Breaking News

શિયાળો આવતા જ અડદીયા પાક બનાવતી વખતે મહિલાનો ઓચિંતો જીવ ગયો, થયું એવું કે જે દરેક મહિલાઓએ જાણી લેવું જોઈએ..!

શિયાળાની ઠંડીની સીઝન આવતાની સાથે જ શરીર માટે ફાયદાકારક રહે તેવી ચીજ વસ્તુઓ આવવાનું સૌ કોઈ લોકો પસંદ કરે છે. જેમાં કાળા તલની સાની, અડદિયા પાક, સુકામેવાના લાડુ સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. શિયાળો બેસતા જ દરેક ગુજરાતીઓના ઘરમાં આ તમામ ચીજ વસ્તુઓ બનવાની શરૂ થઈ જતી હોય છે..

જેમાં ભરપૂર પ્રમાણમાં ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અત્યારે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે, જે દરેક મહિલાઓએ જાણી લેવી જોઈએ. આ ઘટના ગણેશ નગર વિસ્તાર પાસે આવેલી ધર્મરાજ સોસાયટીની છે. આ સોસાયટીના મકાન નંબર 78 માં નિર્મલાબેન તેના પરિવાર સાથે રહેતા હતા..

તેઓએ શિયાળો શરૂ થતાની સાથે જ પોતાના ઘરે અડદિયા પાક બનાવવાનું કામ હાથ ધર્યું હતું. એ માટે તેઓએ તેમની સગી બેન પુષ્પા ને પણ પોતાને ઘરે બોલાવી લીધી હતી. બંને બહેનો ભેગા મળીને અડદિયા પાક બનાવવાની તૈયારીઓ શરૂ કરતા હતા. પરંતુ રસોડામાં જતી વખતે એવો બનાવ બની ગયો છે કે, જેમાં નિર્મલાબેનનું મૃત્યુ થઈ ગયું છે.

જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે ભારે ચકચાર મચી જવા પામ્યો છે. તો સમગ્ર સોસાયટીમાં ફફડાટ મચી ગયો છે. આ ઉપરાંત દરેક મહિલા માટે લાલબત્તી સમન કિસ્સો સાબિત થયો છે. નિર્મલાબેન અને તેમની સગીબેન પુષ્પાબેન બંને રસોડામાં અડદિયા પાક બનાવવા માટે જતા હતા..

અને તેઓએ જ્યારે લાઇટર વડે ગેસનો ચૂલો શરૂ કર્યો ત્યારે અચાનક જ આગ ફાટી નીકળી હતી અને એવડો મોટો ધડાકો થયો કે, આગની ચપેટની અંદર નિર્મલાબેન આવી ગયા હતા અને તેમનું શરીર બળીને ખાખ થઈ જવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. આ બનાવ ગેસ લીકેજના કારણે બન્યો છે..

તેમના ઘરમાં ગઈકાલે જ સિલિન્ડર પૂર્ણ થઈ ગયો હતો અને આજે સવારે નવો સિલિન્ડર ચઢાવવામાં આવ્યો હતો. પરંતુ એમાં નાનું અમથું લીકેજ થવાને કારણે ગેસ સમગ્ર રસોડાની અંદર ફેલાઈ ગયો હતો. અને જ્યારે તેઓએ ગેસ શરૂ કરવાની કોશિશ કરી ત્યારે આ ગેસ આગના સંપર્કમાં આવતાની સાથે જ જોરદાર ધડાકાનો અવાજ આવ્યો..

અને આગ ફાટી નીકળી હતી. ત્યારે આ ઘટના બની ત્યારે પુષ્પાબેન રસોડાથી થોડે દૂર હોવાને કારણે તેમનો જીવ બચી ગયો છે. નિર્મલાબેન તેના પતિ હરકિશન ભાઈની સાથે છેલ્લા ઘણા વર્ષોથી બિહારના ગણેશ નગર વિસ્તારમાં વસે છે. તેવો મૂળ ગુજરાતી પરિવાર છે પરંતુ તેમના પતિનું બિહારમાં ખૂબ જ મોટો ધંધો વ્યવસાય ચાલે છે..

એટલા માટે તેઓ તેમના પરિવાર સાથે ઘણા વર્ષો પહેલા અહીં સ્થાયી થયા હતા. આ અગાઉ પણ રાજસ્થાનના કોટામાંથી કંઈક આવા જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો કે, જેમાં ભણવા માટે ગયેલા એક સાથે પાંચ યુવકો એક મકાન ભાડે રાખીને રહેતા હતા અને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા હતા..

તેઓ જ્યારે બપોરના સમયે રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ શરૂ કર્યો ત્યારે રસોડામાં આગ ફાટી નીકળી હતી. જેમાં બે વિદ્યાર્થીઓ આગની ચપેટમાં આવી જતા તેમનો પણ બળીને ખાખ થઈ જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું અને અત્યારે ફરી પાછી આગ લાગવાને કારણે એક મહિલાના મૃત્યુનો બનાવ સામે આવ્યો છે..

ત્યારે મારે દુઃખનો માહોલ સર્જાઈ ગયો છે. નિર્મલાબેન ના પતિ હરકિશન ભાઈ માટે તો દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આ ઘટનાની જાણકારી જ્યારે નિર્મલાબેનના માતા-પિતા સુધી પહોંચાડવામાં આવી ત્યારે તેમના પિયરમાં પણ ભારે રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *