પાસે જ્યારે આ બંને સાધુઓ દાન લેવા માટે આવ્યા ત્યારે શાંતાને ખૂબ જ અજુગતું લાગ્યું હતું, કારણ કે દાનની રકમ જોળીમાં નાખ્યા બાદ આ બંને સાધુઓ એકબીજા સાથે વાતચીત કરીને હસી મજાક કરતા હોય તેવું લાગતું હતું..

એટલું જ નહીં પરંતુ તેમની વાતચીત ઉપરથી શાંતાને શંકા ગઈ હતી અને તેણે આ બંને સાધુઓની પાછળ પીછો કરીને આ બંને સાધુઓની સત્ય હકીકત જાણવાની કોશિશ કરી હતી, એ વખતે તેણે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, જે જોતા ની સાથે જ સમગ્ર ગામ ફફડી ઉઠ્યું હતું..

શાંતા નામની આ એક મહિલાએ ગામ લોકોના પૈસા બચાવી લીધા હતા, હકીકતમાં સાધુનો વેશ ધારણ કરીને આ બંને યુવકો ગામમાં દાન લેવા માટે આવી પહોંચ્યા હતા અને ગામમાં રહેતા લોકોએ શ્રદ્ધા અને આસ્થાના નામ ઉપર લાગણીશીલ બની આ બંને યુવકોને દાન પણ આપી દીધું હતું..

પરંતુ આ બંને સાધુ મહાત્મા હકીકતમાં કોઈ સાધુ કે, મહંત ન હતા પરંતુ તેઓ ચોર લૂંટારા હતા અને તેઓએ સાધુનો વેજ ધારણ કરીને પૈસા લૂંટવાની કોશિશ કરી હતી, દરેક લોકો પાસેથી 400 થી 500 એમ કુલ મળીને સમગ્ર ગામમાંથી અંદાજે 1.5 લાખ રૂપિયા ની રકમ ભેગી કરવામાં આવી હતી..

મહિલા જ્યારે આ બંને સાધુ મહાત્માની પાછળ પાછળ ગઈ ત્યારે તેઓને ખબર પડી કે, આ બંને સાધુ મહાત્મા તેમના ગામથી થોડે દૂર આવેલી એક વાડી પાસે સુમસાન ઓરડીની અંદર ચાલ્યા ગયા હતા અને ત્યાં તેઓએ દારૂનો નશો પણ શરૂ કરી દીધો હતો, એટલું જ નહીં ત્યાં તેઓએ કપડાં બદલી નાખ્યા અને ત્યારબાદ આ રૂપિયાને એક થેલામાં ભરીને ત્યાંથી રવાના થઈ ચૂક્યા હતા..

બસ એટલું જોતાની સાથે જ શાંતાને સમજણ પડી ગઈ કે, આ બંને યુવકો કોઈ સાધુ મહાત્મા નહી પરંતુ આ બંને ચોર લુટારા છે, તેણે ફોન કરીને ગામના કેટલાક લોકોને માહિતી આપી હતી કે, તેમના ગામમાં આવેલો આ બંને વ્યક્તિ ગામના લોકોના પૈસા લઈને ફરાર થઈ રહ્યા છે. ધાબળ તો આ બંનેની પાછળ ગાડીઓ દોડાવવામાં આવી હતી..

અને આ બંને યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા. ગામના લોકો ખૂબ જ રોષે ભરાયા હતા, કારણ કે તેમની ધાર્મિક લાગણીઓને આ બંને યુવકોએ ઠેસ પહોંચાડી હતી. આ ઘટનાને લઈને તેઓએ પોલીસને પણ જાણકારી આપી હતી. આ અગાઉ પણ તેમના ગામમાં ભંડારાનું દાન લેવા માટે બે સાધુ મહાત્માઓ આવી પહોંચી હતા..

અને તેઓએ પણ છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી, સદનસીબે તેઓ ગામના લોકોની છેતરપિંડી કરીને પૈસા લઈને જતા રહ્યા હતા પરંતુ આ વખતે આ બંને યુવકો સફળ રહ્યા નથી અને શાંતા નામની મહિલાની સુજબુજના કારણે આ બંને યુવકોની પોલ ખુલ્લી પડી ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *