Breaking News

અંબાલાલની આગાહી : ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અતિભારે વરસાદથી રસ્તાઓ બની જશે નદી..

હાલમાં ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુ અનુભવ થઈ રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી તેમજ વરસાદનો માહોલ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો ગઈકાલે રાજ્યમાં ખુબજ નહીવત પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો હતો. તેમજ બફારાનું પ્રમાણ વધ્યું હતું જેથી લોકો ભરશિયાળે ગરમીનો અનુભવ કરી રહ્યાં હતા.

ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તેનું અસલ તાપમાન 21 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સામાન્ય રીતે આ તાપમાન લગભગ લઘુતમ તાપમાન કરતા 5.4 ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે. આ તાપમાન ઉપર ઉચકાવાને કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં ગઈકાલે લઘુતમ તાપમાન 21.5 ડીગ્રી નોંધાયું હતું.

પરંતુ થોડાક દિવસો પહેલા અમદાવાદનું તાપમાન ૧૫ ડિગ્રી સુધી ઘટી ગયું હતું. તેના પ્રમાણમાં હાલનું તાપમાન વધારે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો જેવા કે વડોદરા, દ્વારકા, પોરબંદર, સુરત, ભાવનગર, વેરાવળ, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર, કેશોદ અને મહુવા સહિતના કેટલાક રાજ્યો નું તાપમાન વસ્તુ નોંધાયું છે.

આ તમામ શહેરોનું તાપમાન ગઈકાલે 21 ડિગ્રીથી વધુ નોંધાયું હતું ગુજરાત રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે પરંતુ ત્યાં પણ તાપમાન ગઈકાલે 19 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જે દર્શાવે છે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આવનારા ૨૪ કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 48 કલાક બાદ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ કચ્ચે તે પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત નવેમ્બર મહિનાના અંતના દિવસોમાં બંગાળની ખાડી પર હવાનું દબાણ વધવાને કારણે આ વર્ષે શિયાળામાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડી અનુભવ પાસે તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના લગભગ 65 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં વરસ્યો છે. વલસાડમાં લગભગ ૨૪ કલાકમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત પાલનપુરમાં ત્રણ વડગામમાં 2.5 ઇંચ તેમજ દાંતામાં પણ ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સુરત શહેરમાં દોઢ ઇંચ તેમજ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડયું છે માર્કેટયાર્ડમાં પડેલો ખેડૂતોના તૈયાર પાક ને પણ નુકસાન થયું છે.

થોડાક દિવસો પહેલા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેથી બે દિવસ પહેલાં રાજ્યના લગભગ 106 તાલુકામાં 1 mm થી લઈ ને 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીની અસર વર્તાય છે. જેથી અનેક શહેરોનું તાપમાન ઘટયુ છે. આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને પણ ઘણું નુકસાન થયું છે.

કપાસ તેમજ જીરુનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમજ લણણી માટે તૈયાર એવા મગફળી સોયાબીન તેમજ ડાંગર સહિતના અન્ય કઠોળ પાકોને પણ ઘણું નુકસાન થયું છે. તેમજ માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવેલો તમામ પાક પલળી ગયો છે. આ ઉપરાંત કેટલાક માર્કેટયાર્ડ વરસાદના કારણે ટેકાના ભાવે મગફળી તેમજ અન્ય કેટલાક ભાગો ની ખરીદી બંધ કરી છે.

જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે હજુ પણ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા કેટલાક દિવસોમાં વરસાદી માવઠા પડી શકે છે તેમજ અરબી સમુદ્રના મધ્યમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં પણ પલટો થવાની સંભાવના છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *